android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Wadhwan: વઢવાણના બાળા ગામે વર્ષો જુનો રસ્તો રેલવે દ્વારા બંધ કરી દેવાતા નાગરિકોને પરેશાની
calendar_today May 11, 2026

Wadhwan: વઢવાણના બાળા ગામે વર્ષો જુનો રસ્તો રેલવે દ્વારા બંધ કરી દેવાતા નાગરિકોને પરેશાની

વઢવાણ તાલુકાના બાળા ગામના રેલવે સ્ટેશન પાસે ખેડુતોને ખેતરે જવાનો વર્ષો જુનો રસ્તો આવેલો હતો. આ રસ્તો હાલમાં રેલવે દ્વારા આડશ કરીને બંધ કરી દેવાતા ખેડુતો મુશ્કેલીમાં મુકાયા છે. આ અંગે ગામના યુવાનોએ કલેકટર કચેરીમાં લેખીત રજુઆત કરી રસ્તો ખુલ્લો કરવા માંગ કરી છે. સુરેન્દ્રનગર જિલ્લામાં રેલવેની અનેક સ્થળે જમીન રૂપી સંપત્તી આવેલી છે. રેલવે દ્વારા તેનો કોઈ વપરાશ ન હોય તો પણ ગામલોકો તેનો ઉપયોગ કરે તો રેલવે તેના પર પ્રતીબંધ મુકી દે છે. આ જમીનનો રેલવે પોતે ઉપયોગ તો નથી કરતી પણ કોઈના ઉપયોગમાં પણ આવવા નથી દેતી. આવી જ સ્થીતી વઢવાણ તાલુકાના બાળા ગામે ઉભી થઈ છે. લખતરથી સુરેન્દ્રનગર તરફ જતી રેલવે લાઈન બાળા પાસેથી પસાર થાય છે. બાળા ગામે નાનુ એવુ રેલવે સ્ટેશન પણ આવેલુ છે. આ રેલવે સ્ટેશન પાસેથી ગામના 50થી વધુ ખેડુતોને પોતાના ખેતરે જવાનો રસ્તો છે. આ રસ્તો રેલવેની હદમાં આવતો હોઈ તાજેતરમાં રેલવે દ્વારા લોખંડની એંગલો અને પતરા નાંખીને રસ્તો બંધ કરી દેવાયો છે. જેને લીધે ખેડુતોને પોતાના ખેતરે જવામાં અને ખેત પેદાશો લઈને આવવામાં ભારે તકલીફ ભોગવવી પડે છે. આ સમસ્યાના નીવારણ માટે બાળાના નયનભાઈ રોજાસરા, હર્ષદભાઈ વ્યાસ, વિષ્ણુભાઈ બાવળીયા, કનાભાઈ કઠેચીયા, દશરથસિંહ ચાવડા, પ્રવીણભાઈ સીસોદીયા સહિતનાઓએ કલેકટર કલેકટર કચેરીમાં લેખીત રજુઆત કરી છે. અને તાકીદે આ સમસ્યાનું નીવારણ લાવવા માંગ કરી છે.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Dhrangadhra: ધ્રાંગધ્રા શહેર-ગ્રામ્યમાં જુગારના દરોડા : મુદ્દામાલ સાથે 7 ઝડપાયા
calendar_today May 11, 2026

Dhrangadhra: ધ્રાંગધ્રા શહેર-ગ્રામ્યમાં જુગારના દરોડા : મુદ્દામાલ સાથે 7 ઝડપાયા

ધ્રાંગધ્રા શહેરના આંબેડકરનગર પાછળ આવેલા સ્મશાન પાસે અને તાલુકાના હરીપર ગામે જુગારની બાતમી મળતા પોલીસે રેડ કરી હતી. જેમાં 7 જુગારીયાઓ રોકડા રૂપીયા 25,960 સાથે ઝડપાયા હતા. આ અંગે પોલીસ મથકે ફરિયાદો નોંધી વધુ તપાસ હાથ ધરાઈ છે. ધ્રાંગધ્રા સીટી પોલીસના સરફરાઝભાઈ, મુળરાજસિંહ સહિતનાઓને શહેરના આંબેડકરનગર પાછળ આવેલ સ્મશાન પાસે ગુડદી પાસાના જુગારની બાતમી મળતા રેડ કરાઈ હતી. જેમાં અરવિંદ ઉકાભાઈ સાગઠીયા, વિનોદ લાખાભાઈ પરમાર, ગૌતમ વિજયભાઈ મકવાણા અને જીતેન્દ્ર દેવશીભાઈ પરમાર રોકડા રૂપીયા 21,200 સાથે પકડાયા હતા. તમામ જુગારીયાઓ સામે ધ્રાંગધ્રા સીટી પોલીસ મથકે ફરિયાદ નોંધી વધુ તપાસ એચસી ડી.એન.પરમાર ચલાવી રહ્યા છે. જયારે ધ્રાંગધ્રા તાલુકા પોલીસ મથકના નરેશભાઈ ભોજીયા, વી.આર.રબારી સહિતનાઓને હરીપર ગામે જાહેરમાં અમુક શખ્સો જુગાર રમતા હોવાની બાતમી મળતા રેડ કરાઈ હતી. જેમાં જયેશ રમેશભાઈ હાલાણી, ઘનશ્યામ જશરાજભાઈ હાલાણી અને રવી રાજેશભાઈ હાલાણી ગંજીપાનાનો જુગાર રમતા રોકડા રૂપીયા 4760 સાથે પકડાયા હતા.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Gujarat Latest News Updated : રાજકોટના મવડી વિસ્તારમાં લુખ્ખા તત્વોનો આતંક, છરી સાથે મારામારીનો વીડિયો થયો વાયરલ
calendar_today May 11, 2026

Gujarat Latest News Updated : રાજકોટના મવડી વિસ્તારમાં લુખ્ખા તત્વોનો આતંક, છરી સાથે મારામારીનો વીડિયો થયો વાયરલ

ગુજરાત અને દેશ દુનિયાના સમાચાર સંદેશ ન્યૂઝના આ ન્યૂઝ બ્લોગ પર ક્લિક કરીને વાંચી શકશો. 11 મેના બ્રેકીંગ ન્યૂઝ વાંચવા માટે આ પેજ પર બનેલા રહો અને રિફ્રેશ કરતા રહો.

Read Full Story arrow_forward