android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Palitana : જેસરના દેપલા ગામે બે પક્ષ વચ્ચે થઈ મારામારી, અનેક લોકોને ઈજા પહોંચી
calendar_today May 12, 2026

Palitana : જેસરના દેપલા ગામે બે પક્ષ વચ્ચે થઈ મારામારી, અનેક લોકોને ઈજા પહોંચી

ભાવનગર જિલ્લાના પાલીતાણા તાલુકાના જેસર વિસ્તારના દેપલા ગામે પ્લોટના કબજા મુદ્દે બે પક્ષો વચ્ચે ઉગ્ર મારામારીની ઘટના બની. જમીનના વિવાદને લઈને લાંબા સમયથી ચાલી રહેલો તણાવ અંતે હિંસક સ્વરૂપ ધારણ કરતા ગામમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. મળતી માહિતી મુજબ બંને પક્ષો વચ્ચે પ્લોટના માલિકી હક્કને લઈને બોલાચાલી શરૂ થઈ હતી.ઈજાગ્રસ્તોને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં ખસેડાયા જે થોડી જ વારમાં મારામારીમાં ફેરવાઈ ગઈ. આ દરમિયાન કેટલાક શખ્સોએ હથિયારોનો ઉપયોગ કરીને સામસામે હુમલો કર્યો હતો, જેના કારણે અનેક લોકો ઈજાગ્રસ્ત થયા હતા. ઘટનામાં મહિલાઓ પણ ઈજાગ્રસ્ત થતા પરિસ્થિતિ વધુ ગંભીર બની હતી. ઘટના બાદ સ્થાનિક લોકોએ તરત જ પોલીસને જાણ કરી હતી. દેપલા પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી અને પરિસ્થિતિ પર કાબૂ મેળવ્યો હતો. ઈજાગ્રસ્તોને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા, જ્યાં તેમની સારવાર ચાલી રહી છે. કેટલાક ઈજાગ્રસ્તોની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે. 4 આરોપીઓ સામે ગુનો નોંધાયો પોલીસે સમગ્ર મામલામાં 4 આરોપીઓ સામે ગુનો નોંધ્યો છે અને તેમની શોધખોળ શરૂ કરી છે. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે જમીનના કબજા મુદ્દે બંને પક્ષો વચ્ચે અગાઉથી જ વિવાદ ચાલી રહ્યો હતો, જે સમય જતાં વધતો ગયો અને અંતે હિંસક ટકરાવમાં ફેરવાઈ ગયો. દેપલા પોલીસ દ્વારા વિસ્તારમાં શાંતિ જાળવવા માટે વધારાનો પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. કાયદો-વ્યવસ્થા જાળવવા અપીલ સાથે જ ગામના લોકોમાં શાંતિ અને કાયદો-વ્યવસ્થા જાળવવા અપીલ કરવામાં આવી છે. પોલીસએ જણાવ્યું છે કે સમગ્ર ઘટનાની ઊંડાણપૂર્વક તપાસ ચાલી રહી છે અને દોષિતો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. આ ઘટના બાદ ગામમાં તણાવનો માહોલ છે, પરંતુ હાલ પરિસ્થિતિ નિયંત્રણમાં છે. પોલીસે લોકોને અફવાઓથી દૂર રહેવા અનુરોધ કર્યો છે. આ પણ વાંચો : Navsariમાં એક બાઈક પર 6 સવારી! જોખમી મુસાફરીનો વીડિયો વાયરલ થતા ચકચાર

Read Full Story arrow_forward
Ahmedabad News: હવે કચરો ફેંકતા પહેલા સાવધાન! 4 પ્રકારે કચરો અલગ કરવો ફરજિયાત
calendar_today May 12, 2026

Ahmedabad News: હવે કચરો ફેંકતા પહેલા સાવધાન! 4 પ્રકારે કચરો અલગ કરવો ફરજિયાત

સુપ્રીમ કોર્ટના નિર્દેશાનુસાર, પર્યાવરણની જાળવણી માટે હવે કચરાનું સોર્સ સેગ્રીગેશન (ઉદભવ સ્થાને જ વર્ગીકરણ) અનિવાર્ય બન્યું છે. અમદાવાદીઓએ હવે માત્ર ભીનો અને સૂકો કચરો અલગ કરવાથી નહીં ચાલે, પરંતુ તેને કુલ ચાર ભાગમાં વહેંચવો પડશે; 1.ભીનો કચરો: રસોડાનો કચરો, ફળો-શાકભાજીની છાલ વગેરે, 2. સૂકો કચરો: પ્લાસ્ટિક, કાગળ, કાચ અને ધાતુની વસ્તુઓ. 3. સેનેટરી વેસ્ટ: વપરાયેલા ડાયપર, સેનેટરી નેપકિન્સ (જેને કાગળમાં લપેટીને આપવાના રહેશે) અને 4. વિશેષ કાળજીનો કચરો (Hazardous): જૂની દવાઓ, બેટરી, ટ્યુબલાઈટ અને પેઈન્ટના ડબ્બા.રહેણાંક અને કોમર્શિયલ એકમો માટે નવા નિયમો આ નિયમ સોસાયટીઓ, બંગલાઓ તેમજ દુકાનો, ઓફિસો અને મોલ જેવા કોમર્શિયલ એકમોને સમાન રીતે લાગુ પડશે. ખાસ કરીને 'બલ્ક વેસ્ટ જનરેટર્સ' (મોટા પ્રમાણમાં કચરો ઉત્પન્ન કરતા એકમો) માટે જવાબદારી નક્કી કરવામાં આવી છે. જો કોઈ એકમ કચરો અલગ કરીને નહીં આપે, તો AMCની કચરો લેતી ગાડીઓ તે સ્વીકારશે નહીં. આ વ્યવસ્થાનો મુખ્ય હેતુ લેન્ડફિલ સાઇટ્સ પર ભાર ઘટાડવાનો અને કચરાનું વૈજ્ઞાનિક ઢબે પ્રોસેસિંગ કરવાનો છે. નિયમ ભંગ બદલ કડક કાર્યવાહી અને દંડની જોગવાઈ નવા નિયમોનું પાલન ન કરનાર સામે વહીવટી તંત્ર દ્વારા કડક હાથે કામ લેવામાં આવશે. સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ કર્યું છે કે કચરાનું વર્ગીકરણ એ માત્ર વહીવટી પ્રક્રિયા નથી પરંતુ નાગરિકોની બંધારણીય ફરજ છે. જે એકમો વારંવાર નિયમોનું ઉલ્લંઘન કરશે તેમની સામે ભારે દંડ વસૂલવામાં આવશે અને જરૂર જણાયે કાનૂની કાર્યવાહી પણ થઈ શકે છે. સ્વચ્છ અને પ્રદૂષણ મુક્ત અમદાવાદ માટે મ્યુનિસિપલ કોર્પોરેશને નાગરિકોને સહકાર આપવા અપીલ કરી છે. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Education : 11થી 20 જૂન સુધી ધોરણ 10-12ની યોજાશે પૂરક પરીક્ષા, ગુજરાત બોર્ડે કરી જાહેરાત
calendar_today May 12, 2026

