android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
ભરૂચ GSFCના સુવર્ણ જયંતી મહોત્સવની ઉજવણી કરાઇ
calendar_today May 12, 2026

ભરૂચ GSFCના સુવર્ણ જયંતી મહોત્સવની ઉજવણી કરાઇ

ગુજરાત નર્મદા વેલી ફર્ટિલાઈઝર્સ એન્ડ કેમિકલ્સ લિમિટેડ ( જીએનએફસી) એ તેની સ્થાપનાના 50 વર્ષ પૂર્ણ કરી એક ઐતિહાસિક સીમાચિન્હ સર કર્યુ છે. આ સુવર્ણ જયંતિ નિમીત્તે ભરૂચની નર્મદા નગર ટાઉનશીપ ખાતે ખાસ કાર્યક્રમનુ આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં કંપનીના પાંચ દાયકાના યોગોદાનની ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે કંપનીના અધીકારીઓ તેમજ એમ્પ્લોઈઝ યુનિયનના સભ્યો દ્વારા સંયુક્ત રીતે જીએનએફસીના સુવર્થ જયંતિ વર્ષના વિશેષ લોકોનું અનાવરણ કર્યું હતું.સાથે સાથે કંપનીના અધિકારીઓ તેમજ એમ્પ્લોઈઝ યુનિયનના સભ્યો દ્વારા લીલી ઝંડી બતાવી એક ભવ્ય શોભાયાત્રાનું પ્રસ્થાન કરાવ્યું હતું. આ શોભાયાત્રા જીએનએફસીથી સ્થાપનાથી લઈને અત્યાર સુધીની સિદ્ધીઓ તેમજ સામાજિક ઉત્તરદાયીત્વના કાર્યો અને તકનીકી પ્રગતિને દર્શાવતા આકર્ષક ટેબ્લો રજૂ કરવામાં આવ્યા હતાં. કાર્યક્રમમાં કંપનીના ઉચ્ચ અધીકારીઓ કર્મચારીઓ તેમજ તેમના પરિવારજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતાં. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
ઉમરવાડા - ખરોડ રોડ પર એમ્બ્યુલન્સ રોડ સાઇટમાં પલટી : ચાલકને ઇજા
calendar_today May 12, 2026

ઉમરવાડા - ખરોડ રોડ પર એમ્બ્યુલન્સ રોડ સાઇટમાં પલટી : ચાલકને ઇજા

અંકલેશ્વરના પાનોલી-ઉમરવાડા રોડ પર ખરોડ નજીક આજે એક એમ્બ્યુલન્સને અકસ્માત નડયો હતો. સુરતના તડકેશ્વર વિસ્તારમાં આવેલી શિફ હોસ્પિટલની એમ્બ્યુલન્સ દર્દીને લેવા જઈ રહી હતી એ દરમ્યામ અંકલેશ્વરના ખરોડ ગામ નજીક ચાલકે અચાનક નિયંત્રણ ગુમાવતા રોડ પરથી પલટી મારી ગઈ હતી.અકસ્માત સમયે એમ્બ્યુલન્સમાં કોઈ દર્દી ન હોવાથી મોટી જાનહાની ટળી હતી. જોકે અકસ્માતમાં એમ્બ્યુલન્સના ચાલકને પગના ભાગે ઇજા પહોંચતા તેમને સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.ઘટનાની જાણ થતાં સ્થાનિક લોકો અને પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને વધુ તપાસ હાથ ધરી હતી. અકસ્માતના કારણે થોડા સમય માટે માર્ગ પર ટ્રાફ્કિની અવરજવર પણપ્રભાવિત થઈ હતી. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
પાદરા નગર અને તાલુકામાં કાળઝાળ ગરમીનો કેર : પારો 43 ડિગ્રી પાર
calendar_today May 12, 2026

પાદરા નગર અને તાલુકામાં કાળઝાળ ગરમીનો કેર : પારો 43 ડિગ્રી પાર

મે માસની અસહ્ય ગરમી વચ્ચે પાદરા નગર અને તાલુકામાં લોકોને ભારે ઉકળાટ અને લૂનો સામનો કરવો પડયો હતો. રવિવાર બાદ સોમવારે પણ ગરમીનો પારો સતત ઊંચો રહ્યો હતો. સમગ્ર વિસ્તારમાં સિઝનનો સૌથી ગરમ દિવસ અનુભવાયો હતો. બપોરે તાપમાન 44 ડિગ્રી નજીક પહોંચતા જાણે આકાશમાંથી અગનગોળા વરસી રહ્યા હોય તેવી સ્થિતિ સર્જાઈ હતી.વહેલી સવારથી જ આકરા તાપનો અનુભવ થવા લાગ્યો હતો. બપોર સુધી ધોમધખતા તાપ અને ગરમ પવનોના કારણે લોકો ઘરેથી બહાર નીકળવાનું ટાળી રહ્યા હતા. ખાસ કરીને બપોરે પાદરા શહેર તેમજ તાલુકાના માર્ગો પર કરફ્યુ જેવી સુમસામ સ્થિતિ જોવા મળી હતી. ગરમીના કારણે લોકો પરસેવે રેબઝેબ થઈ ઉઠયા હતા. હવામાન વિભાગના જણાવ્યા મુજબ હવામાં ભેજનું પ્રમાણ ઘટતા ગરમીની અસર વધુ તીવ્ર બની છે. લઘુત્તમ તાપમાનમાં પણ વધારો થતા રાત્રિના સમયે પણ લોકોને ગરમીથી રાહત મળી નહોતી. અંગ દઝાડતી ગરમીને કારણે કેટલાક રસ્તાઓ પર ડામર પીગળવા જેવી સ્થિતિ સર્જાઈ હતી. અસહ્ય ગરમીના પગલે જનજીવન પર વ્યાપક અસર પડી હતી. વેપારીઓ, રાહદારીઓ અને વાહનચાલકો બપોરે બહાર નીકળવાનું ટાળી રહ્યા હતા. આરોગ્ય વિભાગ દ્વારા લોકોને હિટ સ્ટ્રોક અને લૂથી બચવા માટે બપોરે કામ વિના બહાર ન નીકળવા, પૂરતું પાણી પીવા તથા સૂર્યપ્રકાશથી બચવાના ઉપાયો અપનાવવા સલાહ અપાઇ છે. હવામાન વિભાગના અનુમાન મુજબ આગામી દિવસોમાં પણ ગરમીનો પારો ઊંચો રહેવાની શક્યતા વ્યક્ત કરાઇ છે. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward