android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Gujarat Latest News Live : અમદાવાદ-ઉદયપુર હાઈવે પર કારમાં લાગી ભીષણ આગ; પ્રાંતિજ પાસે ચાલકનો આબાદ બચાવ
calendar_today May 11, 2026

Gujarat Latest News Live : અમદાવાદ-ઉદયપુર હાઈવે પર કારમાં લાગી ભીષણ આગ; પ્રાંતિજ પાસે ચાલકનો આબાદ બચાવ

ગુજરાત અને દેશ દુનિયાના સમાચાર સંદેશ ન્યૂઝના આ ન્યૂઝ બ્લોગ પર ક્લિક કરીને વાંચી શકશો. 11 મેના બ્રેકીંગ ન્યૂઝ વાંચવા માટે આ પેજ પર બનેલા રહો અને રિફ્રેશ કરતા રહો.

Read Full Story arrow_forward
Ahmedabad-ઉદયપુર હાઈવે પર કારમાં ભીષણ આગ: પ્રાંતિજ પાસે ચાલકનો આબાદ બચાવ
calendar_today May 11, 2026

Ahmedabad-ઉદયપુર હાઈવે પર કારમાં ભીષણ આગ: પ્રાંતિજ પાસે ચાલકનો આબાદ બચાવ

અમદાવાદ-ઉદયપુર નેશનલ હાઈવે પર પ્રાંતિજ નજીક આવેલા રસલપુર પાસે આજે એક કારમાં અચાનક આગ લાગી હતી. કાર હાઈવે પરથી પસાર થઈ રહી હતી ત્યારે જ એન્જિનના ભાગેથી ધુમાડા નીકળવા લાગ્યા હતા અને જોતજોતામાં આખી કાર આગની જ્વાળાઓમાં લપેટાઈ ગઈ હતી. હાઈવે પર ભડભડ સળગતી કારને જોઈને અન્ય વાહનચાલકોમાં પણ ફાળ પડી હતી.ચાલકની સમયસૂચકતાથી મોટી જાનહાનિ ટળી કારમાં આગ લાગતા જ ચાલકે અત્યંત સતર્કતા દાખવી હતી. આગની તીવ્રતા વધે તે પહેલાં જ ચાલકે સમયસૂચકતા વાપરી કારને રોકી દીધી હતી અને તરત જ બહાર નીકળી ગયો હતો. ચાલક સમયસર બહાર આવી જતાં તેનો આબાદ બચાવ થયો છે. આ ઘટનામાં કોઈ પણ પ્રકારની જાનહાનિ થઈ નથી, જે એક રાહતના સમાચાર છે. કાર બળીને ખાખ, ટ્રાફિક જામની સ્થિતિ આગ એટલી વિકરાળ હતી કે જોતજોતામાં લાખોની કિંમતની કાર સંપૂર્ણપણે બળીને ખાખ થઈ ગઈ હતી. ઘટનાને પગલે હાઈવે પરના વાહનવ્યવહાર પર પણ અસર પડી હતી અને થોડા સમય માટે ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી. પ્રાથમિક દ્રષ્ટિએ શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું મનાઈ રહ્યું છે. હાઈવે પર હાજર લોકોએ ફાયર બ્રિગેડને જાણ કરતા આગ ઓલવવાની કામગીરી હાથ ધરાઈ હતી, પરંતુ ત્યાં સુધીમાં કારનો માત્ર લોખંડનો સામાન જ બાકી રહ્યો હતો. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Mumbai : મીરા રોડ પરથી ક્રાઈમ બ્રાન્ચે 13.61 કરોડનો માલ કર્યો જપ્ત, 10 આરોપીની ધરપકડ
calendar_today May 11, 2026

Mumbai : મીરા રોડ પરથી ક્રાઈમ બ્રાન્ચે 13.61 કરોડનો માલ કર્યો જપ્ત, 10 આરોપીની ધરપકડ

મુંબઈના મીરા રોડ વિસ્તારમાં વ્યાવસાયિક સ્તરે ચાલી રહેલા મોટા એમડી ડ્રગ્સ રેકેટનો ક્રાઈમ બ્રાન્ચ યુનિટ-4એ ભાંડો ફોડ્યો છે. પોલીસે આ કાર્યવાહી દરમિયાન કુલ 13.61 લાખ રૂપિયાની કિંમતનું 6 કિલો 773 ગ્રામ એમડી ડ્રગ્સ જપ્ત કર્યું છે. આ કેસમાં અત્યાર સુધીમાં કુલ 10 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે.છેડા આદર્શ બિલ્ડિંગમાં એક મકાન પર દરોડો પાડવામાં આવ્યો હતો પોલીસના જણાવ્યા મુજબ 4 એપ્રિલ 2026ના રોજ બપોરે લગભગ 3:05 વાગ્યે નયા નગર, મીરા રોડ પૂર્વ વિસ્તારમાં આવેલી છેડા આદર્શ બિલ્ડિંગમાં એક મકાન પર દરોડો પાડવામાં આવ્યો હતો. દરોડા દરમિયાન ફિરદોસ અરબાજ કુરેશી નામની મહિલાના ઘરમાંથી 1 કિલો 324 ગ્રામ એમડી ડ્રગ્સ મળી આવ્યું હતું, જેની કિંમત અંદાજે 2 કરોડ 66 લાખ 17 હજાર 280 રૂપિયા હોવાનું જણાવાયું છે. 10 આરોપીઓને ઝડપી લેવામાં આવ્યા તપાસ દરમિયાન ખુલ્યું કે આ ડ્રગ્સ ફિરદોસના પતિ અરબાજ વકીલ કુરેશીનું હતું. ત્યારબાદ નયા નગર પોલીસ સ્ટેશનમાં એનડીપીએસ એક્ટ 1985ની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો. ક્રાઈમ બ્રાન્ચ યુનિટ-4એ મુંબઈ, મીરા રોડ અને ગુજરાતમાં સતત કાર્યવાહી કરીને વધુ તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન એક પછી એક કરીને કુલ 10 આરોપીઓને ઝડપી લેવામાં આવ્યા છે. ધરપકડ કરાયેલા આરોપીઓમાં અરબાજ કુરેશી, મોઈજ ખાન, અરમાન રાઈન, સુનીલ યાદવ, મોહમ્મદ વસીમ શેખ, ઈરફાન કુડિયા, મોહમ્મદ અરાફત અન્સારી, ખાલદા અન્સારી અને આકાશ યાદવ સહિતના લોકોનો સમાવેશ થાય છે. પોલીસનું માનવું છે કે આ ગેંગ મોટાપાયે એમડી ડ્રગ્સની ખરીદી અને વેચાણમાં સંડોવાયેલું હતું. હાલમાં પોલીસ ડ્રગ્સ સપ્લાય ચેઈન અને અન્ય રાજ્યો સાથેના નેટવર્કની તપાસ કરી રહી છે. સમગ્ર કાર્યવાહી પોલીસ કમિશનર નિકેત કૌશિકના માર્ગદર્શન હેઠળ કરવામાં આવી હતી. આ પણ વાંચો : West Bengal: મુખ્યમંત્રી Suvendu Adhikariએ IAS Manoj Agarwalને સોંપી મહત્વપૂર્ણ જવાબદારી

Read Full Story arrow_forward