android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Gujarat Latest News Updated : ભાવનગરના ગુંદી ગામે પોલીસ પર હુમલા મામલે 10 શખ્સો વિરુદ્ધ ફરિયાદ
calendar_today May 12, 2026

Gujarat Latest News Updated : ભાવનગરના ગુંદી ગામે પોલીસ પર હુમલા મામલે 10 શખ્સો વિરુદ્ધ ફરિયાદ

ગુજરાત અને દેશ દુનિયાના સમાચાર સંદેશ ન્યૂઝના આ ન્યૂઝ બ્લોગ પર ક્લિક કરીને વાંચી શકશો. 12 મેના બ્રેકીંગ ન્યૂઝ વાંચવા માટે આ પેજ પર બનેલા રહો અને રિફ્રેશ કરતા રહો.

Read Full Story arrow_forward
Bhavnagar News: પોલીસ પર હુમલા બાદ ગુંદી ગામે મેગા 'કોર્ડન એન્ડ સર્ચ ઓપરેશન', 20 શખ્સોની અટકાયત
calendar_today May 12, 2026

Bhavnagar News: પોલીસ પર હુમલા બાદ ગુંદી ગામે મેગા 'કોર્ડન એન્ડ સર્ચ ઓપરેશન', 20 શખ્સોની અટકાયત

ભાવનગર જિલ્લાના ઘોઘા તાલુકાના ગુંદી ગામે વાહન ચેકિંગ કરી રહેલી પોલીસ ટીમ પર અચાનક અસામાજિક તત્વો દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો. આ ઘટનાને ગંભીરતાથી લઈને ઘોઘા પોલીસ મથકમાં 10 શખ્સો સામે નામજોગ ફરિયાદ નોંધવામાં આવી છે. પોલીસ પર થયેલા આ હુમલા બાદ તંત્ર એક્શન મોડમાં આવ્યું છે અને હુમલાખોરોને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે.ડ્રોન અને બોડી કેમેરાની મદદથી સઘન ચેકિંગ હુમલાની ઘટના બાદ ભાવનગર ગ્રામ્ય ASP ઘનશ્યામ ગૌતમની આગેવાનીમાં ગુંદી ગામના 'કેરીયાવાસ' વિસ્તારમાં મેગા 'કોર્ડન એન્ડ સર્ચ ઓપરેશન' (CASO) હાથ ધરવામાં આવ્યું હતું. આ ઓપરેશનમાં આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો હતો, જેમાં ડ્રોન સર્વેલન્સ દ્વારા આખા ગામ પર નજર રાખવામાં આવી હતી અને પોલીસ જવાનોના બોડી વોર્ન કેમેરાની મદદથી દરેક હિલચાલને કેદ કરવામાં આવી હતી. 20 શખ્સો ડીટેઈન: દબાણો અને વીજચોરી સામે પણ કાર્યવાહી આ સર્ચ ઓપરેશન દરમિયાન પોલીસે અત્યાર સુધીમાં 20 જેટલા શખ્સોને ડીટેઈન કર્યા છે. પોલીસ દ્વારા માત્ર હુમલાખોરો જ નહીં, પરંતુ ગામમાં ચાલતી અન્ય ગેરકાયદેસર પ્રવૃત્તિઓ જેવી કે વીજચોરી અને સરકારી જમીન પરના દબાણો સામે પણ કડક કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. સંયુક્ત તંત્રના આ ઓપરેશનથી અસામાજિક તત્વોમાં ભારે ફફડાટ ફેલાઈ ગયો છે. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Maharashtra : સાંગલીમાં મોટી દુર્ઘટના, દીવાલ ધરાશાયી થવાથી 6 શ્રદ્ધાળુઓના મોત
calendar_today May 12, 2026

Maharashtra : સાંગલીમાં મોટી દુર્ઘટના, દીવાલ ધરાશાયી થવાથી 6 શ્રદ્ધાળુઓના મોત

મહારાષ્ટ્રના સાંગલી જિલ્લાના જાત તાલુકાના મોટીવાડી ગામમાં મંગળવારે સાંજે એક દુખદ અકસ્માત સર્જાયો હતો. મરગુબાઈ દેવીના ધાર્મિક કાર્યક્રમ દરમિયાન અચાનક આવેલા તોફાની પવન અને વરસાદ વચ્ચે દિવાલ ધરાશાયી થતા 6 શ્રદ્ધાળુઓના મોત થયા, જ્યારે 15થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા છે. ઈજાગ્રસ્તોમાં કેટલાકની હાલત ગંભીર હોવાનું જણાવાઈ રહ્યું છે. શેડ ઉડીને બાજુની કાચી ઈંટોની દિવાલ સાથે અથડાયો મળતી માહિતી મુજબ ધાર્મિક કાર્યક્રમમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ હાજર હતા. આ દરમિયાન અચાનક ભારે પવન અને વરસાદ શરૂ થતા લોકો બચાવ માટે નજીકમાં આવેલા નિર્માણાધીન સ્થળના ટીન શેડ નીચે ઉભા રહ્યા હતા. પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા મુજબ તોફાની પવનના કારણે ટીન શેડ ઉડીને બાજુની કાચી ઈંટોની દિવાલ સાથે અથડાયો હતો. જેના કારણે દિવાલ અચાનક ધરાશાયી થઈ અને નીચે ઉભેલા લોકો તેના કાટમાળ નીચે દટાઈ ગયા. આ અકસ્માતમાં 12 અને 13 વર્ષના બે બાળકો સહિત કુલ 6 લોકોના મોત થયા છે. મૃતકોમાં ચાર લોકો મહારાષ્ટ્રના જાત તાલુકાના હોવાનું જાણવા મળ્યું છે, જ્યારે બે લોકો પડોશી રાજ્ય કર્ણાટકના રહેવાસી હતા. ઘટના બાદ વિસ્તારમાં ભારે અફરાતફરી મચી ગઈ હતી. સ્થાનિક લોકો અને પ્રશાસનની મદદથી ઈજાગ્રસ્તોને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. અધિકારીઓ પરિસ્થિતિ પર સતત નજર રાખી રહ્યા છે કેટલાક ઘાયલોની સારવાર જાતની હોસ્પિટલમાં ચાલી રહી છે, જ્યારે ગંભીર ઈજાગ્રસ્તોને કર્ણાટકના વિજયપુર અને મહારાષ્ટ્રના મિરજની હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યા છે. ઘટનાની જાણ થતા જ પોલીસ અને પ્રશાસનની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી ગઈ હતી અને રાહત-બચાવ કામગીરી શરૂ કરી હતી. અધિકારીઓ પરિસ્થિતિ પર સતત નજર રાખી રહ્યા છે અને ઈજાગ્રસ્તોને જરૂરી સારવાર ઉપલબ્ધ કરાવવામાં આવી રહી છે. આ પણ વાંચો : NEET પેપર લીકના આરોપીની ધરપકડ, નાસિકથી 10 લાખમાં ખરીદ્યું અને હરિયાણામાં 15 લાખમાં વેચ્યું

Read Full Story arrow_forward