android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
વાઘોડિયામાં પારો 44 ડિગ્રી સાથે નગર અગનભઠ્ઠીમાં ફેવાયું
calendar_today May 12, 2026

વાઘોડિયામાં પારો 44 ડિગ્રી સાથે નગર અગનભઠ્ઠીમાં ફેવાયું

વાઘોડિયા નગરમાં સીઝનમાં સૌપ્રથમ વખત ગરમીનો પારો 44 ડિગ્રીએ પહોંચતા નગર અગનભઠ્ઠીમાં ફેવાયું હતું.સિઝનમાં સૌપ્રથમ વખત વાઘોડિયા નગરમાં 44 ડિગ્રી સૌથી ગરમ દિવસ તરીકે સોમવારે જોવા મળ્યો હતો. બપોરે સુમસામ રસ્તા સાથે જનજીવન અસ્તવ્યસ્ત થયું હતું. આમ હવામાન વિભાગે હીટવેવની આગાહીને પગલે નગરજનો ઘરની ચાર દીવાલમાં પુરાઈ રહ્યાં હતા. સોમવારે હીટવેવ વર્તાયો હતો. આકાશમાંથી અગનગોળાની જ્વાળાએ વાઘોડિયાને ભઠ્ઠીમાં ફેરવ્યું હતું. સવારે 11થી સાંજના 6 વાગ્યા સુધી કાળઝાળ ગરમીએ પોતાનું રોદ્ર સ્વરૂપ બતાવતા નગરજનો ઘરની ચાર દીવાલોમાં રહેવાનું પસંદ કર્યું હતું. નગરનું મુખ્ય બજાર, જય અંબે ચાર રસ્તા તેમજ ગાંધી ઉદ્યાન તેમજ લાઇબ્રેરી ચાર રસ્તા પાસે બજારોમાં પણ છેક સાંજ સુધી કાગડા ઉડતા જોવા મળ્યાં હતા. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
ચાંદોદમાં ગોકળગાયની ગતિએ સુલભ શૌચાલયના કામથી રોષ
calendar_today May 12, 2026

ચાંદોદમાં ગોકળગાયની ગતિએ સુલભ શૌચાલયના કામથી રોષ

તીર્થક્ષેત્ર ચાંદોદ ખાતે એક મહિનાથી ગોકળગાયની ગતિએ સુલભ શૌચાલયની કામગીરીથી લોકોમાં રોષ ફેલાયો છે. આગામી અધિક પુરુષોત્તમ માસ અને ગંગા દશહરા પર્વ અગાઉ સુલભ શૌચાલય કાર્યરત કરવા માગ કરાઇ છે.ચાંદોદ એ ગુજરાતનું કાશી કહેવાય છે. ત્યારે આ પૌરાણિક તીર્થના મહિમાને લઈ રોજબરોજ હજારો યાત્રાળુ ઊમટતા હોય છે. તેઓની સુવિધા માટે ચાંદોદ નગરના બસ સ્ટેન્ડ વિસ્તારમાં વર્ષોથી એકમાત્ર સુલભ શૌચાલય આવેલું હોય અને તે પણ જરૂરી સંચાલનના અભાવે વર્ષમાં 6 મહિના બંધ હાલતમાં રહેતું હોય નગરમાં બીજું સુલભ શૌચાલય નિર્માણ પામે તેવી નાગરિકોની માંગ હતી. જેથી ચાંદોદના દયારામ ચોક ચારરસ્તા વિસ્તારમાં જૂની ગ્રામ પંચાયત ઓફ્સિની જગ્યા ગ્રામ પંચાયતે ફળવતા અહીં સુલભ શૌચાલયના નિર્માણની કામગીરી આરંભ કરવામાં આવી છે. પરંતુ મહિનાઓથી ગોકળગાયની ગતિએ ચાલતી આ કામગીરી હજુ સુધી પૂર્ણ થઈ ન હોવાથી આ સુલભ શૌચાલય સુવિધા અર્થે કાર્યરત નહીં કરાતા લોકોને નાછૂટકે ખુલ્લામાં લોકોને ક્ષોભજનક સ્થિતિમાં શૌચ અને લઘુશંકા કરવાની ફ્રજ પડે છે. તેમાંય વિશેષ કરીને મહિલાઓ ક્ષોભ અનુભવે છે. પિતૃ માસ કહેવાતા ચૈત્ર મહિનામાં તો સત્તાધીશો આ સુલભ શૌચાલયનો લાભ ઊમટતા લાખો શ્રાદ્ધાળુઓને તો ન આપી શક્યાં, ત્યારે આગામી દિવસોમાં પવિત્ર અધિક પુરુષોત્તમ માસ તેમજ પરંપરાગત ઉજવાતા ગંગા દશાહરાના મહોત્સવનો પ્રારંભ થશે. જેમાં રોજબરોજ સેકડો શ્રાદ્ધાળુ નર્મદા સ્નાન અને ગંગા દશાહરા મહોત્સવની દિવ્ય આરતીનો લાભ લેવા પધારશે. ત્યારે સત્તાધીશો અંદરો અંદરની મડાગાંઠ ઉકેલી સત્વરે સુલભ શૌચાલયની સુવિધા કાર્યરત કરાવે તે જરૂરી થઈ પડયું છે. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
બોડેલીથી રંગલી ચાર રસ્તા સુધી ટ્રાફિક નિયંત્રણ અંગે બેદરકારી
calendar_today May 12, 2026

બોડેલીથી રંગલી ચાર રસ્તા સુધી ટ્રાફિક નિયંત્રણ અંગે બેદરકારી

બોડેલી-કવાંટ રોડ પર ભારે ટ્રાફ્કિ જામ સર્જાતા વાહન ચાલકો ભારે હાલાકી ભોગવતા જોવા મળ્યા હતા. રવિવારે રાત્રે રંગલી ચાર રસ્તાથી બોડેલી સુધી વાહનોની લાંબી કતારો લાગી હતી.  બોડેલી-કવાંટ રોડ પર ઘણાં સમયથી રસ્તાનું કામ ચાલે છે. માર્ગ પર મશીનો અને બાંધકામ સામગ્રી મૂકાતા રસ્તો સાંકડો બન્યો છે. જેના કારણે વાહનોની અવરજવર ધીમી પડી છે. રંગલી ચાર રસ્તાથી લઈને બોડેલી સુધી ભારે ટ્રાફ્કિ જામ સર્જાઇ રહ્યો છે. રવિવારે રાતે ટ્રાફ્કિ જામમાં ટ્રક, બસ, ખાનગી વાહનો તેમજ બે-ચક્રી વાહનો લાંબા સમય સુધી અટવાયા હતા નાના બાળકો, વૃદ્ધો અને મહિલાઓને ખાસ કરીને ભારે હાલાકીનો સામેનો કરવો પડયો હતો. કેટલાક લોકોને જરૂરી કામે પહોંચવામાં મોડું થતાં રોષ પણ જોવા મળ્યો હતો. સ્થાનિક લોકોના કહેવા મુજબ માર્ગ પર રોડનું કામ ચાલી રહ્યું હોવા છતાં ટ્રાફ્કિ ડાયવર્ઝન અથવા પોલીસની પૂરતી વ્યવસ્થા કરાઇ નહોતી. જેના કારણે એક સાથે મોટી સંખ્યામાં વાહનો આવી જઈ આડેધેડ ઘુસી જતા પરિસ્થિતિ બેકાબૂ બની હતી. ટ્રાફ્કિ નિયંત્રણ માટે જવાબદાર તંત્રની બેદરકારીને લઇ સ્થાનિક લોકોએ ટ્રાફિક નિયમન હાથમાં લઇ વાહનવ્યવહાર પૂર્વવત કરાવ્યો હતો. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward