android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Gujarat Weather News: રાજ્યના 12 જિલ્લામાં હીટવેવની આગાહી, તાપમાનનો પારો 45 ડિગ્રીએ પહોંચશે
calendar_today May 12, 2026

Gujarat Weather News: રાજ્યના 12 જિલ્લામાં હીટવેવની આગાહી, તાપમાનનો પારો 45 ડિગ્રીએ પહોંચશે

ગુજરાતમાં આજે હીટવેવની આગાહી કરવામાં આવી છે. આગામી ત્રણેક દિવસ સુધી રાજ્યમાં ગરમીનું પ્રમાણ વધશે. રાજ્યમાં 41થી 45 ડિગ્રી સુધી તાપમાન રહેશે. પશ્ચિમી પવનો ફૂંકાતા રાજ્યમાં હીટવેવની અસર વર્તાશે.હવામાન વિભાગની આગાહી પ્રમાણે પશ્ચિમી પવનો ફૂંકાતા ગરમીની અસર વધશે.સમગ્ર રાજ્યમાં સુકું હવામાન પ્રવતી રહ્યું છે અને આગામી ચાર દિવસ સુધી કાળઝાળ ગરમીમાંથી મુક્તિ મળવાના કોઈ સંકેત નથી. કચ્છ અને સુરેન્દ્રનગરમાં આજે ઓરેન્જ એલર્ટ રાજ્યમાં ગરમીના આંકડા જોઈએ તો,કચ્છ અને સુરેન્દ્રનગરમાં આજે ઓરેન્જ એલર્ટ અપાયું છે.બનાસકાંઠા, પાટણ, અમદાવાદ, ગાંધીનગર, વડોદરા, સુરત, આણંદ અને અમરેલી, બોટાદ,રાજકોટ,દ્વારકામાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. ગઈકાલે સુરેન્દ્રનગરમાં 45.5, કંડલામાં 45.4, અમદાવાદ, ગાંધીનગર,અમરેલી 44.3, ડીસામાં 43.5, વડોદરામાં 43.6, રાજકોટમાં 43.3, ભાવનગરમાં 41.9, કેશોદમાં 41.4,સુરતમાં 42.2,ભુજમાં 42 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને સાયક્લોનિક સકર્યુલેશનની અસર આગામી બે દિવસ અમદાવાદ,ગાંધીનગર, બનાસકાંઠા, પાટણ, આણંદ, સુરત અને વડોદરામાં હીટવેવની સ્થિતિ યથાવત રહેશે. રાજકોટ, અમરેલી, દ્વારકા અને બોટાદમાં પણ ગરમી રહેશે. અમદાવાદમાં તાપમાન 45 ડિગ્રી થવાની વકી છે. અમદાવાદમાં ઉનાળો આકરો બન્યો છે.જ્યાં મહત્તમ તાપમાન 44.3 ડિગ્રી નોંધાયું છે. જે સામાન્ય કરતા 2.7 ડિગ્રી વધારે છે.રાત્રિના સમયે પણ લઘુત્તમ તાપમાન 30 ડિગ્રી નોંધાયું છે.હાલમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને સાયક્લોનિક સકર્યુલેશનની અસરને કારણે વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે.આ પણ વાંચોઃ Dwarka News: દુધિયા ગામે રસ્તાના ડખ્ખામાં યુવકની હત્યા, કુટુંબીજનોએ કુહાડી અને પાઇપ વડે કર્યો હુમલો

Read Full Story arrow_forward
Rain Alert: દિલ્હી-હરિયાણા સહિત આ રાજ્યોમાં આંધી-તોફાન, રાજસ્થાનમાં ભયંકર લૂનું એલર્ટ
calendar_today May 12, 2026

Rain Alert: દિલ્હી-હરિયાણા સહિત આ રાજ્યોમાં આંધી-તોફાન, રાજસ્થાનમાં ભયંકર લૂનું એલર્ટ

હવામાન વિભાગ મુજબ આજે (12 મે) દિલ્હી-એનસીઆરમાં હળવો વરસાદ, ગાજવીજ અને ધૂળભરી આંધીની શક્યતા છે. અનેક વિસ્તારોમાં 30 થી 50 કિમી પ્રતિ કલાકની ઝડપે તેજ પવન ફૂંકાઈ શકે છે, જેના કારણે લોકોને ગરમીમાંથી થોડી રાહત મળી શકે છે.હરિયાણા, પંજાબ અને ઉત્તર રાજસ્થાનમાં પણ આવું જ હવામાન જોવા મળી શકે હરિયાણા, પંજાબ અને ઉત્તર રાજસ્થાનમાં પણ આવું જ હવામાન જોવા મળી શકે છે. બપોર અને સાંજના સમયે આંધી અને તોફાનમાં વધારો થઈ શકે છે. જ્યારે હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડના પહાડી વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડના પહાડી વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા સ્કાઈમેટ મુજબ, પૂર્વોત્તર ભારત, જમ્મુ-કાશ્મીર અને તમિલનાડુમાં આજે અનેક સ્થળોએ ગાજવીજ સાથે વરસાદ પડી શકે છે. કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની પણ શક્યતા છે. ઉપરાંત કેરળ, તટીય કર્ણાટક અને લક્ષદ્વીપમાં પણ વરસાદી માહોલ યથાવત રહી શકે છે.પશ્ચિમ રાજસ્થાનમાં ભારે ગરમીનો પ્રકોપ બીજી તરફ પશ્ચિમ રાજસ્થાનમાં ભારે ગરમીનો પ્રકોપ ચાલુ છે. હવામાન વિભાગે અહીં લૂ અને કેટલીક જગ્યાએ ગંભીર લૂ માટે એલર્ટ જાહેર કર્યું છે. અનેક શહેરોમાં તાપમાન 45 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી શકે છે, જેના કારણે દિવસ દરમિયાન બહાર નીકળવું મુશ્કેલ બની શકે છે. હવામાન સંબંધિત પરિસ્થિતિઓની વાત કરીએ તો હાલમાં એક પશ્ચિમી વિક્ષોભ પહાડી વિસ્તારોમાંથી પસાર થઈ રહ્યો છે. તેના પ્રભાવથી પંજાબ અને ઉત્તર રાજસ્થાન ઉપર પ્રેરિત ચક્રવાતી પરિસંચરણ બન્યું છે. આ પરિસંચરણથી એક પૂર્વ-પશ્ચિમ ટ્રફ રેખા હરિયાણા, દિલ્હી અને દક્ષિણ-પશ્ચિમ ઉત્તર પ્રદેશથી પસાર થઈ ગંગાના મેદાની વિસ્તારો સુધી ફેલાઈ છે. આ ટ્રફ સાથે પંજાબની સીમાથી લઈને બિહાર અને ઉત્તર બંગાળ સુધી અનેક નાના ચક્રવાતી પરિસંચરણ સક્રિય છે. સ્થાનિક ગરમી અને આ હવામાન સિસ્ટમોના સંયુક્ત પ્રભાવને કારણે ઉત્તર ભારતમાં આંધી, ધૂળભરી હવાઓ અને વરસાદની પ્રવૃત્તિઓમાં વધારો થઈ રહ્યો છે.આ પણ વાંચો: Weather Update: આકાશમાં ચક્રવ્યૂહ, ભૂમધ્ય સાગરમાં તોફાન ખાડીમાં દબાણ, IMDનું એલર્ટ

Read Full Story arrow_forward
Gujarat Latest News Live : રાજ્યમાં હીટવેવની આગાહી વચ્ચે કચ્છ અને સુરેન્દ્રનગરમાં ઓરેન્જ એલર્ટ, અમદાવાદમાં ગરમીનું યલો એલર્ટ જાહેર
calendar_today May 12, 2026

Gujarat Latest News Live : રાજ્યમાં હીટવેવની આગાહી વચ્ચે કચ્છ અને સુરેન્દ્રનગરમાં ઓરેન્જ એલર્ટ, અમદાવાદમાં ગરમીનું યલો એલર્ટ જાહેર

ગુજરાત અને દેશ દુનિયાના સમાચાર સંદેશ ન્યૂઝના આ ન્યૂઝ બ્લોગ પર ક્લિક કરીને વાંચી શકશો. 12 મેના બ્રેકીંગ ન્યૂઝ વાંચવા માટે આ પેજ પર બનેલા રહો અને રિફ્રેશ કરતા રહો.

Read Full Story arrow_forward