Gandhinagar: દહેગામમાં પેટ્રોલપંપો પર લાઇનો લાગી, સ્ટોક નહી હોવાના પાટિયા લાગ્યા
દહેગામમાં વધુ એકવાર પેટ્રોલ પંપો ઉપર સ્થિતી ડામાડોળ જોવા મળી છે. દહેગામ મોડાસા રોડ પર આવેલા પેટ્રોલ પંપો ઉપર પેટ્રોલ નહીં હોવાના પાટીયા લાગ્યા હતા. સાત ગરનાળા નાયરા પંપ, પાલૈયાના ઇન્ડિયન ઓયલ પંપ ઉપર સ્ટોક પુરો થઇ જતા વિતરણ બંધ કરાયુ હતુ. દહેગામથી બાયડ હાઇવે પર આવેલા બારોટના મોસમપુરા, લિહોડા, કડજોદરા, સલગુડી સહીતના વિસ્તારમાં આવેલા નાયરા તથા બીપીના પંપો પર છેલ્લા બે ત્રણ દિવસથી સ્ટોકના અભાવે વિતરણ જ બંધ હોવાની વિગતો છે. દહેગામ શહેરમાં આજે નાથાલાલ અંબાલાલ ભારત પેટ્રોલીયમના પંપ પર બપોરે સ્ટોક આવતા વાહનોની લાંબી લાઈનો લાગી હતી. જેમાં દુર દુરથી લોકો વાહનોમાં પેટ્રોલ ભરાવા પહોંચી ગયા હતા. જેમાં વાહન ચાલકો ટાંકી ફૂલ કરાવતા નજરે પડયાં હતા. પેટ્રોલની અછત હોય કે ના હોય પરંતુ દહેગામ શહેર અને તાલુકાના કેટલાક પંપો ઉપર પેટ્રોલનો જથ્થો ખૂટી પડે છે.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો
Read Full Story arrow_forward