android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Aravalli News: મોડાસામાં રોકડિયા હનુમાનજીનું વર્ષો જૂના મંદિરનું ડિમોલિશન, મોડી રાત્રે લોકોએ હોબાળો કર્યો
calendar_today May 12, 2026

Aravalli News: મોડાસામાં રોકડિયા હનુમાનજીનું વર્ષો જૂના મંદિરનું ડિમોલિશન, મોડી રાત્રે લોકોએ હોબાળો કર્યો

ગુજરાતમાં અનેક વિસ્તારોમાં ગેરકાયદે બાંધકામો તોડવામાં આવી રહ્યાં છે. કેટલીક જગ્યાએ કરાયેલા ગેરકાયદે ધાર્મિક બાંધકામો પર પણ બુલડોઝર ફેરવી દેવાયું છે. ત્યારે અરવલ્લી જિલ્લાના મોડાસામાં ધાર્મિક સ્થળનું ડિમોલિશન કરવામાં આવ્યું છે. રોકડિયા હનુમાન મંદિર તોડવા મુદ્દે હોબાળો થયો હતો. મોડી રાત્રે મંદિર ખાતે સંગઠનનું ટોળુ એકઠું થયું હતું. પોલીસે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચીને મામલો થાળે પાડ્યો હતો. અરવલ્લીમાં રોકડિયા હનુમાનજીનું મંદિર તોડવા મુદ્દે હોબાળો અરવલ્લીના મોડાસામાં માલપુર ચાર રસ્તા પર રોકડિયા હનુમાનજીનું મંદિર તોડવા મુદ્દે ગઈકાલે મોડી રાત્રે હોબાળો મચી જવા પામ્યો હતો. મોડી રાત્રે સંગઠનોનું ટોળુ મંદિર ખાતે એકઠું થયું હતું. વર્ષો જૂનુ મંદિર તોડવામાં આવતા લોકોમાં રોષ ફેલાયો હતો. બીજી તરફ ટોળુ વિખેરવા માટે મોડાસા ટાઉન પોલીસનો સહિતનો કાફલો ગોઠવી દેવામાં આવ્યો હતો. પોલીસ બંદોબસ્ત વચ્ચે રોકડિયા હનુમાનજીના મંદિરનું ડિમોલિશન કરવામાં આવ્યું હતું. સુપ્રીમ કોર્ટની ગાઈડ લાઇન મુજબ કાર્યવાહી : DySP આ અંગે DySP જે ડી વાઘેલાએ કહ્યું હતું કે, રોકડિયા હનુમાન મંદિરનું જે ધાર્મિક દબાણ છે તે અંગે સુપ્રીમ કોર્ટની ગાઈડલાઈન મુજબ કાર્યવાહી કરવામાં આવી છે. જનતા સાથે સમજાવટ કરીને કામગીરી કરવામાં આવી છે. બીજી તરફ વર્ષો જૂના મંદિરમાં લોકોની અતૂટ શ્રદ્ધા હોવાથી લોકો રોષે ભરાયા હતાં. તંત્ર દ્વારા તોડવામાં આવેલા આ મંદિરને લઈને લોકોમાં આક્રોશ જોવા મળ્યો હતો. આ પણ વાંચોઃ Dwarka News: દુધિયા ગામે રસ્તાના ડખ્ખામાં યુવકની હત્યા, કુટુંબીજનોએ કુહાડી અને પાઇપ વડે કર્યો હુમલો

Read Full Story arrow_forward
Junagadh: વિસાવદરમાં 75 લાખનું ક્રિપ્ટો કરન્સી કૌભાંડ, રિવોલ્વર બતાવી ફરિયાદીને ધમકાવ્યો
calendar_today May 12, 2026

Junagadh: વિસાવદરમાં 75 લાખનું ક્રિપ્ટો કરન્સી કૌભાંડ, રિવોલ્વર બતાવી ફરિયાદીને ધમકાવ્યો

જૂનાગઢ જિલ્લામાં ઊંચા વળતરની લાલચે છેતરપિંડીના કિસ્સાઓ સતત વધી રહ્યા છે. વિસાવદર પંથકમાં USDT (ક્રિપ્ટો કરન્સી) માં રોકાણના બહાને એક વ્યક્તિ પાસેથી 75 લાખ પડાવી લેવાની અને ત્યારબાદ હથિયાર બતાવી ધમકાવવાની ગંભીર ઘટના સામે આવતા ચકચાર મચી ગઈ છે.ઠગાઈની મોડસ ઓપરેન્ડીફરિયાદીના જણાવ્યા અનુસાર, ગઠિયાઓએ તેમને USDT રોકાણમાં ખૂબ જ ટૂંકા ગાળામાં ઊંચું વળતર મેળવવાની લાલચ આપી હતી. વિશ્વાસમાં લઈને આરોપીઓએ ફરિયાદી પાસેથી ટુકડે-ટુકડે ₹75 લાખ જેટલી રકમ પડાવી લીધી હતી. જ્યારે ફરિયાદીએ પોતાના નાણાં અથવા વળતરની માંગણી કરી ત્યારે આરોપીઓએ પોતાનો અસલી ચહેરો બતાવ્યો હતો.રિવોલ્વર બતાવી ધમકીઆ મામલે નોંધાયેલી ફરિયાદ મુજબ, આરોપીઓએ વિસાવદર વિસ્તારમાં ફરિયાદીને આંતરી રિવોલ્વર બતાવી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. એટલું જ નહીં, આરોપીઓએ બળજબરીથી ફરિયાદી પાસે અગાઉ થયેલા નાણાકીય વ્યવહારના લખાણો પણ રદ કરાવી દીધા હતા. ફરિયાદીને ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકી આપી ગઠિયાઓ નાસી છૂટ્યા હતા.આ પણ વાંચો: PM Modi Foreign Visit : 5 દેશના પ્રવાસ પર જશે વડાપ્રધાન મોદી, ઊર્જા સુરક્ષા અને FTA પર રહેશે ફોકસ

Read Full Story arrow_forward
Sabarrkantha: રસુલપુર પાસે નેશનલ હાઈવે 48 પર ચાલુ કારમાં ભીષણ આગ, કાર બળીને ખાખ થઈ
calendar_today May 12, 2026

Sabarrkantha: રસુલપુર પાસે નેશનલ હાઈવે 48 પર ચાલુ કારમાં ભીષણ આગ, કાર બળીને ખાખ થઈ

ઉદેપુર-અમદાવાદને જોડતા નેશનલ હાઈવે 48 પર આજે એક ચાલુ કારમાં અચાનક આગ ફાટી નીકળવાની ઘટના બની છે. સાબરકાંઠાના પ્રાંતિજ તાલુકાના રસુલપુર ગામ પાસે બનેલી આ ઘટનામાં જોતજોતામાં આખી કાર આગની લપેટમાં આવી ગઈ હતી અને બળીને ખાખ થઈ ગઈ હતી.કાર ચાલકનો આબાદ બચાવમળતી માહિતી મુજબ, કાર જ્યારે હાઇવે પરથી પસાર થઈ રહી હતી ત્યારે અચાનક એન્જિનના ભાગમાંથી ધુમાડો નીકળવાનું શરૂ થયું હતું. કાર ચાલકે સમયસૂચકતા વાપરી તુરંત જ કારને હાઇવેની સાઈડમાં ઉભી રાખી દીધી હતી અને પોતે બહાર નીકળી ગયો હતો. ચાલકની આ ત્વરિત નિર્ણયશક્તિને કારણે તેનો જીવ બચી ગયો હતો. જો કે, થોડી જ ક્ષણોમાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લેતા આખી કાર અગનગોળો બની ગઈ હતી.ફાયર બ્રિગેડની કામગીરીઆગની જાણ થતા જ હાઇવે પરથી પસાર થતા અન્ય વાહનચાલકો અટકી ગયા હતા અને તાત્કાલિક ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી. પ્રાંતિજ ફાયર બ્રિગેડની ટીમે ઘટનાસ્થળે પહોંચી પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવ્યો હતો.આ પણ વાંચો: Junagadh: વિસાવદરમાં 75 લાખનું ક્રિપ્ટો કરન્સી કૌભાંડ, રિવોલ્વર બતાવી ફરિયાદીને ધમકાવ્યો

Read Full Story arrow_forward