android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
West Bengal News: મુખ્યમંત્રી Suvendu Adhikariની ઉગ્રવાદીઓ સામે લાલ આંખ, જાણો શુ કરી કાર્યવાહી?
calendar_today May 12, 2026

West Bengal News: મુખ્યમંત્રી Suvendu Adhikariની ઉગ્રવાદીઓ સામે લાલ આંખ, જાણો શુ કરી કાર્યવાહી?

ડીજીપી એસએન ગુપ્તા, એડીજી અજય રાનાડે અને કોલકાતા પોલીસ કમિશનર અજય નંદા જેવા અધિકારીઓ હાજર હતા. કડક કાર્યવાહીના આદેશ પશ્ચિમ બંગાળમાં સત્તા પરિવર્તન સાથે, સુવેન્દુ અધિકારીના નેતૃત્વ હેઠળની નવી ભાજપ સરકારે ઉગ્રવાદીઓ પર કડક કાર્યવાહી શરૂ કરી છે. આ પહેલના ભાગ રૂપે, મુખ્યમંત્રી અધિકારીએ પોલીસને નિર્દેશ આપ્યો છે કે ધાર્મિક સ્થળો પર લાઉડસ્પીકર તેમના પરિસરની બહાર ન ફેલાય. વધુમાં, ખાસ પ્રસંગો સિવાય, પ્રાર્થના અથવા અન્ય મેળાવડા માટે રસ્તાઓ અવરોધિત કરીને જનતાને ખલેલ પહોંચાડવી જોઈએ નહીં. શપથ લીધા પછી મુખ્યમંત્રીએ IPS અધિકારીઓ સાથેની તેમની પહેલી બેઠકમાં આ નિર્દેશો જારી કર્યા હતા. મૌલાનાઓના સુર બદલાયા રાજ્યમાં ટીએમસી સરકાર દરમિયાન નિયમિતપણે ધમકીઓ આપનારા મૌલાનાઓએ પોતાનો સ્વર બદલી નાખ્યો છે. ઇસ્લામિક નેતાઓએ આ નિર્ણયનું સ્વાગત કર્યું. નાખોદા મસ્જિદના ટ્રસ્ટી નાસિર ઇબ્રાહિમે કહ્યુ કે, અમે કાયદાનું પાલન કરનારા નાગરિકો છીએ. જો સરકાર ખાતરી કરે કે કોઈ ધાર્મિક કાર્યક્રમો રસ્તાઓ અવરોધિત ન કરે, તો અમે તેનું સમર્થન કરીએ છીએ. કાયદો દરેક સમુદાયને સમાન રીતે લાગુ થવો જોઈએ, ભેદભાવ વિના. કાયદો અને વ્યવસ્થા અંગેના અન્ય નિર્દેશો બેઠકની શરૂઆતમાં, મુખ્યમંત્રીએ ભવિષ્યની કાયદો અને વ્યવસ્થા યોજનાઓની રૂપરેખા આપી. તેમણે ગેરકાયદેસર શસ્ત્રોની વસૂલાત પર ભાર મૂક્યો અને ચૂંટણી પછીની હિંસા, ગુંડાગીરી અને ખંડણીના કેસોમાં FIR દાખલ કરવા અને ધરપકડ કરવા હાકલ કરી. સાંપ્રદાયિક હિંસા ભડકાવનારાઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવી, અને બિનજામીનપાત્ર કેસ નોંધવા સૂચનાઓ આપવામાં આવી. ભાજપે ચૂંટણી દરમિયાન કોલસા, રેતી અને પથ્થરની ગેરકાયદેસર દાણચોરીને મુખ્ય મુદ્દો બનાવ્યો હતો, તેથી પોલીસને શૂન્ય સહિષ્ણુતા જાળવવાનું કહેવામાં આવ્યું છે. ગાયની દાણચોરી રોકવા પર ભાર ગાયની દાણચોરી રોકવા પર પણ ભાર મૂકવામાં આવી રહ્યો છે. 14 વર્ષથી વધુ ઉંમરના પશુઓના પરિવહન માટે પશુચિકિત્સા અધિકારીની પરવાનગી જરૂરી રહેશે. ગેરકાયદેસર કતલખાનાઓ પર પ્રતિબંધ રહેશે. માર્ગ સલામતી પર પણ સૂચનાઓ આપવામાં આવી હતી. હેલ્મેટના ઉપયોગનો કડક અમલ ફરજિયાત કરવામાં આવ્યો હતો. મુખ્યમંત્રીની ગતિવિધિઓ દરમિયાન જનતાને બિનજરૂરી અસુવિધા ન થાય તે માટે, બિનજરૂરી રીતે હૂટર હોર્નનો ઉપયોગ કરવાની સલાહ આપવામાં આવી હતી. આ પણ વાંચોઃ સતત પેટ ખરાબ થવુ સામાન્ય સમસ્યા કે પછી બીમારીના સંકેત, જાણો શુ કહે છે તબીબો?

Read Full Story arrow_forward
Gandhinagar News: મગોડીમાં 15 કલાક સુધી કૂવામાં ફસાયેલો રહ્યો શ્રમિક, 4 કલાકના રેસ્ક્યુ બાદ જીવ બચ્યો
calendar_today May 12, 2026

Gandhinagar News: મગોડીમાં 15 કલાક સુધી કૂવામાં ફસાયેલો રહ્યો શ્રમિક, 4 કલાકના રેસ્ક્યુ બાદ જીવ બચ્યો

મૂળ સંતરામપુરનો એક શ્રમિક મગોડી ગામમાં મજૂરી કામ અર્થે આવ્યો હતો. મોડી રાત્રે અંધારાના કારણે આ શ્રમિકને રસ્તામાં રહેલો કૂવો દેખાયો ન હતો અને તે અચાનક ઊંડા કૂવામાં ખાબક્યો હતો. રાત્રિનો સમય હોવાથી તેની મદદ માટે કોઈ આવી શક્યું ન હતું. આ શ્રમિક સતત 15 કલાક સુધી કૂવામાં ભૂખ્યો અને તરસ્યો ફસાયેલો રહ્યો હતો. છેવટે સવારના સમયે તેનો અવાજ સંભળાતા સ્થાનિક લોકો અને ગામના સરપંચ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યા હતા.સદ્દભાવના ટ્રસ્ટ અને સ્થાનિકોનું સફળ રેસ્ક્યુ ઘટનાની જાણ થતા જ બચાવ કામગીરી શરૂ કરવામાં આવી હતી. સદ્દભાવના ટ્રસ્ટની ટીમ અને સ્થાનિકોની મદદથી ભારે જહેમત ઉઠાવવામાં આવી હતી. અંદાજે 4 કલાકની સતત મહેનત બાદ શ્રમિકને કૂવામાંથી સહી-સલામત બહાર કાઢવામાં આવ્યો હતો. કૂવો ઊંડો હોવાને કારણે રેસ્ક્યુ ઓપરેશનમાં ઘણી સાવચેતી રાખવામાં આવી હતી, જેથી શ્રમિકને વધુ ઈજા ન પહોંચે. ઈજાગ્રસ્ત શ્રમિકને સારવાર અર્થે ખસેડાયો કૂવામાં પટકાવાને કારણે શ્રમિકને કમર અને પગના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી છે. તેને તાત્કાલિક સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. 15 કલાક સુધી મોત સામે જંગ લડ્યા બાદ શ્રમિકનો જીવ બચી જતાં તેના પરિવાર અને ગ્રામજનોએ રાહતનો શ્વાસ લીધો છે. હાલમાં તેની હાલત સ્થિર હોવાનું જાણવા મળ્યું છે. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Navsariમાં એક બાઈક પર 6 સવારી! જોખમી મુસાફરીનો વીડિયો વાયરલ થતા ચકચાર
calendar_today May 12, 2026

Navsariમાં એક બાઈક પર 6 સવારી! જોખમી મુસાફરીનો વીડિયો વાયરલ થતા ચકચાર

નવસારી શહેરમાં રાત્રિના સમયે હાઈવે તરફથી શહેર તરફ આવી રહેલી એક બાઈક પર ટ્રાફિક નિયમોના સરેઆમ ભંગના દ્રશ્યો જોવા મળ્યા હતા. સામાન્ય રીતે બાઈક પર બે વ્યક્તિની મર્યાદા હોય છે, પરંતુ આ કિસ્સામાં એક જ બાઈક પર કુલ 6 લોકો સવાર હતા. રાત્રિના અંધારામાં આ પ્રકારે જોખમી રીતે સવારી કરીને આ યુવકો પોતાનો અને અન્ય વાહનચાલકોનો જીવ પણ જોખમમાં મૂકી રહ્યા હતા.રીક્ષા ચાલકે કેમેરામાં કેદ કર્યા દ્રશ્યો આ અજીબોગરીબ અને જોખમી દ્રશ્ય જોઈને પાછળથી આવી રહેલા એક રીક્ષા ચાલકે પોતાના મોબાઈલમાં આ આખી ઘટનાનો વીડિયો ઉતારી લીધો હતો. વીડિયોમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે કઈ રીતે એક નાની બાઈક પર છ લોકો એકબીજાને વળગીને બેઠા છે. રીક્ષા ચાલકે આ વીડિયો સોશિયલ મીડિયા પર શેર કરતા જ તે વાયરલ થયો હતો અને લોકો ટ્રાફિક પોલીસની કામગીરી સામે પણ સવાલો ઉઠાવી રહ્યા છે. સોશિયલ મીડિયા પર વીડિયો વાયરલ નવસારીના આ વાયરલ વીડિયોએ સોશિયલ મીડિયા પર હસી-મજાકની સાથે ગંભીર ચિંતા પણ જગાડી છે. એક તરફ લોકો તેને 'અજબ-ગજબ' કહી રહ્યા છે, તો બીજી તરફ જાગૃત નાગરિકો આવા તત્વો સામે કડક પોલીસ કાર્યવાહીની માંગ કરી રહ્યા છે. વારંવાર અકસ્માતની ઘટનાઓ બનતી હોવા છતાં, આવી બેદરકારી દાખવતા લોકો સામે તંત્ર શું પગલાં લેશે તે જોવું રહ્યું. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward