Gandhinagar: ઈન્દ્રોડા ગામમાં ઉભરાતી ગટરથી રહીશો પરેશાન
ગાંધીનગર શહેરના ઈન્દ્રોડા ગામમાં છેલ્લા કેટલાક દિવસથી ગટરના પાણી બેક મારે છે. સ્થાનિકો ફરિયાદો મુજબ ઉભરાતી ગટર અંગે ઘણીવખત રજૂઆત કરવા છતાં કાયમી કોઈ ઉકેલ આવતો નથી. સતત ઉભરાતી ગટરને પગલે આસપાસ લોકોને દુર્ગંધ અને ગંદકીથી પરેશાની ભોગવવી પડે છે. તેમાં પણ જો ગટરના ગંદા પાણી પીવાના પાણીમાં ભળશે તો આ વિસ્તારમાં રોગચાળો ફાટી નીકળવાની શક્યતા છે જેને પગલે તંત્ર દ્વારા વહેલી તકે આ દિશામાં પગલાં લેવાય તેવી ઉગ્ર માંગણી ઉઠી છે.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો
Read Full Story arrow_forward