android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Deesa: જુનાડીસા ગામે વીજ ધાંધિયાથી ખેડૂતોમાં તંત્ર સામે ભારે આક્રોશ
calendar_today May 12, 2026

Deesa: જુનાડીસા ગામે વીજ ધાંધિયાથી ખેડૂતોમાં તંત્ર સામે ભારે આક્રોશ

ડીસા તાલુકાના જુનાડીસા ગામ ખાતે ઉનાળુ સીઝનમાં ખેડૂતો દ્વારા બાજરી, મગફળી, જુવાર તેમજ વિવિધ શાકભાજીના પાકોનું મોટાપાયે વાવેતર કરવામાં આવ્યું છે હાલ પાકો તૈયાર થવાના આરે પહોંચ્યા છે. ત્યારે છેલ્લા કેટલાક સમયથી ગામના ખેત વિસ્તારમાં ગંભીર વીજ ધાંધિયા સર્જાતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે. ખેડૂતોના જણાવ્યા મુજબ અપૂરતા વોલ્ટેજ તેમજ અવારનવાર વીજ પુરવઠો ટ્રીપ થવાને કારણે સમયસર પાકોને પિયત આપી શકાતું નથી. પરિણામે કાળઝાળ ગરમી વચ્ચે ઉભા પાકો મુરઝાવા લાગ્યા છે. બીજી તરફ લો વોલ્ટેજના કારણે ખેતીમાં ઉપયોગમાં લેવાતી મોટરો અને અન્ય વીજ ઉપકરણો બળી જવાની દહેશત પણ ખેડૂતોમાં વ્યાપી છે. જે વીજ સમસ્યાને કારણે ખેડૂતોમાં ભારે રોષ ફેલાયો છે. ખેડૂતો દ્વારા વીજ વિભાગને તાત્કાલિક યોગ્ય અને નિયમિત વીજ પુરવઠો ઉપલબ્ધ કરાવવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે. જો વહેલી તકે સમસ્યાનો ઉકેલ નહીં આવે તો ખેડૂતો દ્વારા ઉગ્ર વિરોધ કરવામાં આવે તેવો આક્રોશ ખેડૂતોએ ઠાલવ્યો હતો. ત્યારે ખેડૂતોના હિતમાં વીજ વિભાગ સત્વરે ઘટતા પગલાં ભરે તેવો જનમત પ્રવર્તે છે.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Banaskantha: થરા સર્વિસ રોડ પર ખુલ્લી ગટરમાં કાર ખાબકી, સ્થાનિકોમાં રોષ
calendar_today May 12, 2026

Banaskantha: થરા સર્વિસ રોડ પર ખુલ્લી ગટરમાં કાર ખાબકી, સ્થાનિકોમાં રોષ

શિહોરી : ઓગડ તાલુકાના થરા સર્વિસ રોડ પર આવેલ ખુલ્લી ગટરના કારણે એક ગાડી ખાબકવાની ઘટના સામે આવી છે. ઘટનાને લઈને સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. સ્થાનિકોના જણાવ્યા મુજબ રૂની રોડ પાસે આવેલી આ ગટર વર્ષોથી ખુલ્લી હાલતમાં છે. અનેક વખત રજૂઆતો છતાં પણ ગટર પર ઢાંકણ મૂકવામાં આવ્યું નથી. જેના કારણે અહીં અકસ્માતનો ભય સતત યથાવત રહ્યો છે. સ્થાનિક લોકોનું કહેવું છે કે, નેશનલ હાઇવે ઓથોરિટીની બેદરકારીના કારણે વાહનચાલકો મુશ્કેલી ભોગવી રહ્યા છે. ખાસ કરીને લગ્નગાળાનો સમય ચાલી રહ્યો હોવાથી રોડ પર વાહનોની અવરજવર વધી ગઈ છે, ત્યારે કોઈ મોટી દુર્ઘટના સર્જાય તે પહેલાં તાત્કાલિક કાર્યવાહી કરવાની માંગ ઉઠી છે.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Banaskantha: રતનપુરા ગામ નજીક બે ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત
calendar_today May 12, 2026

Banaskantha: રતનપુરા ગામ નજીક બે ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત

ડીસા રાધનપુર નેશનલ હાઈવે નંબર 27 પર હાઈવે ઓથોરિટીની ઘોર બેદરકારી ફ્રી એકવાર સામે આવી છે. ડીસા તાલુકાના રતનપુરા પાટિયા નજીક આજે બે ટ્રકો (ટેલર) સામસામે ધડાકાભેર ટકરાતા અકસ્માત સર્જાયો આ અકસ્માતને પગલે હાઈવે પર પાંચ કિલોમીટર સુધી વાહનોની લાંબી કતારો લાગી હતી અને ટ્રાફ્કિ જામના દ્રશ્યો સર્જાયા હતા.નેશનલ હાઈવે પર રતનપુરાથી ખોડલા સુધી માર્ગ નવીનીકરણની કામગીરી ચાલી રહી છે, જેને કારણે ભીલડી નજીક રતનપુરા પાસે ડાયવર્ઝન આપી રસ્તો વન-વે કરવામાં આવ્યો છે ત્યારે વહેલી સવારે બે ટ્રેલરો સામસામે અથડાયા હતા. સદનસીબે આ અકસ્માતમાં કોઈ જાનહાનિ થઈ નથી અને બંને ટ્રકના ચાલકોનો આબાદ બચાવ થયો છે પરંતુ સ્થાનિકો અને વાહનચાલકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે, કારણ કે હાઈવેનું કામ અત્યંત ધીમી ગતિએ ચાલી રહ્યું છે. રસ્તા વચ્ચે યોગ્ય સાઈન બોર્ડ વગર મુકાયેલા બેરીકેટ્સ રાત્રિના સમયે વાહનચાલકો માટે જીવલેણ સાબિત થઈ રહ્યા છે. છેલ્લા 15 દિવસમાં જ આ વિસ્તારમાં આ ચોથો અકસ્માત નો બનાવ બન્યો છે જેમાં અગાઉ એક વ્યક્તિનું મોત પણ થવા પામ્યુ હતું. રતનપુરા નજીક સર્જાયેલા અકસ્માતની ઘટનાની જાણ થતાજ ભીલડી પોલીસ, હાઈવે ઓથોરિટીની ટીમ અને 108 એમ્બ્યુલન્સ ઘટનાસ્થળે પહોંચી હતી. પોલીસે ક્રેઈનની મદદથી અકસ્માતગ્રસ્ત વાહનો હટાવી ટ્રાફ્કિ હળવો કરવાની કામગીરી હાથ ધરી હતી. જો હજુ પણ ઓથોરિટી દ્વારા ગંભીરતા દાખવવામાં નહીં આવે, તો મોટા અકસ્માતની ભીતિ સેવાઈ રહી છે. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward