android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Banaskantha: ભરડવામાં અસંખ્ય માછલીઓના મોત
calendar_today May 12, 2026

Banaskantha: ભરડવામાં અસંખ્ય માછલીઓના મોત

સુઈગામના ભરડવા ગામના લોકોએ ગત ચોમાસામાં ભારે હાલાકી વેઠી હતી. અંદાજે બે મહિના સુધી ગામમાં પાણી ભરાઈ રહેવાને કારણે અનેક પરિવારો પોતાના પાકા મકાનો છોડીને અન્યત્ર સ્થળાંતર કરવા મજબૂર બન્યા હતા. લાંબા સમય બાદ જ્યારે પાણી ઓસર્યા અને લોકોને લાગ્યું કે હવે સ્થિતિ થાળે પડશે, ત્યારે તળાવમાં માછલીઓના સામૂહિક મોતે ફ્રી એકવાર તંત્રની બેદરકારી અને કુદરતની થપાટનો અહેસાસ કરાવ્યો છે.ગામના મધ્યમાં આવેલા શિવજીના મંદિર અને સરકારી આરોગ્ય કેન્દ્રની બિલકુલ નજીક જ આ તળાવ આવેલું છે. તળાવમાં માછલીઓ મરી જવાથી સમગ્ર વિસ્તારમાં અસહ્ય દુર્ગંધ ફેલાઈ રહી છે. સ્થિતિ એટલી ગંભીર છે કે મૃત માછલીઓને કારણે રખડતા શ્વાનોનો જમાવડો વધી ગયો છે, જેનાથી ગ્રામજનો અને ખાસ કરીને બાળકોમાં ભયનો માહોલ છે. આરોગ્ય કેન્દ્રમાં સારવાર લેવા આવતા દર્દીઓ અહીંની દુર્ગંધ અને ગંદકીને કારણે અન્ય બીમારીઓ લઈને ઘરે જાય તેવી ગંભીર પરિસ્થિતિ ઊભી થઈ છે.દુર્ગંધને કારણે લોકોનું ઘરમાં રહેવું પણ મુશ્કેલ બની ગયું છે.ગ્રામજનોનો માગ છે કે તંત્ર દ્વારા આ મૃત માછલીઓનો નિકાલ કરવામાં આવે. જો તાત્કાલિક ધોરણે તળાવની સફઈ અને માછલીઓના અવશેષો દૂર કરવામાં નહીં આવે, તો આખું ગામ ભયંકર રોગચાળાની ચપેટમાં આવી શકે છે.સ્થાનિકોની એક જ માંગ છે કે વહીવટી તંત્ર જનહિતમાં આળસ ખંખેરી તાત્કાલિક કાર્યવાહી કરે અને ભરડવા ગામને આ નરકાગાર જેવી સ્થિતિમાંથી મુક્તિ અપાવે. બનાવના પગલે સરપંચ દ્વારા પ્રાંત અધિકારીને લેખિતમાં રજૂઆત કરવામાં આવી છે. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Palanpur: પાલનપુરના જગાણામાં રીંછનો આતંક : એક મહિલાને ઈજા કરી
calendar_today May 12, 2026

Palanpur: પાલનપુરના જગાણામાં રીંછનો આતંક : એક મહિલાને ઈજા કરી

પાલનપુર તાલુકાના જગાણા ગામ નજીક અનોખી અને ચિંતાજનક ઘટના સામે આવી હતી જ્યાં બનાસડેરીની બાજુમાં આવેલા ખેતરમાં અચાનક એક રીંછ દેખાતા આસપાસના વિસ્તારમાં ભયનો માહોલ સર્જાયો હતો. વહેલી સવારથી જ ખેતરમાં રીંછ હોવાની જાણ સ્થાનિક લોકો દ્વારા ફોરેસ્ટ વિભાગને કરવામાં આવી હતી. રીંછ દેખાતા લોકોમાં ગભરાટ ફેલાયો હતો અને આસપાસના ગ્રામજનો મોટી સંખ્યામાં ઘટના સ્થળે ઉમટી પડયા હતા. અને ખેતરમાં કામ કરી રહેલ એક મહિલાને સામાન્ય ઈજા પણ કરી હતી. ફોરેસ્ટ વિભાગની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી અને અલગ અલગ જગ્યાએ પાંજરા ગોઠવી રેસ્કયુ ઓપરેશન હાથ ધર્યું હતું. રીંછને પકડવા માટે ફોરેસ્ટ વિભાગે ચારથી પાંચ કલાક સુધી ભારે જહેમત ઉઠાવી હતી.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Banaskantha: ધરણીધરના ઢીમા ગામે સરકારી જમીન પરના દબાણો દૂર કરાયા
calendar_today May 12, 2026

Banaskantha: ધરણીધરના ઢીમા ગામે સરકારી જમીન પરના દબાણો દૂર કરાયા

વાવ થરાદ જિલ્લાના ધરણીધર તાલુકાના ઢીમા ગામે સરકારી જમીન પરના દબાણ હટાવવાની કામગીરી વહીવટીતંત્ર હાથ ધરવામાં આવતા કબજેદારોમાં રોષ જોવા મળ્યો હતો. વાવ તાલુકા માંથી ધરણીધર તાલુકો અલગ બન્યો છે જે તાલુકામાં ભોરલ ત્રણ રસ્તા ઉપર આવેલ સરકારી જમીનો ઉપરના દબાણો દૂર કરવાની ઢીમા મામલતદાર દ્રારા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. જેમાં ઢીમા ગામના સર્વે નં. 29 અને 30 વાળી જમીનને સરકારી માલિકીની ગણાવી ત્યાં પ્રવેશબંધી અને કબજો ખાલી કરવા અંગેના બોર્ડ લગાવી દેવામાં આવ્યા છે તંત્ર દ્વારા જમીન મહેસૂલ કાયદાની કલમ-61 મુજબ દબાણ હટાવવાનો હુકમ કરવામાં આવ્યો છે જમીન ધારકોના જણાવ્યા અનુસાર આ જમીન તેઓ 1975 કે તેથી પણ પહેલાના જાગીરી અને રજવાડા વખતના સમયથી ખેડે છે આ અંગે ખેડૂતોએ જણાવ્યું હતું કે,આ જમીન પર તેમનો પેઢી દર પેઢીથી કબજો છે. 56 વર્ષથી તેઓ પોતે જ આ જમીન ખેડી રહ્યા છે. આ જમીન બાબતે હાલ હાઈકોર્ટ પ્રાંત કચેરી અને સ્થાનિક કોર્ટમાં અપીલો અને કેસ ચાલી રહ્યા છે. ન્યાયિક પ્રક્રિયા ચાલુ હોવા છતાં તંત્રએ એકાએક કબજો લેવાની કાર્યવાહી શરૂ કરી છે. ખેડૂતોનો આક્ષેપ છે કે શુક્રવારે મોડી સાંજે 7:10 વાગ્યે નોટિસ આપવામાં આવી હતી. ત્યારબાદ શનિ-રવિ જાહેર રજા હોવા છતાં સોમવારે સવારે કબજો ખાલી કરી દેવાની સૂચના અપાઈ હતી. ખેડૂતોને કાયદાકીય રક્ષણ મેળવવા માટે પૂરતો સમય આપવામાં આવ્યો નથી. ખેડૂતો પાસે 1982ની જૂની નોટિસો અને પુરાવાઓ હોવા છતાં, સરકારી કચેરીના કર્મચારીઓ પાસે આ અંગેનો કોઈ રેકોર્ડ ઉપલબ્ધ ન હોવાનું જણાવી ખેડૂતોની રજૂઆતને અવગણવામાં આવી રહી છે. પરેશાન ખેડૂતોએ રાજ્ય સરકાર અને ઉચ્ચ કક્ષાએ વિનંતી કરી છે કે તેઓ ગરીબ ખેડૂત છે અને વર્ષોથી આ જમીન પર નભે છે. જો કેસ કોર્ટમાં પડતર હોય તો તંત્રએ ઉતાવળ કરવાને બદલે ખેડૂતોને પૂરતો સમય આપવો જોઈએ અને ન્યાયિક તપાસ બાદ જ આગળની કાર્યવાહી કરવી જોઈએ.જોકે આ બાબતે ધરણીધર તાલુકા મામલતદાર ધ્રુવ ડામોરે જણાવ્યું હતું કે હાલ બે સર્વે નંબરોની કાર્યવાહી કરી જમીન છુટી કરવામાં આવી છે. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward