android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Amreliના વંડા પોલીસ સ્ટેશનના બે કોન્સ્ટેબલ અને બે વચેટિયા 51 હજારની લાંચ લેતા ઝડપાયા
calendar_today May 11, 2026

Amreliના વંડા પોલીસ સ્ટેશનના બે કોન્સ્ટેબલ અને બે વચેટિયા 51 હજારની લાંચ લેતા ઝડપાયા

અમરેલીના વંડા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા હેડ કોન્સ્ટેબલ વિજય મેર અને છગન ડાભીએ એક વ્યક્તિ પાસે લાંચની માંગણી કરી હતી. આ લાંચ મુખ્યત્વે મોબાઈલ અને કાર કબજે ન કરવા, પોલીસ દ્વારા માર ન મારવા અને ધંધો શાંતિથી ચલાવવા દેવા માટે માંગવામાં આવી હતી. શરૂઆતમાં પોલીસ કર્મચારીઓ દ્વારા 1.25 લાખ રૂપિયાની મોટી રકમ માંગવામાં આવી હતી, પરંતુ અંતે રકઝકના અંતે 51,000 રૂપિયા નક્કી કરવામાં આવ્યા હતા.ACBનું છટકું અને વચેટિયાઓની ધરપકડ લાંચની રકમ આપવી ન હોવાથી ફરિયાદીએ આ અંગે ACB (એન્ટી કરપ્શન બ્યુરો)નો સંપર્ક કર્યો હતો. ACB દ્વારા ગોઠવવામાં આવેલા છટકામાં વચેટિયાઓ દ્વારા લાંચની રકમ સ્વીકારતી વખતે જ પોલીસ કર્મચારીઓ અને બે વચેટિયાઓને દબોચી લેવામાં આવ્યા હતા. આ કાર્યવાહીમાં કોન્સ્ટેબલ વિજય મેર, છગન ડાભી અને તેમની સાથે સંકળાયેલા બે વચેટિયાઓનો ભાંડો ફૂટી ગયો છે. ACB દ્વારા વધુ તપાસ શરૂ ACBએ આ મામલે ગુનો નોંધીને ચારેય આરોપીઓની અટકાયત કરી છે. પોલીસ વિભાગમાં જ ચાલતા આવા ભ્રષ્ટાચારના કિસ્સાએ ચકચાર જગાવી છે. હાલમાં ACB દ્વારા આ નેટવર્કમાં અન્ય કોઈ સંડોવાયેલું છે કે કેમ અને અગાઉ પણ આવા કોઈ કિસ્સા બન્યા છે કે નહીં, તે દિશામાં ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરવામાં આવી છે. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Dwarka News: દુધિયા ગામે રસ્તાના ડખ્ખામાં યુવકની હત્યા, કુટુંબીજનોએ કુહાડી અને પાઇપ વડે કર્યો હુમલો
calendar_today May 11, 2026

Dwarka News: દુધિયા ગામે રસ્તાના ડખ્ખામાં યુવકની હત્યા, કુટુંબીજનોએ કુહાડી અને પાઇપ વડે કર્યો હુમલો

કલ્યાણપુરના દુધિયા ગામના વાડી વિસ્તારમાં રસ્તા બાબતે કુટુંબીજનો વચ્ચે લાંબા સમયથી તકરાર ચાલતી હતી. આ ડખ્ખાએ આજે ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું અને સામાન્ય બોલાચાલી લોહિયાળ સંઘર્ષમાં ફેરવાઈ ગઈ હતી. ઉશ્કેરાયેલા કુટુંબીજનોએ 42 વર્ષીય દેવાણંદ વરૂ નામના યુવક પર કુહાડી, લોખંડના પાઇપ અને લાકડી જેવા જીવલેણ હથિયારો વડે બેફામ હુમલો કર્યો હતો.સારવાર દરમિયાન યુવકનું કરુણ મોત હુમલામાં ગંભીર રીતે ઘાયલ થયેલા દેવાણંદભાઈને તાત્કાલિક લોહીલુહાણ હાલતમાં જામનગરની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. જોકે, ઈજાઓ એટલી ગંભીર હતી કે સારવાર કારગત નીવડે તે પહેલા જ તેમનું કરુણ મોત નીપજ્યું હતું. આ સમાચાર મળતા જ પરિવારમાં આક્રંદ છવાઈ ગયો હતો અને નાના એવા દુધિયા ગામમાં શોક સાથે ચકચાર મચી ગઈ હતી. 5 આરોપીઓ વિરુદ્ધ પોલીસ ફરિયાદ આ હત્યાના મામલે પોલીસે કડક કાર્યવાહી હાથ ધરી છે. મૃતકના પરિવારની ફરિયાદના આધારે પોલીસે 2 મહિલા અને 3 પુરુષ સહિત કુલ 5 કુટુંબીજનો વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધી તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. હાલમાં પોલીસે આરોપીઓને ઝડપી લેવા માટે ચક્રો ગતિમાન કર્યા છે અને ગામમાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ બંદોબસ્ત પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
West Bengal : પૂર્વ મંત્રી અને TMC નેતા સુજીત બોસની EDએ કરી ધરપકડ
calendar_today May 11, 2026

West Bengal : પૂર્વ મંત્રી અને TMC નેતા સુજીત બોસની EDએ કરી ધરપકડ

સુજીત બોસની પશ્ચિમ બંગાળના મ્યુનિસિપાલિટી ભરતી કૌભાંડ મામલે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) દ્વારા સોમવારે ધરપકડ કરવામાં આવી છે. ઈડીનો આરોપ છે કે નોર્થ દમદમ, સાઉથ દમદમ અને હાલીશહેર સહિતની અનેક મ્યુનિસિપાલિટીમાં થયેલી ભરતી ગોટાળામાં સુજીત બોસ સંડોવાયેલા હતા. 4 મેના રોજ ફરી સમન્સ પાઠવવામાં આવ્યું હતું મળતી માહિતી મુજબ સુજીત બોસ સોમવારે સવારે લગભગ 10:30 વાગ્યે સોલ્ટલેક સ્થિત CGO કોમ્પ્લેક્સમાં આવેલા ઈડી કાર્યાલયમાં હાજર થયા હતા. લગભગ 10 કલાકથી વધુ સમય સુધી પૂછપરછ કર્યા બાદ ઈડીએ તેમની ધરપકડ કરી હતી. આ પહેલાં પણ 1 મેના રોજ સુજીત બોસ ઈડી ઓફિસમાં હાજર થયા હતા. ત્યારબાદ ચૂંટણી પરિણામો બાદ 4 મેના રોજ ફરી સમન્સ પાઠવવામાં આવ્યું હતું. સાઉથ દમદમ મ્યુનિસિપાલિટીમાં ભરતી દરમિયાન ગેરકાયદેસર રીતે ઉમેદવારોના નામોની ભલામણ કરવામાં આવી હતી, જેને લઈને પૂછપરછ ચાલી રહી હતી. CBI પહેલેથી જ ચાર્જશીટ દાખલ કરી ચૂકી છે સુજીત બોસના વકીલે જણાવ્યું કે તેમના પુત્ર સમુદ્ર બોજ અને પરિવારના અન્ય સભ્યોને પણ ઈડી દ્વારા સમન્સ પાઠવવામાં આવ્યા હતા અને તેમના નિવેદનો નોંધાયા હતા. સુજીત બોસે અગાઉ દાવો કર્યો હતો કે આ જ મામલે CBI પહેલેથી જ ચાર્જશીટ દાખલ કરી ચૂકી છે અને તેમાં તેમનું નામ નથી. ઈડીનો આરોપ છે કે પૈસાના બદલે અયોગ્ય ઉમેદવારોને મ્યુનિસિપાલિટીમાં નોકરી આપવામાં આવી હતી. તપાસ દરમિયાન સુજિત બોઝના પુત્રના સોલ્ટલેક સેક્ટર-5 સ્થિત રેસ્ટોરન્ટમાંથી 45 લાખ રૂપિયા મળી આવ્યા હતા. ઈડીના જણાવ્યા મુજબ આ રેસ્ટોરન્ટ મારફતે કાળા નાણાંને વ્હાઈટ કરવાની પ્રવૃત્તિ ચાલતી હતી. આ ઉપરાંત તારાતલા વિસ્તારમાં સુજીત બોસના નજીકના એક વેપારીના ઓફિસ પર દરોડા દરમિયાન લગભગ 3 કરોડ રૂપિયા જપ્ત કરાયા હતા. હાલ ઈડી સમગ્ર કૌભાંડના નાણાકીય જોડાણોની વધુ તપાસ કરી રહી છે. આ પણ વાંચો : Mumbai : મીરા રોડ પરથી ક્રાઈમ બ્રાન્ચે 13.61 કરોડનો માલ કર્યો જપ્ત, 10 આરોપીની ધરપકડ

Read Full Story arrow_forward