android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Ahmedabad રામોલ પોલીસે આંતરરાજ્ય ડ્રગ્સ કાર્ટેલ ભાંગ્યું, રૂ.25.30 લાખના MD ડ્રગ્સ સાથે ઉજ્જૈનનો સપ્લાયર ઝબ્બે
calendar_today September 10, 2026

Ahmedabad રામોલ પોલીસે આંતરરાજ્ય ડ્રગ્સ કાર્ટેલ ભાંગ્યું, રૂ.25.30 લાખના MD ડ્રગ્સ સાથે ઉજ્જૈનનો સપ્લાયર ઝબ્બે

અમદાવાદના રામોલ વિસ્તારમાંથી પોલીસે આંતરરાજ્ય ડ્રગ્સ નેટવર્કનો પર્દાફાશ કરીને મોટી સફળતા મેળવી છે. પોલીસે ઉજ્જૈનના સપ્લાયર રિઝવાન મન્સૂરીને રૂ. 25.30 લાખની કિંમતના 843 ગ્રામ એમડી (MD) ડ્રગ્સના જથ્થા સાથે દબોચી લીધો હતો. ઈન્દોરથી ખાનગી બસ મારફતે અમદાવાદ આવેલા આ ખેપિયાને રામોલ પોલીસે ચોક્કસ બાતમીના આધારે ફિલ્મી ઢબે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.6 હજાર રૂપિયા અને નશાની લતમાં વટવાના રિયાઝને આપવાનો હતો જથ્થોપોલીસ તપાસમાં ચોંકાવનારી વિગતો સામે આવી છે. મૂળ ગેરેજમાં કામ કરતો રિઝવાન માત્ર 6,000 રૂપિયાનું કમિશન અને પોતાના નશાની લત સંતોષવા માટે ડ્રગ્સની હેરાફેરી કરતો હતો. આ અગાઉ પણ તે 900 ગ્રામ ડ્રગ્સ અમદાવાદમાં ઘુસાડી ચૂક્યો હોવાનો ખુલાસો થયો છે. આ વખતે ઈન્દોરથી લાવવામાં આવેલો આ મોટો જથ્થો વટવાના પેડલર રિયાઝ અલીને પહોંચાડવાનો હતો, પરંતુ તે પહેલાં જ પોલીસના હાથે ઝડપાઈ ગયો હતો.સિમકાર્ડ વગર ‘જાંગી’ એપથી ચાલતું ડ્રગ્સ નેટવર્ક, પોલીસ તપાસ તેજઆ રેકેટની સૌથી ચોંકાવનારી બાબત એ સામે આવી છે કે ડ્રગ્સ પેડલર્સ પકડાવાના ડરથી કોઈ સિમકાર્ડનો ઉપયોગ કરતા નહોતા. તેના બદલે તેઓ ‘જાંગી’ (Zangi) નામની એપ્લિકેશન પર ઓનલાઈન આઈડી બનાવીને ડ્રગ્સનું આખું નેટવર્ક ઓપરેટ કરતા હતા. પોલીસે હાલમાં ડિજિટલ ડેટા મેળવીને આ ડ્રગ્સ રેકેટ સાથે જોડાયેલા અન્ય ફરાર આરોપીઓ અને મુખ્ય સૂત્રધારોને ઝડપી પાડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે.આ પણ વાંચો : Dahodમાં સોલાર પેનલના નામે રૂ.19.94 લાખની ઓનલાઈન ઠગાઈ, સાયબર પોલીસે ફરીદાબાદથી આરોપીને દબોચ્યો

Read Full Story arrow_forward
Rajkot : વિંછીયામાં ચોંકાવનારો બનાવ, પતિ ઘરે ન હતો અને અચાનક આવી ચઢ્યો વ્યાજખોર, મહિલાની ફરિયાદથી ખળભળાટ
calendar_today September 10, 2026

Rajkot : વિંછીયામાં ચોંકાવનારો બનાવ, પતિ ઘરે ન હતો અને અચાનક આવી ચઢ્યો વ્યાજખોર, મહિલાની ફરિયાદથી ખળભળાટ

રાજકોટ જિલ્લાના વિંછીયા તાલુકામાં વ્યાજખોરી સાથે જોડાયેલો દુષ્કર્મનો ગંભીર કિસ્સો સામે આવ્યો છે. ફરિયાદ મુજબ મહિલાના પતિએ પુત્રના લગ્ન માટે 10 ટકા વ્યાજે રૂ.1.50 લાખ લીધા હતા. આ રકમ સામે આશરે રૂ.2 લાખ ચૂકવી દીધા હોવા છતાં આરોપી દ્વારા વધુ નાણાંની ઉઘરાણી કરવામાં આવતી હોવાનો આક્ષેપ છે.પ્રૌઢ ઘરે નહોતા, ત્યારે આરોપી પહોંચી ગયોફરિયાદ મુજબ, મહિલાના પતિ ઘરે હાજર ન હતા તે દરમિયાન આરોપી રમેશ ઠાકરશી પંચાળા તેમના ઘરે પહોંચ્યો હતો. આ સમયે આરોપીએ મહિલાને ડરાવી-ધમકાવી તેની સાથે બળજબરીપૂર્વક શારીરિક સંબંધ બાંધ્યો હોવાનો ગંભીર આક્ષેપ કરવામાં આવ્યો છે. ઘટનાની જાણ થતાં વિંછીયા પંથકમાં ચકચાર મચી ગઈ હતી.રૂ.1.50 લાખના દેવા બાદ પણ ઉઘરાણીનો આક્ષેપમહિલાની ફરિયાદ મુજબ, પરિવાર દ્વારા લીધેલી રકમ સામે રૂ.2 લાખ જેટલી રકમ ચૂકવી દેવામાં આવી હતી. તેમ છતાં આરોપી વધુ નાણાંની માગણી કરતો હોવાનો આરોપ છે. આર્થિક દબાણ વચ્ચે બનેલી આ ઘટનાએ સમગ્ર મામલાને વધુ ગંભીર બનાવી દીધો છે.દુષ્કર્મ અને મની લેન્ડ એક્ટ હેઠળ ગુનોમહિલાની ફરિયાદના આધારે વિંછીયા પોલીસે આરોપી રમેશ ઠાકરશી પંચાળા વિરુદ્ધ દુષ્કર્મ અને મની લેન્ડ એક્ટ સહિતની કલમો હેઠળ ગુનો નોંધ્યો છે. પોલીસે આરોપીની ધરપકડ કરી સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે. હવે પોલીસ તપાસમાં વ્યાજખોરીની ઉઘરાણી, મહિલાના આક્ષેપો અને સમગ્ર ઘટનાની હકીકત અંગે વધુ વિગતો સામે આવવાની શક્યતા છે. આ પણ વાંચો :   Statue of Unityમાં રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર યોજાતા ઉદ્ધવ ઠાકરેને લાગ્યું મરચું, એક નિવેદનથી રાજકારણ ગરમાયું

Read Full Story arrow_forward
Gujarat Assembly: પશુ આહારમાં ભેળસેળ કરનારા સામે થશે કડક કાર્યવાહી, જાણો નવા બિલમાં શું છે જોગવાઈ?
calendar_today September 10, 2026

Gujarat Assembly: પશુ આહારમાં ભેળસેળ કરનારા સામે થશે કડક કાર્યવાહી, જાણો નવા બિલમાં શું છે જોગવાઈ?

ગુજરાતમાં પશુપાલકોના હિત અને પશુઓના આરોગ્યની સુરક્ષાને ધ્યાનમાં રાખીને વિધાનસભા ગૃહમાં ‘ગુજરાત પશુધન આહાર, મરઘા ચણ અને ખનિજ મિશ્રણ વિધેયક’ રજૂ કરવામાં આવ્યું છે. મંત્રી જીતુ વાઘાણી દ્વારા ગૃહમાં રજૂ કરવામાં આવેલા આ વિધેયકનો મુખ્ય ઉદ્દેશ્ય રાજ્યના પશુઓને શુદ્ધ, ગુણવત્તાયુક્ત અને પોષક આહાર મળી રહે તે સુનિશ્ચિત કરવાનો છે. હવેથી પશુ આહારમાં ભેળસેળ કે મિસ બ્રાન્ડિંગ કરનારા તત્વો સામે કાનૂની શિકંજો કસાશે.7 સભ્યોની નિષ્ણાત કમિટીની રચનાનવા કાયદાના અમલીકરણ અને ગુણવત્તાના ધોરણો નક્કી કરવા માટે પશુપાલન વિભાગના એડિશનલ ચીફ સેક્રેટરી (ACS) ની અધ્યક્ષતામાં 7 સભ્યોની એક ઉચ્ચ સ્તરીય નિષ્ણાત કમિટીની રચના કરવામાં આવશે. આ ઉપરાંત, પશુ આહારનું વેચાણ કે ઉત્પાદન કરવા માટે પ્રાદેશિક સંયુક્ત પશુપાલન અધિકારી લાયસન્સ આપવા માટે માન્ય સત્તાધિકારી તરીકે ગણાશે.ભ્રામક જાહેરાત અને મિસ બ્રાન્ડિંગ પર દંડપશુ આહાર વેચતી કંપનીઓ કે વેપારીઓ દ્વારા કરવામાં આવતી ભ્રામક જાહેરાતો અને મિસ બ્રાન્ડિંગ સામે કડક જોગવાઈઓ કરવામાં આવી છે. નિયમોનું ઉલ્લંઘન કરનારને રૂ. 5,00,000 નો દંડ કરવામાં આવશે. આ સાથે જ જવાબદાર ઉત્પાદક કે વેપારીનું લાયસન્સ 3 વર્ષ સુધી સસ્પેન્ડ કરવાની પણ કાયદામાં સ્પષ્ટ જોગવાઈ રાખવામાં આવી છે.પશુના મોત પર 7 વર્ષ સુધીની જેલ અને 10 લાખ દંડઆ કાયદામાં પશુઓના જીવની સુરક્ષા માટે અત્યંત સખત સજાની જોગવાઈઓ છે. જો ભેળસેળયુક્ત કે ઝેરી આહાર ખાવાથી કોઈ પશુનું મોત થશે, તો દોષિત સામે કડક પગલાં ભરીને 7 વર્ષ સુધીની કેદની સજા અને રૂ. 10,00,000 સુધીનો ભારે દંડ ફટકારવામાં આવશે.આ પણ વાંચો: Gujarat Assembly session Live: વંદે માતરમ વિવાદ પર તુષાર ચૌધરીનું નિવેદન, ઇમરાન ખેડાવાલાએ દિલગીરી વ્યક્ત કરી

Read Full Story arrow_forward