android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
PM મોદીની ઈંધણ બચાવવાની અપીલ બાદ રાજ્યપાલ આચાર્ય દેવવ્રત પોતાના કાફલાનો નહીં કરે ઉપયોગ
calendar_today May 12, 2026

PM મોદીની ઈંધણ બચાવવાની અપીલ બાદ રાજ્યપાલ આચાર્ય દેવવ્રત પોતાના કાફલાનો નહીં કરે ઉપયોગ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશમાં ઈંધણ બચત અને પર્યાવરણ સંરક્ષણને પ્રોત્સાહન આપવા માટે નાગરિકોને ઈંધણનો સમજદારીપૂર્વક ઉપયોગ કરવાની અપીલ કરી છે. આ અભિયાનને વધુ મજબૂત બનાવતા રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે પણ એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે કે તેઓ હવે જાહેર પરિવહનનો ઉપયોગ કરશે.સામાન્ય નાગરિકોમાં જાગૃતિ લાવવાનો હેતુ રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે જાહેરાત કરી છે કે તેઓ સામાન્ય બસ અથવા ટ્રેન જેવી જાહેર પરિવહન સેવાઓમાં મુસાફરી કરશે અને પોતાના અધિકૃત કાફલાનો ન્યૂનતમ ઉપયોગ કરશે. આ નિર્ણયનો મુખ્ય હેતુ ઈંધણની બચત સાથે સામાન્ય નાગરિકોમાં જાગૃતિ લાવવાનો છે. રાજ્યપાલના આ પગલાને સામાજિક અને પર્યાવરણ સંરક્ષણ દૃષ્ટિએ મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યું છે. તેઓએ જણાવ્યું છે કે ઉચ્ચ પદ પર રહેલા લોકો જો સરળ જીવનશૈલી અપનાવે તો સમાજમાં સકારાત્મક સંદેશ જાય છે. પર્યાવરણ પ્રદૂષણમાં ઘટાડો થશે સાથે જ તેમણે તમામ યુનિવર્સિટીઓ અને શૈક્ષણિક સંસ્થાઓને પણ ઈંધણ બચત માટે ઈલેક્ટ્રિક વાહનોના ઉપયોગને પ્રોત્સાહન આપવા અપીલ કરી છે. તેમણે કહ્યું છે કે શૈક્ષણિક સંસ્થાઓમાં ઈ-વાહનોનો ઉપયોગ વધારવાથી પર્યાવરણ પ્રદૂષણમાં ઘટાડો થશે અને ભવિષ્યની પેઢી માટે સ્વચ્છ વાતાવરણ સર્જાશે. રાજ્યપાલે યુવાનોને પણ ઈંધણ બચત અભિયાનમાં જોડાવા માટે પ્રેરિત કર્યા છે. વાહનોનો અનાવશ્યક વપરાશ ટાળવા અપીલ આ પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ દેશવાસીઓને ઈંધણનો યોગ્ય ઉપયોગ કરવા અને અનાવશ્યક વપરાશ ટાળવા અપીલ કરી હતી. સરકાર સતત ઈ-મોબિલિટી અને સ્વચ્છ ઊર્જા પર ભાર મૂકી રહી છે. રાજ્યપાલના આ નિર્ણયને અનેક સ્તરે પ્રશંસા મળી રહી છે અને તેને એક ઉદાહરણરૂપ પગલું માનવામાં આવી રહ્યું છે, જે અન્ય ઉચ્ચ અધિકારીઓ માટે પણ પ્રેરણાદાયક બની શકે છે. આ પણ વાંચો : Education : 11થી 20 જૂન સુધી ધોરણ 10-12ની યોજાશે પૂરક પરીક્ષા, ગુજરાત બોર્ડે કરી જાહેરાત

Read Full Story arrow_forward
C.R.Patilની પ્રેરણાદાયી પહેલ: ઈંધણ બચાવવા માટે પાયલોટિંગ અને એસ્કોર્ટ ગાડીઓનો સ્વેચ્છાએ કર્યો ત્યાગ
calendar_today May 12, 2026

C.R.Patilની પ્રેરણાદાયી પહેલ: ઈંધણ બચાવવા માટે પાયલોટિંગ અને એસ્કોર્ટ ગાડીઓનો સ્વેચ્છાએ કર્યો ત્યાગ

વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા દેશવાસીઓને ઈંધણ બચાવવા અને કરકસર કરવા માટે કરવામાં આવેલી અપીલને માન આપીને કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર. પાટીલે એક ઐતિહાસિક નિર્ણય લીધો છે. તેમણે જાહેર કર્યું છે કે, વૈશ્વિક યુદ્ધની સ્થિતિ અને ક્રૂડ ઓઈલની કટોકટીને ધ્યાનમાં રાખીને તેઓ હવેથી કોઈપણ સરકારી કે ખાનગી કાર્યક્રમોમાં પાયલોટિંગ અથવા એસ્કોર્ટ કારનો ઉપયોગ કરશે નહીં. આ નિર્ણયનો અમલ તેમણે આજથી જ શરૂ કરી દીધો છે.રાષ્ટ્રહિતમાં પેટ્રોલ-ડીઝલની બચતનો મંત્ર સી.આર. પાટીલના આ નિર્ણય પાછળનો મુખ્ય ઉદ્દેશ્ય પેટ્રોલ અને ડીઝલની બચત કરી રાષ્ટ્રના અર્થતંત્રમાં યોગદાન આપવાનો છે. તેમણે જણાવ્યું હતું કે, જ્યારે વિશ્વ ક્રૂડ ઓઈલની અછતનો સામનો કરી રહ્યું હોય, ત્યારે એક જવાબદાર જનપ્રતિનિધિ તરીકે ઈંધણ બચાવવું એ આપણી નૈતિક ફરજ છે. એસ્કોર્ટ ગાડીઓનો કાફલો દૂર કરવાથી માત્ર ઈંધણની જ બચત નહીં થાય, પરંતુ સરકારી તિજોરી પરનું ભારણ પણ ઘટશે. અન્ય મંત્રીઓ અને રાજ્યો માટે પ્રેરણાદાયી પગલું કેન્દ્રીય મંત્રીની આ પહેલથી ભાજપ શાસિત રાજ્યોના મંત્રીમંડળો અને અન્ય ઉચ્ચ અધિકારીઓને પણ કરકસર માટે પ્રોત્સાહન મળશે. જે રીતે તેમણે ‘જળ શક્તિ’ અને ‘કેચ ધ રેઈન’ જેવા અભિયાનોને જન-આંદોલન બનાવ્યા છે, તેમ હવે ઈંધણ બચાવવાના સંદેશને પણ તેઓ જન-જન સુધી પહોંચાડવા માંગે છે. સામાન્ય નાગરિકોમાં પણ આ નિર્ણયથી સકારાત્મક સંદેશ ગયો છે કે જ્યારે નેતૃત્વ પોતે ત્યાગ કરે છે, ત્યારે જ સમાજમાં પરિવર્તન આવે છે. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
PM-KISAN યોજનાના નિયમોમાં ફેરફાર, આ તારીખ સુધીમાં e-KYCની પ્રક્રિયા પૂર્ણ કરવી જરૂરી
calendar_today May 12, 2026

PM-KISAN યોજનાના નિયમોમાં ફેરફાર, આ તારીખ સુધીમાં e-KYCની પ્રક્રિયા પૂર્ણ કરવી જરૂરી

પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ (PM-KISAN) યોજના હેઠળ લાભાર્થી ખેડૂતો માટે સરકાર દ્વારા મહત્વપૂર્ણ નિયમોમાં ફેરફાર કરવામાં આવ્યા છે. હવે આ યોજનાનો લાભ ચાલુ રાખવા માટે દર વર્ષે e-KYC કરાવવું ફરજિયાત બનાવવામાં આવ્યું છે. કૃષિ મંત્રાલય દ્વારા જાહેર કરાયેલા નવા નિયમો મુજબ તમામ લાભાર્થી ખેડૂતોએ 30 જૂન, 2026 સુધીમાં પોતાની e-KYC પ્રક્રિયા પૂર્ણ કરવી જરૂરી રહેશે, નહીં તો તેમની હપ્તાની રકમ અટકાવી શકાય છે.શું છે સરકારનો હેતુ? સરકારનું કહેવું છે કે આ નિર્ણયનો મુખ્ય હેતુ યોજનામાં પારદર્શિતા લાવવાનો અને ખોટા અથવા બિનઅધિકૃત લાભાર્થીઓને દૂર કરવાનો છે. અત્યાર સુધીમાં ઘણી જગ્યાએ ખોટી ઓળખ અને ડુપ્લિકેટ લાભાર્થીઓ અંગે ફરિયાદો સામે આવી હતી, જેને ધ્યાનમાં રાખીને આ પગલું લેવામાં આવ્યું છે. કેવી રીતે કરશો e-KYC? નવા નિયમ મુજબ e-KYC પ્રક્રિયા વધુ સરળ બનાવવામાં આવી છે. હવે ખેડૂતો બાયોમેટ્રિક અને ફેસ ઓથેન્ટિકેશન બંને માધ્યમથી પોતાની e-KYC પૂર્ણ કરી શકશે. આ માટે નજીકના કોમન સર્વિસ સેન્ટર (CSC) અથવા અધિકૃત કેન્દ્ર પર જઈને પ્રક્રિયા પૂર્ણ કરી શકાય છે. સાથે જ મોબાઇલ એપ અને ઓનલાઈન પોર્ટલ દ્વારા પણ e-KYC કરવાની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી છે. જો e-KYC ના કર્યું તો શું? અધિકારીઓએ જણાવ્યું છે કે જો કોઈ ખેડૂત નિર્ધારિત સમયમર્યાદામાં e-KYC પૂર્ણ નહીં કરે તો તેમની PM-KISANની આગામી હપ્તાની રકમ અટકાવી શકાય છે. તેથી તમામ લાભાર્થીઓને સમયસર પ્રક્રિયા પૂર્ણ કરવાની અપીલ કરવામાં આવી છે. સરકારનું કહેવું છે કે આ બદલાવથી યોજના વધુ પારદર્શક બનશે અને સાચા લાભાર્થીઓ સુધી સીધી નાણાકીય સહાય પહોંચશે. સાથે જ ભવિષ્યમાં યોજનાના અમલમાં ગેરરીતિઓની શક્યતાઓ પણ ઘટશે. ખેડૂતોને સલાહ આપવામાં આવી છે કે તેઓ કોઈપણ વિલંબ કર્યા વગર પોતાની e-KYC પ્રક્રિયા પૂર્ણ કરે જેથી યોજનાનો લાભ નિયમિત રીતે મળતો રહે. આ પણ વાંચો : Agriculture News : ચોમાસા પૂર્વે ખેડૂતોને બિયારણ, ખાતર અને જંતુનાશક દવાઓ ખરીદતી વખતે સાવચેતી રાખવા અનુરોધ

Read Full Story arrow_forward