Education : 11થી 20 જૂન સુધી ધોરણ 10-12ની યોજાશે પૂરક પરીક્ષા, ગુજરાત બોર્ડે કરી જાહેરાત

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓ માટે પૂરક પરીક્ષાની તારીખો જાહેર કરવામાં આવી છે. બોર્ડની જાહેરાત મુજબ પૂરક પરીક્ષા 11 જૂનથી શરૂ થશે અને 20 જૂન સુધી યોજાશે. આ પરીક્ષા ખાસ કરીને એવા વિદ્યાર્થીઓ માટે મહત્વપૂર્ણ છે, જેઓ મુખ્ય પરીક્ષામાં અનુત્તીર્ણ થયા છે અથવા જે કોઈ કારણસર પરીક્ષા માટે પાત્ર હતા પરંતુ પરિણામ સંતોષકારક ન આવ્યું હોય.વિદ્યાર્થીઓને મળશે વધુ એક તક બોર્ડે સ્પષ્ટ કર્યું છે કે પૂરક પરીક્ષામાં માત્ર યોગ્ય ઉમેદવારો જ ભાગ લઈ શકશે. તેમાં ધોરણ 10 અને 12 બંનેના વિદ્યાર્થીઓનો સમાવેશ થાય છે. આ પરીક્ષાનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓને એક વધુ તક આપવાનો છે જેથી તેઓ પોતાનું શૈક્ષણિક વર્ષ ગુમાવ્યા વિના આગળના અભ્યાસમાં પ્રવેશ મેળવી શકે. પરીક્ષા કેન્દ્રોની ફાળવણી કરાશે શિક્ષણ બોર્ડના અધિકારીઓના જણાવ્યા મુજબ, પૂરક પરીક્ષા માટેની તમામ તૈયારીઓ પૂર્ણ કરવામાં આવી રહી છે. પરીક્ષા કેન્દ્રોની ફાળવણી, પ્રશ્નપત્રોની સુરક્ષા અને વ્યવસ્થાને લઈને ખાસ ધ્યાન આપવામાં આવી રહ્યું છે. વિદ્યાર્થીઓને સમયસર પ્રવેશપત્રો (એડમિટ કાર્ડ) આપવામાં આવશે અને પરીક્ષા નિયમિત રીતે શાંતિપૂર્ણ માહોલમાં યોજાય તે માટે જરૂરી પગલાં લેવામાં આવશે. વિદ્યાર્થીઓ તેમની કારકિર્દીમાં સરળતાથી આગળ વધશે બોર્ડે વિદ્યાર્થીઓને સલાહ આપી છે કે તેઓ પરીક્ષાની તારીખોને ધ્યાનમાં રાખીને યોગ્ય તૈયારી કરે અને કોઈપણ પ્રકારની અફવાઓથી દૂર રહે. સાથે જ વિદ્યાર્થીઓને સમયસર પરીક્ષા કેન્દ્ર પર પહોંચવા અને નિયમોનું પાલન કરવા પણ સૂચના આપવામાં આવી છે. શિક્ષણ ક્ષેત્રે આ પૂરક પરીક્ષા વિદ્યાર્થીઓ માટે એક મહત્વપૂર્ણ તક તરીકે જોવામાં આવે છે, કારણ કે તેમાં સફળતા મેળવવાથી તેઓ આગળના અભ્યાસ અથવા કારકિર્દીમાં સરળતાથી આગળ વધી શકે છે. બોર્ડે આશા વ્યક્ત કરી છે કે આ પરીક્ષા સુચારુ રીતે પૂર્ણ થશે અને વિદ્યાર્થીઓ તેનો પૂરતો લાભ લેશે. આ પણ વાંચો : Aravalliમાં અંગદઝાડતી ગરમી: મોડાસામાં પારો 44 ડિગ્રીને પાર, બપોરના સમયે રસ્તાઓ પર કર્ફ્યુ જેવો માહોલ

Read Full Story arrow_forward