android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Gandhinagar: સચિવાલય સંકુલમાંથી ઝેરી ગણાતા નાગે દેખા દીધી
calendar_today May 12, 2026

Gandhinagar: સચિવાલય સંકુલમાંથી ઝેરી ગણાતા નાગે દેખા દીધી

શહેરમાં સચિવાલય સંકુલમાં અત્યંત ઝેરી ગણતા નાગ ચઢી આવ્યો હતો. જેનું તાત્કાલિક ધોરણે રેસ્ક્યુ કરાઈને જંગલમાં છોડી દેવાયો હતો. ઉનાળામાં અસહ્ય તાપથી શેકાઈ રહેલી ધરતીનાં કારણે ગરમીનાં પ્રકોપથી બચવા માટે ઠંડકવાળી જગ્યામાં છુપાઈ રહેવા સરિસૃપ રહેણાંક વિસ્તાર તથા સચિવાલય સંકુલમાં દેખાવાનું પ્રમાણ વધ્યું છે. આજે સવારે દસ વાગ્યે સચિવાલય સ્વર્ણિમ સંકુલ-2ની સામે બ્લોક નંબર આઠમાં અત્યંત ઝેરી એવો નાગ દેખાયો હતો. જેને પગલે સલામતી શાખાના અધિકારી દ્વારા તાત્કાલિક સર્પ બચાવની નિઃશુલ્ક સેવા આપતાં નિવૃત્ત બેન્ક મેનેજર પ્રદીપ સોલંકીને બોલાવવામાં આવ્યા હતા. જેઓએ તુરંત ત્યાં પહોંચી સફળતાપૂર્વક નાગ રેસ્ક્યુ કરી વનવિભાગને સાથે રાખી ઝેરી પ્રજાતિના નાગને માનવ વસાહતથી દૂર જંગલ વિસ્તારમાં મુક્ત કર્યો હતો. ઉલ્લેખનીય છે કે ત્રણ દિવસ પહેલા પણ સવારનાં સમયે સ્વર્ણિમ સંકુલ-2ના ગ્રાઉન્ડ ફ્લોર ઉપર અત્યંત ઝેરી સર્પ ખડચિતળો નીકળતા દોડધામ મચી જવા પામી હતી.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Gandhinagar: ડભોડા-વડોદરાને જોડતા ખારી નદી બ્રીજનું કામ જુન સુધીમાં પૂર્ણ કરવાનું આયોજન
calendar_today May 12, 2026

Gandhinagar: ડભોડા-વડોદરાને જોડતા ખારી નદી બ્રીજનું કામ જુન સુધીમાં પૂર્ણ કરવાનું આયોજન

ગાંધીનગરના ડભોડાથી વડોદરા ગામને જોડતા ખારીનદી પરના બ્રીજનું કામ પુરજોશમાં ચાલી રહ્યું છે. જોકે કામગીરી પૂર્ણ થતાં બંન્ને ગામોની સમસ્યાનો અંત આવશે. ખારી નદીનો બ્રીજ અંદાજીત સાત કરોડની ખર્ચે તૈયાર કરવામાં આવી રહ્યો છે. હાલમાં ખારી નદીમાં આ બ્રીજની કામગીરી ધમધોકાર ચાલી રહી છે, જેને જુન મહિનાના અંત સુધીમાં પૂર્ણ કરી દેવાનું આયોજન છે. ચોમાસા દરમિયાન ખારી નદીમાં પુર આવતા બંને આ રસ્તો બંધ થઈ જાય છે. જેને પગલે બંને ગામો વચ્ચે અવરજવર માટે લાંબુ અંતર કાપવું પડે છે.વર્ષોથી ખારી નદી પર બનાવેલા નાના અને જર્જરીત કોઝ વેને મોટા બ્રીજમાં રુપાંતરીત કરવાની માંગ હતી. જે મામલે સરકાર દ્વારા ગત વર્ષે ડભોડા ખારી નદી પર નવીન ઉંચા બ્રીજ માટે અંદાજીત સાતેક કરોડ મંજુર કર્યા હતા. થોડાક મહિના પહેલા ખારી નદી પર નવા બ્રીજનું ખાતમૂહૂર્ત કરાયા બાદ કામ ચાલુ કરાયુ છે, જેની કામગીરી હાલ પુરજોશમાં ચાલી રહી છે. બ્રીજની કામગીરીને લઇને હાલ પુરતા તમામ ગ્રામજનો માટે નદીમાં જ હંગામી કામચલાઉ રસ્તો પાડવામાં આવ્યો છે, જ્યાંથી વાહનો પસાર થાય છે. આગામી દિવસોમાં બ્રીજનુ કામ પૂર્ણ થતા વર્ષોની સમસ્યાનો અંત આવશે. ઉંચો બ્રીજ બનવાથી ખારી નદીમાં પુર સમયે રસ્તો બ્લોક થવાની સમસ્યા અને હાલાકીનો અંત આવશે. ચાલી રહેલાં આયોજન મુજબ જુનના અંત સુધીમાં સમગ્ર કામગીરી પૂર્ણ કરી દેવાનું આયોજન છે. જેને પગલે ચોમાસામાં બંને ગામના લોકોને તેનો ફાયદો મળી રહે તેમ છે. આ સાથે ડભોડા હનુમાન મંદિરે આવતા હજારો ભક્તોને પણ તેનો સીધો ફાયદો મળશે. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Gandhinagar: સે-16માં CNG માટે વાહનોની રસ્તા ઉપર લાઈન લાગી
calendar_today May 12, 2026

Gandhinagar: સે-16માં CNG માટે વાહનોની રસ્તા ઉપર લાઈન લાગી

તસવીર ઘ-5ના ખુણા ઉપર સેક્ટર-16માં આવેલા પેટ્રોલપંપની છે, જ્યાં સીએનજી પુરાવા માટે આવેલી ગાડીઓ દ્વારા રોડ બ્લોક થઈ ગયો હતો. આંતરિક રોડ ઉપર જ ગાડીઓની બે લાઈન લાગતા અન્ય વાહન ચાલકોને ભારે મુશ્કેલીનો સામાનો કરવો પડયો હતો. સ્થાનિકોના મતે અહીં છાશવારે આ પ્રકારે લાઈનો લાગે છે, તેમાં મોડી સાંજે પણ ઘણીવાર આ પ્રકારે લાઈનો થતાં ટ્રાફીકજામ જેવી સ્થિતિ સર્જાય છે. સાંજના સમયે અહીં ફૂડકોર્ટમાં આવતા વાહનોની સંખ્યા પણ વધારે હોય છે. ત્યારે આવી સ્થિતિમાં અહીં યોગ્ય પ્રકારે ટ્રાફિક કે અન્ય લોકોને નડતર ન થાય તે રીતે વાહનોની લાઈનો કરાવાય તે ઈચ્છનિય છે.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward