android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Surendranagar: લીલાછમ વૃક્ષોનું ગેરકાયદે છેદન કરી લાકડાની હેરાફેરી કરતા બે વાહનો જપ્ત
calendar_today May 13, 2026

Surendranagar: લીલાછમ વૃક્ષોનું ગેરકાયદે છેદન કરી લાકડાની હેરાફેરી કરતા બે વાહનો જપ્ત

સુરેન્દ્રનગર જિલ્લામાં સાયલા, મૂળી તાલુકાના વિસ્તારોના કેટલાક ઈસમો દ્વારા વન વિભાગની પરવાનગી વગર કરાતા વૃક્ષોનું છેદન તથા તેનું ગેરકાયદે પરીવહન કરાતું હોવાની ઉઠેલી ફરિયાદોને ધ્યાને લઈ જિલ્લા નાયબ વન સંરક્ષકના માર્ગદર્શન હેઠળ મૂળી રેન્જની ટીમ દ્વારા આકસ્મીક વાહન ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું. તંત્રના ચેકીંગમાં ગેરકાયદે વૃક્ષો કાપી તેના લાકડાનું પરીવહન કરતા બે વાહનો ઝડપી લેવાતા લાકડાની હેરાફેરીનો પર્દાફશ થયો છે. તંત્ર દ્વારા ઝડપેલ બન્ને વાહનોમાંથી અંદાજે પાંચ ટન જેટલો લાકડાનો જથ્થો ઝડપી લેવા સાથે ત્રણ ઇસમો સામે કાર્યવાહી પણ હાથ ધરવામાં આવી હતી.ક્ષેત્રીય રેન્જ મૂળી કચેરીના ઇન્ચાર્જ રેન્જ ફેરેસ્ટ ઑફ્સિર પ્રવિણસિંહ ચૌહાણ તથા સ્ટાફ્ના દાનુભા ગોહિલ, મુકેશભાઇ કરમટીયા સહિતની ટીમ દ્વારા ડોળીયા હાઈવે પર જતી લાકડા ભરેલી બોલેરો પીકઅપ અટકાવીને તલાશી લેતા તેમાં ભરેલ લીમડા તેમજ અન્ય જાતના લાકડા ભરેલા મળી આવ્યા હતા. લાકડાના પરિવહન માટે જરૂરી કાગળો નહીં મળતા તંત્ર દ્વારા આરોપી વાહન ચાલક ધનજી ભુપત કોરડિયા,રહે. સામતપર, તા.સાયલા તથા વાડી માલીક ચંદુ ત્રીકમ શ્રીમાળી, રહે. ડોળીયા વાળા સામે વગર પરવાનગીએ લાકડા કાપી તેનું વાહતુક કરવા બદલ ખાતાકીય રહે કાર્યવાહી હાથ ધરી હતી. વન વિભાગના ચેકીંગ દરમિયાન મૂળી હાઈવે પર ધર્મેન્દ્રગઢના બોર્ડ પાસેથી પણ અન્ય એક ગેરકાયદે લાકડા ભરેલું પીકઅપ વાહન ઝડપી પાડયું હતું. આ મામલે વન વિભાગ દ્વારા ઝડપાયેલ આરોપી વાહન ચાલક અમરશી લાલજી ખીમાણીયા રહે.હાલ વગડીયા, તા.મૂળીની પૂછપરછ કરતા વાહનમાં ભરેલ લાકડા તેણે વઢવાણ તાલુકાના બલદાણાના રેવન્યુ વિસ્તારમાંથી વગર પરવાનગીએ કાપી વહન કરી રહ્યા હોવાની કબૂલાત કરતા તેની સામે પણ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. રેવન્યુ વિસ્તારમાંથી લાકડા કાપવા માટે મામલતદારની મંજૂરી તથા પરિવહન માટે ગ્રામ પંચાયતમાંથી લેવાના જરૂરી એવા વાહતુક પાસ વગર બેફમ વૃક્ષ છેદન કરી કરાતા વેપલા સામે વન વિભાગની કાર્યવાહીથી ગેરકાયદે લાકડાની હેરાફેરી કરતા ઈસમોમાં ફ્ફ્ડાટ ફેલાઇ જવા પામ્યો છે. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Ahmedabad: ગોલવાડી દરવાજા : ટ્રાફ્કિમાં અડચણરૂપ રેકડીઓ હટાવો
calendar_today May 13, 2026

