android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Surendranagar: સુરેન્દ્રનગરમાં જિલ્લા પંચાયત 1 પરંતુ સરનામા 3!
calendar_today May 13, 2026

Surendranagar: સુરેન્દ્રનગરમાં જિલ્લા પંચાયત 1 પરંતુ સરનામા 3!

સુરેન્દ્રનગર જિલ્લા પંચાયતનું વર્ષોજુનું બિલ્ડીંગ જર્જરીત થવાના કારણે એક જ જિલ્લા પંચાયતના ત્રણ ભાગ હોય એમ ત્રણ અલગ અલગ જગ્યાએ ડી.ડી.ઓ.પ્રમુખ,શિક્ષણ ચેરમેન અને બાકીના ચેરમેનોને બેસતા હોવાથી લોકોને અલગ અલગ જગ્યાએ અવર જવરના કારણે મુસ્કેલી પડતી હોવાથી નવી જિલ્લા પંચાયત બિલ્ડીંગ બનાવાય એવી માંગ ઉઠી છે.પ્રાપ્ત વિગતો અનુસાર સુરેન્દ્રનગર કલેકટર કચેરી અને એસ.પી.કચેરીમાં પોતાના તાબા હેઠળના અધિકારીઓની એક જ જગ્યાએ કચેરીઓ આવેલી છે.પરંતુ સુરેન્દ્રનગર જિલ્લા પંચાયતનું વર્ષોજુનુ બિલ્ડીંગ જર્જરીત થવાના કારણે એક જ જિલ્લા પંચાયતના ત્રણ ભાગ પડી ગયા છે.જિલ્લા પંચાયતની કલેકટર કચેરી પાસે આવેલી જુની કચેરીમાં ડી.ડી.ઓ.પ્રમુખ,કારોબારી ચેરમેનનો સ્ટાફ બેસે છે ત્યાંથી દોઢેક કિલોમીટર દૂર પતરાવાળી હોટલ પાસે શિક્ષણ ચેરમેન અને જિલ્લા શિક્ષણાધીકારી બેસે છે અને ત્યાંથી બે કિ.મી.દૂર અજરામરમાં મુળી રોડ ઉપર ભાડાના મકાનમાં બાકીના ચેરમેન અને સ્ટાફ બેસે છે.આમ લોકોને એક કામ માટે અનેક વખત ત્રણ ત્રણ જગ્યાએ ધકકા ખાવા પડતા હોવાથી ભાડા અને સમયનો વેડફાટ કરવો પડે છે.કારણ જિલ્લા પંચાયતના ત્રણેય અલગ અલગ વિભાગ થઇ જવાના કારણે લોકોને એકબીજાથી દૂર ત્રણેય બિલ્ડીંગોમાં અવર જવર માટે મુસ્કેલી પડતી હોવાથી જિલ્લા પંચાયતનું નવુ બિલ્ડીંગ જલ્દી બને એવી માંગ ઉઠી છે. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Botad: રાણપુર તાલુકાના નાગનેશ ગામની સીમમાં દીપડો પાંજરે પુરી દેવાયો
calendar_today May 13, 2026

Botad: રાણપુર તાલુકાના નાગનેશ ગામની સીમમાં દીપડો પાંજરે પુરી દેવાયો

બોટાદ જિલ્લાના રાણપુર તાલુકાના નાગનેશ ગામ ખાતે થોડા સમય પહેલા રાત્રિના સમયે ખાડી વિસ્તારમાં દીપડો દેખાયો હોવાના વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયા હતા. વીડિયો વાયરલ થતાં ગામજનોમાં ભયનો માહોલ સર્જાયો હતો અને ગ્રામજનોએ તાત્કાલિક વન વિભાગને જાણ કરી હતી. ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને રાણપુર વન વિભાગના અધિકારીઓએ તાત્કાલિક સ્થળ પર પહોંચી પરિસ્થિતિનું નિરીક્ષણ કર્યું હતું. દીપડાની હિલચાલને ધ્યાનમાં રાખી અધિકારીઓ દ્વારા વ્યૂહાત્મક આયોજન સાથે પાંજરું ગોઠવવામાં આવ્યું હતું. વન વિભાગના અધિકારીઓએ પોતાની સુઝબુઝ, સમયસૂચકતા અને સતત દેખરેખના પરિણામે આખરે દીપડાને સુરક્ષિત રીતે પાંજરે પૂરવામાં સફ્ળતા મેળવી હતી. દીપડો પકડાતા નાગનેશ ગામના લોકોને રાહતનો શ્વાસ મળ્યો હતો. ગામજનોએ રાણપુર વન વિભાગની ઝડપી અને અસરકારક કામગીરીની પ્રશંસા કરી હતી. વન વિભાગના અધિકારીઓએ લોકોને અપીલ કરી છે કે જંગલી પ્રાણીઓ દેખાય તો ગભરાવું નહીં, પરંતુ તાત્કાલિક વિભાગને જાણ કરવી જેથી યોગ્ય કાર્યવાહી કરી શકાય. આ સમગ્ર કામગીરી રાણપુર વન વિભાગની સતર્કતા અને જવાબદારીનું ઉત્તમ ઉદાહરણ બની છે.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Himatnagar: વડાલી નગરમાં રાંધણ ગેસ મેળવવા ગેસ ઓફ્સિે લાઈનો લાગી, હોમ ડિલિવરી બંધ
calendar_today May 13, 2026

Himatnagar: વડાલી નગરમાં રાંધણ ગેસ મેળવવા ગેસ ઓફ્સિે લાઈનો લાગી, હોમ ડિલિવરી બંધ

સાબરકાંઠા જિલ્લાના વડાલી નગરમાં છેલ્લા કેટલાય માસથી ગેસ એજન્સી દ્વારા હોમ ડિલિવરી બંધ કરાતા ગેસ ધારકો પરેશાન થયા છે. વડાલી નગરમાં દેવીકૃપા ગેસ એજન્સી દ્વારા રાંધણ ગેસનો બાટલો પૂરો પાડવામાં આવી રહ્યો છે. છેલ્લા 2-3 માસથી બોટલ ગેસના ધારકો દ્વારા ઓનલાઇન બુકિંગ કરવા છતાં હોમ ડીલેવરી પૂરી પાડવામાં આવતી નથી. બુકિંગ થયા બાદ ગેસ એજન્સી દ્વારા ગેસની ડિલિવરીનું ચલન ઓનલાઈન મોબાઈલ ઉપર આવવા છતાં અઠવાડિયા દસ દિવસ સુધી હોમ ડિલિવરી આવતી નથી. છેવટે ગ્રાહકોને કંટાળીને ગેસ એજન્સી ઉપર અત્યારે 42 ડિગ્રી ગરમીમાં 6 કિલોમીટર દૂર એજન્સીની ઓફ્સિે લેવા જવું પડે છે. વધારે બાટલો મેળવવા માટેની હાલાકી સિનિયર સિટીઝનો ભોગવી રહ્યા છે. ઘરમાં બે સિનિયર સિટીઝન સિવાય કોઈ વ્યક્તિ હોતું નથી ત્યારે ઓનલાઇન બુકિંગ કરાવ્યા પછી ઘરે હોમ ડિલિવરી નહીં મળતો ગેસ એજન્સી ઉપર બોટલ લેવા માટે દોઢસો બસો રૂપિયા રિક્ષા ભાડુ ખર્ચી લેવા જવું પડે છે. અત્યારે હાલ ગરમી એ માઝા મૂકી છે સવારે 10:00 વાગ્યાથી હિટ વેવ શરૂ થઈ જાય છે અને પાંચ વાગ્યા સુધી અસહ્ય ગરમી પડી રહી છે ત્યારે ગેસ એજન્સી દ્વારા હોમ ડીલેવરી નહીં કરાતો ગેસ ધારકોને બળબળતી ગરમીમાં લાઈનો લગાવી ગેસની બોટલ મેળવવાની નોબત આવી છે.વડાલી પુરવઠા તંત્રને આ અંગે મૌખિક રજૂઆતો કરવા છતાં પુરવઠા વિભાગ દ્વારા આંખ આડા કાન કરવામાં આવી રહ્યા છે અને ગ્રાહકોને હોમ ડિલેવરી કરવામાં આવતી નથી તો કયા કારણોસર પુરવઠા વિભાગ આ અંગે યોગ્ય પગલાં લેતું નથી. તો સત્વરે પુરવઠા વિભાગ વડાલીના નાગરિકોની વારે આવી ગેસ એજન્સી દ્વારા પુન હોમ ડીલેવરી શરૂ કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી રહી છે. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward