android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Maldivesએ ભારત સરકારને ચૂકવ્યા 425 કરોડ રૂપિયા, જાણો કારણ
calendar_today May 11, 2026

Maldivesએ ભારત સરકારને ચૂકવ્યા 425 કરોડ રૂપિયા, જાણો કારણ

માલદીવના રાષ્ટ્રપતિ મોહમ્મદ મુઈઝુએ સોમવારે એક ખાસ પ્રેસ કોન્ફરન્સમાં જાહેરાત કરી કે તેમની સરકારે ભારત પાસેથી અગાઉની સરકારોએ લીધેલી લોનનો બીજો હપતો સફળતાપૂર્વક ચૂકવી દીધો છે. તેમણે જણાવ્યું કે માલદીવ સરકારે 50 મિલિયન ડોલર (લગભગ 425 કરોડ રૂપિયા)ના ટ્રેઝરી બિલની સંપૂર્ણ ચુકવણી કરી દીધી છે.2024માં પણ હપતો ચૂકવ્યો હતો રાષ્ટ્રપતિ મુઈઝુએ કહ્યું કે આ ચુકવણી દ્વારા માલદીવે ભારત પ્રત્યેની પોતાની નાણાકીય જવાબદારી નિભાવી છે. અગાઉ જાન્યુઆરી 2024માં પણ માલદીવ્સ સરકારે 50 મિલિયન ડોલરનું એક ટ્રેઝરી બિલ ચૂકવી દીધું હતું. હવે સપ્ટેમ્બર મહિનામાં વધુ 50 મિલિયન ડોલરનું એક ટ્રેઝરી બિલ બાકી છે, જેની ચુકવણી બાકી છે. 2019માં ભારત પાસેથી આર્થિક મદદ લેવામાં આવી હતી તેમણે જણાવ્યું કે 2019માં તત્કાલીન રાષ્ટ્રપતિ ઈબ્રાહિમ મોહમ્મદ સોલિહની સરકાર દ્વારા વધતા બજેટ ઘાટા અને આર્થિક જરૂરિયાતોને પહોંચી વળવા ભારત પાસેથી આર્થિક મદદ લેવામાં આવી હતી. તે સમયગાળા દરમિયાન ભારતીય સ્ટેટ બેંકે માલદીવ સરકાર દ્વારા જારી કરાયેલા ટ્રેઝરી બિલ ખરીદ્યા હતા. મુઈઝુ સરકાર દેશની આર્થિક સ્થિતિ મજબૂત કરવા પર ધ્યાન આપી રહી છે મુઈઝુએ અગાઉની સરકાર પર આરોપ લગાવતા કહ્યું કે અગાઉ આ બિલોની ચુકવણીને બદલે દર વર્ષે તેને “રોલ ઓવર” કરવામાં આવતી હતી, એટલે કે જૂની લોનને આગળ ધપાવવામાં આવતી હતી. પરંતુ તેમની સરકાર હવે આ બાકી લોન ચૂકવી રહી છે, જેના કારણે લગભગ 150 મિલિયન ડોલર (લગભગ 1275 કરોડ રૂપિયા)ના દેવામાંથી રાહત મળશે. ભારત વર્ષોથી માલદીવ્સને આર્થિક સહાય આપતું આવ્યું છે અને મુશ્કેલ સમયમાં ટ્રેઝરી બિલની મુદત વધારીને પણ મદદ કરી છે. હાલની સરકાર હવે વિદેશી દેવું ઘટાડીને દેશની આર્થિક સ્થિતિ મજબૂત કરવા પર ધ્યાન આપી રહી છે. આ પણ વાંચો : Iran US Israel War 2026: વૈશ્વિક ઉર્જા સંકટને ખત્મ કરવા વિવિધ દેશે લીધા કડક નિર્ણયો, જાણો

Read Full Story arrow_forward
West Bengal: મુખ્યમંત્રી Suvendu Adhikariએ IAS Manoj Agarwalને સોંપી મહત્વપૂર્ણ જવાબદારી
calendar_today May 11, 2026

West Bengal: મુખ્યમંત્રી Suvendu Adhikariએ IAS Manoj Agarwalને સોંપી મહત્વપૂર્ણ જવાબદારી

રાજ્યમાં બે તબક્કાનું મતદાન શાંતિપૂર્ણ રહ્યું છે. મનોજ અગ્રવાલને સુવેન્દુ અધિકારી સરકારમાં નવી જવાબદારી સોંપાઇ છે. હિંસા વિના ચૂંટણીઓ યોજાઈ પશ્ચિમ બંગાળમાં નવા મુખ્ય સચિવ બન્યા છે. મુખ્યમંત્રી સુવેન્દુ અધિકારી દ્વારા વરિષ્ઠ IAS અધિકારી મનોજ કુમાર અગ્રવાલને આ મહત્વપૂર્ણ જવાબદારી સોંપવામાં આવી છે. તેઓ અગાઉ રાજ્યના મુખ્ય ચૂંટણી અધિકારી તરીકે સેવા આપી ચૂક્યા છે, અને તેમના નેતૃત્વમાં હિંસા વિના ચૂંટણીઓ યોજાઈ હતી. તેઓ અગાઉ બંગાળના મુખ્ય ચૂંટણી અધિકારી તરીકે સેવા આપી ચૂક્યા છે. તેમના નેતૃત્વમાં ચૂંટણીઓ યોજાઈ હતી. જેના કારણે ભાજપ સરકારની રચના થઈ હતી. હવે, તેમને બંગાળના નવા મુખ્ય સચિવ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. નવા મુખ્ય સચિવ તરીકે નિયુક્ત મુખ્યમંત્રી સુવેન્દુ અધિકારી દ્વારા વરિષ્ઠ IAS અધિકારી મનોજ કુમાર અગ્રવાલને રાજ્યના નવા મુખ્ય સચિવ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે, જ્યારે વર્તમાન મુખ્ય સચિવ, દુષ્યંત નારિયાલાને દિલ્હીના બંગભવનના મુખ્ય નિવાસી કમિશનર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. 1990 બેચના IAS અધિકારી, વિધાનસભા ચૂંટણી પછી રાજ્યના આગામી મુખ્ય સચિવ બનવા માટે તેઓ સૌથી આગળ હતા. મનોજ અગ્રવાલ સુવેન્દુ અધિકારી કેબિનેટની બેઠકમાં પણ હાજર રહ્યા હતા. જેના પર તૃણમૂલ કોંગ્રેસે સવાલ ઉઠાવ્યા હતા. IIT કાનપુરમાં શિક્ષણ મેળવ્યું IIT કાનપુરના ભૂતપૂર્વ વિદ્યાર્થી મનોજ અગ્રવાલે ખોરાક અને પુરવઠો, અગ્નિ અને કટોકટી સેવાઓ અને આપત્તિ વ્યવસ્થાપન જેવા મુખ્ય ક્ષેત્રોમાં 27 કાર્યો તેમજ કેન્દ્રીય પ્રતિનિયુક્તિની ભૂમિકાઓમાં સેવા આપી છે. એક પ્રામાણિક વહીવટકર્તા અને રાજ્ય IAS એસોસિએશનના વર્તમાન પ્રમુખ તરીકે જાણીતા, તેઓ 31 જુલાઈ 2026ના રોજ નિવૃત્ત થવાના છે. જોકે તેમને એક્સટેન્શન મળી શકે છે. આ પણ વાંચોઃ નિવૃત્ત અધિકારીઓ પર સીએમ Suvendu Adhikariની 'સર્જિકલ સ્ટ્રાઈક', જાણો શું છે મામલો?

Read Full Story arrow_forward
Gujarat Latest News Live : વડોદરામાં PM મોદીનું ભવ્ય આગમન, રોડ શોમાં પશ્ચિમ બંગાળની થીમ અને સાંસ્કૃતિક નૃત્યોનું આકર્ષણ
calendar_today May 11, 2026

Gujarat Latest News Live : વડોદરામાં PM મોદીનું ભવ્ય આગમન, રોડ શોમાં પશ્ચિમ બંગાળની થીમ અને સાંસ્કૃતિક નૃત્યોનું આકર્ષણ

ગુજરાત અને દેશ દુનિયાના સમાચાર સંદેશ ન્યૂઝના આ ન્યૂઝ બ્લોગ પર ક્લિક કરીને વાંચી શકશો. 11 મેના બ્રેકીંગ ન્યૂઝ વાંચવા માટે આ પેજ પર બનેલા રહો અને રિફ્રેશ કરતા રહો.

Read Full Story arrow_forward