Ahmedabad: ગોલવાડી દરવાજા : ટ્રાફ્કિમાં અડચણરૂપ રેકડીઓ હટાવો

અમદાવાદ જિલ્લાના વિરમગામ શહેરમાં ગોલવાડી દરવાજા અંદર આવેલા સ્વામી વિવેકાનંદ પ્રતિમા પાસે મુખ્ય માર્ગ પર ગેર કાયદેસર રીતે રેકડીઓ વાળા દબાણ કરી અડિંગો જમાવીને ટ્રાફીકમાં પણ અડચણ રૂપ થતા હોવાથી હટાવવા માંગ કરી પ્રાંત,મામલતદાર કચેરીમાં મંગળવારે સ્થાનિક દુકાનદાર દ્વારા રજુઆત કરવામાં આવી છે.તાલુકા મથક વિરમગામ શહેરમાં ગોલવાડ દરવાજા અંદર, બહાર, ભરવાડી દરવાજા તરફ્ માર્ગ,અક્ષર નગર રોડ,તાલુકા સેવા સદન કચેરી થી મુનસર દરવાજા માર્ગ પર,શિવ હોસ્પિટલ સામે હાઇવે માર્ગ પર ટ્રાફ્કિની સમસ્યાનો અજગરી ભરડો છે.જાહેર માર્ગો પર આડેધડ પાર્ક કરતા વાહન ચાલકો અને ટ્રાફ્કિના અડચણ રૂપ બનતા દબાણ કરતા રેકડીઓ વાળા, રિક્ષાઓ વાળા સામે જવાબદાર ટ્રાફ્કિ વિભાગ દ્વારા આંખ મીંચામણાં થઈ રહ્યાની લોક મુખે અવાર નવાર ફરિયાદો ઉઠે છે.ત્યારે રોજિંદી જિંદગીમાં જીવન જરૂરી ચીજ વસ્તુઓ ખરીદારી ગોલવાડી દરવાજા અંદરના બજારમાં લોકોનો રોજે ભારે ધસારો રહે છે. સ્વામી વિવેકાનંદ પ્રતિમા પાસે જ તેમજ આગળ રેકડીઓ વાળા દબાણ કરી ટ્રાફીકમાં અડચણ રૂપ બને છે. ઘણીવારતો લોકોને વાહન લઈને નીકળવાની જગ્યા પણ તહેવારોમાં ગોલવાડ દરવાજા અંદર રાખતા નથી. જે સ્થળે તેઓ અડિંગો જમાવે છે એ જગ્યા સ્થાનિક વેપારીના વાહન મુકવા પાલિકા દ્વારા સુચન હોવાનુ સ્થાનિક દુકાનદાર દ્વારા જાણવા મળ્યુ છે.ત્યારે તે સ્થળ પર દુકાનદાર પોતાનું વાહન મુકે તો રેકડી વાળા હટાવી નુકશાન કરે છે.તેમજ તકરાર ધમકીઓ આપતા હોવાથી ગેરકાયદેસર દબાણ કરી ટ્રાફ્કિ અડચણરૂપ રેકડિઓ હટાવવા મંગળવારે તાલુકા સેવા સદન કચેરીમાં રજૂઆત કરી માંગ કરાઈ છે. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Ahmedabad: ધોલેરા - ભાવનગર રોડ પર આંબલી સર્કલ પાસે અકસ્માત સર્જાતા ટ્રાફ્કિ જામ
calendar_today May 13, 2026

Ahmedabad: ધોલેરા - ભાવનગર રોડ પર આંબલી સર્કલ પાસે અકસ્માત સર્જાતા ટ્રાફ્કિ જામ

ધોલેરા-ભાવનગર રોડ ઉપર સર્કલ નજીક મંગળવારે ત્રણ કાર વચ્ચે અકસ્માત સર્જાતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. રોડ પર અચાનક ઊંટ આવી જતા એક કાર ચાલકે તાત્કાલિક બ્રેક મારી હતી. જેના કારણે પાછળથી આવી રહેલી વધુ બે કાર એકબીજા સાથે જોરદાર અથડાઈ હતી.અકસ્માત બાદ રોડ પર થોડા સમય માટે ટ્રાફ્કિ વ્યવહાર ખોરવાઈ ગયો હતો અને વાહનોની લાંબી કતારો લાગી હતી. ઘટનાની જાણ થતાં સ્થાનિક લોકો તરત જ મદદ માટે દોડી આવ્યા હતા તેમજ રોડ ઓથોરિટી અને પોલીસને જાણ કરવામાં આવી હતી. અકસ્માતના બનાવ અંગેની માહિતી મળતા ધોલેરા પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી અને ટ્રાફ્કિ વ્યવસ્થા પુનઃસ્થાપિત કરી હતી. અકસ્માતમાં સદનસીબે કોઈ જાનહાનિ થઈ નહોતી. જોકે કેટલાક લોકોને સામાન્ય ઇજાઓ પહોંચતા તેમને સારવાર માટે ધોલેરા હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. પોલીસ દ્વારા અકસ્માત અંગે આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward