android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Ahmedabad : એકા ક્લબના રૂ.20 કરોડના ટેક્સથી લઈને રોડ કોન્ટ્રાક્ટર સુધી, મનપાની સ્ટેન્ડિંગ કમિટીના 5 મોટા નિર્ણયો
calendar_today September 10, 2026

Ahmedabad : એકા ક્લબના રૂ.20 કરોડના ટેક્સથી લઈને રોડ કોન્ટ્રાક્ટર સુધી, મનપાની સ્ટેન્ડિંગ કમિટીના 5 મોટા નિર્ણયો

અમદાવાદ મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં એકા ક્લબના બાકી ટેક્સથી લઈને રોડની કામગીરી, ફટાકડા વેચાણ, AMTSના ભાડા અને રોડ પર ઉભા રહેતા શાકભાજીના ફેરિયાઓને લઈને મહત્વના નિર્ણયો લેવામાં આવ્યા છે. ખાસ કરીને રૂ.20 કરોડના ટેક્સ વિવાદમાં મનપાની લીગલ ટીમની બેદરકારી સામે સવાલો ઉઠ્યા છે.એકા ક્લબના રૂ.20 કરોડના ટેક્સ મામલે મનપા ભીંસમાંએકા ક્લબને શૈક્ષણિકના બદલે કોમર્શિયલ ટેક્સ ભરવા અંગે મનપાએ વર્ષ 2019માં નોટિસ આપી હતી. જોકે, કોર્ટની કાર્યવાહી દરમિયાન મનપા જરૂરી દસ્તાવેજો રજૂ કરી શક્યું નહોતું. કોર્ટ દ્વારા નોટિસની નકલ માંગવામાં આવી હતી, પરંતુ મનપા તે પણ રજૂ કરી શક્યું ન હતું. આ સ્થિતિને કારણે કોર્ટ દ્વારા કાર્યવાહી પર સ્ટે આપવામાં આવ્યો હતો. હવે મનપાએ તમામ જરૂરી દસ્તાવેજી પુરાવા એકત્ર કર્યા છે અને આગામી મુદતમાં કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવશે. આ મામલે લીગલ ટીમના અધિકારીઓની બેદરકારીને કારણે મનપાને નુકસાન થયું હોવાના સવાલો ઉઠ્યા છે.ફટાકડા વેચનારને દિવાળી પહેલાં મોટી રાહતદિવાળી દરમિયાન ખુલ્લા પ્લોટમાં ફટાકડા વેચનારા વેપારીઓ માટે પણ મહત્વનો નિર્ણય લેવાયો છે. ખુલ્લા પ્લોટમાં ફટાકડા વેચાણ માટે BU પરમિશનની જરૂરિયાત નહીં રહે, પરંતુ ફાયર NOC ફરજિયાત રહેશે. આ અંગે ફાયર વિભાગ અને મ્યુનિસિપલ કમિશનરને જાણ કરવામાં આવી છે.5 રોડ અધૂરા છોડ્યા, હવે કોન્ટ્રાક્ટરને બ્લેકલિસ્ટ કરવા સૂચનાશ્રીજી ઇન્ફ્રાને મનપાએ અલગ-અલગ સ્થળે 5 રોડના કામ સોંપ્યા હતા. પરંતુ કામ અધૂરું છોડવામાં આવ્યું હોવાના આક્ષેપો છે. અગાઉ નોટિસ આપવામાં આવી હોવા છતાં જવાબ ન મળતા હવે કંપનીને બ્લેકલિસ્ટ કરવા સૂચના આપવામાં આવી છે.લગ્ન માટે AMTS ભાડે લેવાનું હવે સસ્તું બનશે?લગ્ન સહિતના પ્રસંગો માટે AMTS બસ ભાડે લેવા માટે હાલ આવવા-જવા માટે રૂ.8,000 સુધીનો ખર્ચ થતો હોવાના કારણે લોકોને પૂરતો લાભ મળતો ન હતો. હવે ગરીબ અને મધ્યમવર્ગના લોકો પણ તેનો લાભ લઈ શકે તે માટે ભાડામાં ઘટાડો કરવાની તૈયારી છે. નવી પોલિસી બનાવી નવા ભાડા નક્કી કરવામાં આવશે.રોડ પરના શાકભાજીના ફેરિયાઓ માટે પણ મોટો નિર્ણયશાક માર્કેટ બનાવવામાં આવ્યા બાદ થડા ફાળવવામાં આવ્યા હોવા છતાં કેટલાક ફેરિયાઓ રોડ પર જ ઊભા રહેતા હોવાના મુદ્દે મનપાએ કડક નિર્ણય લીધો છે. હવે થડા ધરાવતા શાકભાજી વેચનારને ફરજિયાત શાક માર્કેટમાં ખસેડવામાં આવશે અને રોડ પરના ગેરકાયદે ફેરિયાઓ સામે કાર્યવાહી કરવામાં આવશે. એક તરફ ટેક્સ વસૂલાતમાં થયેલી બેદરકારી સામે મનપા દસ્તાવેજો સાથે કોર્ટમાં જવાની તૈયારી કરી રહી છે, તો બીજી તરફ શહેરના રોડ, ટ્રાફિક અને વેપાર વ્યવસ્થાને લઈને પણ કડક વલણ અપનાવવામાં આવ્યું છે.   આ પણ વાંચો  :    Statue of Unityમાં રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર યોજાતા ઉદ્ધવ ઠાકરેને લાગ્યું મરચું, એક નિવેદનથી રાજકારણ ગરમાયું

Read Full Story arrow_forward
Amreliમાં મેઘમહેર: ખાંભા ગીર અને સાવરકુંડલા પંથકમાં ધોધમાર વરસાદ
calendar_today September 10, 2026

Amreliમાં મેઘમહેર: ખાંભા ગીર અને સાવરકુંડલા પંથકમાં ધોધમાર વરસાદ

અમરેલી જિલ્લાના ખાંભા ગીર પંથકના ગ્રામ્ય વિસ્તારોમાં બપોર બાદ હવામાનમાં પલટો આવ્યો હતો અને ધોધમાર વરસાદ વરસ્યો હતો. ખાંભાના ઇંગોરાળા, અનિડા, કોટડા અને મોટા સમઢીયાળા સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં મુસળધાર વરસાદ પડતાં ખેતરોના વોકળાઓ છલકાઈ ગયા હતા. આ ભારે વરસાદને કારણે અનિડા ગામની સ્થાનિક નદીમાં નવા નીરની આવક થઈ હતી, જેનાથી સમગ્ર પંથકમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી.સાવરકુંડલા પંથકમાં પણ મેઘાની ધમાકેદાર એન્ટ્રી ખાંભા ગીર બાદ સાવરકુંડલા પંથકમાં પણ મેઘરાજા મહેરબાન થયા હતા. સાવરકુંડલાના ગ્રામ્ય વિસ્તાર એવા શેલણા પાર્ટી, મોટા ભમોદરા, મેકડા અને બોરાળા સહિતના ગામોમાં બપોર પછી મુસળધાર વરસાદ વરસ્યો હતો. અમરેલી જિલ્લાના એકથી વધુ તાલુકાઓમાં એકસાથે વરસાદી માહોલ જામતાં સમગ્ર વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી અને ચોમાસુ માહોલ વધુ ગાઢ બન્યો હતો.મુરઝાતી મોલાતને મળ્યું નવું જીવનદાનઅમરેલી જિલ્લામાં લાંબા સમયથી ખેડૂતો વરસાદની કાગડોળે રાહ જોઈ રહ્યા હતા. આ સાર્વત્રિક વરસાદથી કપાસ, મગફળી, સોયાબીન અને ડુંગળી સહિતના પાકને મોટો ફાયદો થયો છે. સુકાઈ રહેલા પાકને આ વરસાદથી નવું જીવનદાન મળતાં ખેડૂતોના ચહેરા પર ખુશીની લહેર ફરી વળી છે. ખાંભા અને સાવરકુંડલામાં થયેલી આ મેઘમહેરથી સમગ્ર જિલ્લાના ખેડૂતોમાં સારા ઉત્પાદનની નવી આશા જાગી છે.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Gujarat Assembly: પશુ આહાર બીલ સર્વાનુમતે પસાર, અધ્યક્ષ શંકર ચૌધરીએ રચ્યો ઇતિહાસ
calendar_today September 10, 2026

Gujarat Assembly: પશુ આહાર બીલ સર્વાનુમતે પસાર, અધ્યક્ષ શંકર ચૌધરીએ રચ્યો ઇતિહાસ

ગુજરાત વિધાનસભા ગૃહમાં રજૂ કરવામાં આવેલું ‘ગુજરાત પશુધન આહાર, મરઘા ચણ અને ખનિજ મિશ્રણ વિધેયક’ સર્વાનુમતે પસાર થઈ ગયું છે. રાજ્યમાં પશુ આહારની ગુણવત્તા જાળવવા અને વેચાણ પર કાયદેસરનું નિયંત્રણ લાવવા માટેના આ બીલને વિપક્ષ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી બંનેનું પૂર્ણ સમર્થન મળ્યું હતું.ગુજરાત વિધાનસભાના ઇતિહાસમાં પ્રથમ ઘટનાઆ બીલની ચર્ચા દરમિયાન ગુજરાત વિધાનસભાના ઇતિહાસમાં પ્રથમવાર એવી ઘટના બની જ્યાં પોતે પીઠાસીન અધ્યક્ષ શંકર ચૌધરીએ ચર્ચામાં સક્રિય ભાગ લીધો હતો. પોતે પશુપાલન ક્ષેત્ર સાથે સીધા જોડાયેલા હોવાના કારણે તેમણે આ વિધેયક પર પોતાની વાત મૂકી હતી અને આવું ઉત્કૃષ્ટ બીલ લાવવા બદલ મુખ્યમંત્રીનો આભાર માન્યો હતો.લાઇટ મારતા જ ખબર પડશે ભેળસેળગૃહમાં વક્તવ્ય આપતા અધ્યક્ષ શંકર ચૌધરીએ દાવો કર્યો હતો કે, રાજ્યના યુવાનો દ્વારા એક વિશેષ મશીનનું સ્ટાર્ટઅપ કરવામાં આવ્યું છે. આ મશીનની મદદથી દૂધ, તેલ કે અન્ય ખાદ્ય ચીજોમાં કયા પ્રકારની ભેળસેળ કે વિટામિન છે તે માત્ર મશીનની લાઇટ મારતા જ તાત્કાલિક જાણી શકાશે. અત્યાર સુધી આવા કામ માટે વિદેશી કંપનીઓના કરોડો રૂપિયાના મશીનો આવતા હતા, પરંતુ સ્થાનિક યુવાનોએ બનાવેલા આ મશીનની કિંમત માત્ર રૂ. 40,000 ની આસપાસ હશે.ભવિષ્યમાં ખાદ્ય સુરક્ષા વધશેઆ નવા કાયદા અને ટેકનોલોજીના ઉપયોગથી આગામી દિવસોમાં ગુજરાતમાં દૂધ, તેલ કે અન્ય ખોરાકમાં રહેલા ઘટકો અને ગુણવત્તાની તપાસ અત્યંત સરળ બની જશે. તેનાથી પશુપાલકો અને સામાન્ય નાગરિકો બંનેને ભેળસેળયુક્ત ખાદ્ય સામગ્રીમાંથી મોટી રાહત મળશે.આ પણ વાંચો: Gujarat Assembly: પશુ આહારમાં ભેળસેળ કરનારા સામે થશે કડક કાર્યવાહી, 7 વર્ષ સુધીની જેલની જોગવાઈ

Read Full Story arrow_forward