android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
ચૈતર એન્ડ કંપની સામે કાઉન્ટર કરવાની ક્ષમતા ના હોઈ તો પદ છોડી દેવુ જોઇએ
calendar_today May 12, 2026

ચૈતર એન્ડ કંપની સામે કાઉન્ટર કરવાની ક્ષમતા ના હોઈ તો પદ છોડી દેવુ જોઇએ

નર્મદા જિલ્લા ભારતીય જનતા પાર્ટીમાં સિનિયર અને જુનિયર નેતાઓ વચ્ચેનો ઉકળતો ચરુ વિધાનસભાની ચૂંટણીમાં ભાજપને દઝાડી જશે કે એ પહેલા બધું શાંત થશે તેની ચર્ચા હવે શરૂ થઇ ગઇ છે. નેતાઓના અંદરના અંદરના ડખાના કારણે રાજપીપળા નગરપાલિકા નાદોદ તાલુકા પંચાયત અને તિલકવાડા તાલુકા પંચાયતના પ્રમુખ અને હોદ્દેદારો પોતાની લોબીના બનાવવાની હોડ જામી છે.નર્મદા જિલ્લા ભારતીય જનતા પાર્ટીમાં અત્યારે સિન્ય નેતાઓ અને જુનિયર નેતાઓ બે જૂથમાં વહેંચાઈ ગઈ હોય તેવી સ્થિતિ સર્જાયેલી જોવા મળી રહી છે, જેનું મુખ્ય કારણ નર્મદા જિલ્લા પંચાયત અને ચાર તાલુકા પંચાયતોમાં ભાજપને મળેલી હાર છે. જો કે ભાજપે રાજપીપળા નગરપાલિકા, નાદોદ અને તિલકવાડા તાલુકા પંચાયત જીતીને આખો ગઢ હારી જતા બચાવી લીધો હતો. હવે જિલ્લા પંચાયત અને ચાર તાલુકા પંચાયતોમાં હાર માટે જવાબદાર કોણ એ માટે આક્ષેપો નો દોર શરૂ થઈ ગયો છે. અત્યારે ભરૂચના સાંસદ મનસુખ વસાવા નાંદોદ ધારાસભ્ય ડો દર્શના દેશમુખ એક મંચ પર જોવા મળી રહ્યા છે. સાંસદ મનસુખ વસાવાના એપીએમસીનો વિડીયો વાયરલ થયો છે જેમાં તેઓ બોલી રહ્યા હતા કે નર્મદા જિલ્લા સંગઠન પ્રભારી અર્જુન ચૌધરી કઠપૂતળી જેવો છે એને મને કહેવું જોઈએ કે આપણે જે સીટ પર નબળા છે તે સીટ પર તમારે જવાનું છે જિલ્લા પ્રમુખ કોઈપણ સીટ પર જીતાડવા માટે નીકળ્યા નથી સવારે 9 વાગે ઉઠે ને પછી સીધા એસ સી કાર્યાલય માં જતા રહેવાનું અને ફેન પણ બધું બ્રિફ્ગિં કર્યા કરવાનું ત્યારે આ ગુંડાઓ સામે કોણ લડે છે તેમને તો પૂછો કેવી રીતે જીતાય બેઠક. 10 વાગ્યા સુધી સુઈ રહે છે. લોકોના પ્રશ્નો સાંભળવાના હોય છે વહેલા ઉઠી જવું જોઈએ.પ્રમુખ અને મહામંત્રી એસી ઓફીસ માં બેસી રહે તો કેવી રીતે તાલુકા અને જિલ્લા પંચાયત જીતવાના છે. મેં કીધું હતું તે સીટ પર કોઈ ઉમેદવાર નહિ મુક્યો અને પોતાની મનમાની ચલાવી કહ્યું તાલુકાના સંગઠને કીધું તે ઉમેદવાર મુક્યો આપણે આ લોકોના ભરોસે નથી રહેવાનું અને 2027 માટે મહેનત કરવાની છે, તમે કામ કરવા સક્ષમ ના હોઈ તો નીકળી જાવ જુના લોકો કામ કરવા સક્ષમ છે નવા લોકો ને ચાન્સ આપ્યો છે પણ તે લોકો ફેલ ગયા છે અમે પ્રદેશ માં રજુઆત કરવાના છે ચૈતર એન્ડ કંપની સામે કાઉન્ટર કરવાની ક્ષમતા ના હોઈ તો પદ છોડી દો આપણે નાંદોદ અને દેડીયાપાડા વિધાનસભા જીતવાની છે જો આ લોકો ના ભરોસે રહ્યા તો હમણાં જે પરિસ્થિતિ થઈ તે જ થવાની છે. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
ઈલ્યાસભાઈ બૂટવાલાની લંડન કાઉન્સિલની ચૂંટણીમાં જીત થઇ
calendar_today May 12, 2026

ઈલ્યાસભાઈ બૂટવાલાની લંડન કાઉન્સિલની ચૂંટણીમાં જીત થઇ

ભરૂચ જિલ્લાના પાલેજ ગામ માટે ગૌરવની ક્ષણ સર્જાઈ છે. વર્ષોથી યુનાઇટેડ કિંગડમમાં સ્થાયી થયેલા પાલેજના વતની ઈલ્યાસભાઈ બુટવાલા એ લંડન શહેરની કાઉન્સિલની ચૂંટણીમાં નોંધપાત્ર વિજય મેળવી સમગ્ર ભરૂચ જિલ્લાનું નામ આંતરરાષ્ટ્રીય સ્તરે ગુંજતું કર્યું છે.ઈલ્યાસભાઈ બુટવાલાએ ન્યૂહામ ઇન્ડિપેન્ડન્ટ્સ પાર્ટીમાંથી ઉમેદવારી નોંધાવી હતી અને પ્લેસ્ટો બેઠક પરથી કાઉન્સિલર તરીકે ચૂંટાઈ આવ્યા છે. લંડનની સ્થાનિક રાજનીતિમાં ભારતીય મૂળના ઉમેદવાર તરીકે ઈલ્યાસભાઈએ લોકોનો વિશાળ સમર્થન મેળવ્યું હતું. તેમની જીતના સમાચાર મળતા જ પાલેજ ગામ તેમજ ભરૂચ જિલ્લામાં ખુશીની લાગણી ફેલાઈ ગઈ હતી. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
રાજપીપળા ખાતે આદિવાસી સમાજનો પ્રથમ સમૂહ લગ્નોત્સવનું આયોજન થયું
calendar_today May 12, 2026

રાજપીપળા ખાતે આદિવાસી સમાજનો પ્રથમ સમૂહ લગ્નોત્સવનું આયોજન થયું

રાજપીપળા ખાતે આદિવાસી સમાજનો પ્રથમ સમુહલગ્નોત્સવ યોજવામા આવ્યો હતો. આ કાર્યક્રમાં 59 યુગલોએ પ્રભુતામાં પગલા પાડયા હતા. મહત્વની વાત એ રહી હતી કે લગ્નોત્સવમાં રક્તદાન શિબિરનું પણ આયોજન કરાયુ હતું.નાંદોદના ધારાસભ્ય ડો. દર્શના બેન દેશમુખના માર્ગદર્શન હેઠળ ચંદ્રશોભા ચેરીટેબલ ટ્રસ્ટ, રાજપીપળા દ્વારા સમસ્ત આદિવાસી સમાજના પ્રથમ સમૂહ લગ્ન ઉત્સવ 2026 યોજાયો હતો અને તથા ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટીના સહયોગ દ્વારા રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું.સમૂહ લગ્ન ઉત્સવમાં 59 યુગલોએ પ્રભુતામાં પગલાં પાડી નવીન જીવનને શરૂઆત કરી તથા મોટી સંખ્યામાં રક્તદાતાઓએ રક્તરૂપી દાન અર્પણ કર્યું. આ પ્રસંગે સાંસદ મનસુખભાઈ વસાવા એ વિશેષ ઉપસ્થિતરહી યુગલોને આશિષ આપી રક્તદાતાઓને પ્રોત્સાહિત કર્યા. નાંદોદના ધારાસભ્ય ડો. દર્શના બેન દેશમુખ દ્વારા માર્ગદર્શન અને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward