android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Gujarat સરકારની મોટી જાહેરાત: દેશના પ્રથમ ‘ટ્રાઇબલ જિનોમ સિક્વેન્સિંગ પ્રોજેક્ટ’ દ્વારા આદિવાસીઓને વંશાનુગત રોગોથી મળશે મુક્તિ
calendar_today May 11, 2026

Gujarat સરકારની મોટી જાહેરાત: દેશના પ્રથમ ‘ટ્રાઇબલ જિનોમ સિક્વેન્સિંગ પ્રોજેક્ટ’ દ્વારા આદિવાસીઓને વંશાનુગત રોગોથી મળશે મુક્તિ

રાજ્યના આદિવાસી સમુદાયમાં વર્ષોથી જોવા મળતી જિનોમિક બીમારીઓ જેવી કે સિકલસેલ એનિમિયા અને થેલેસેમિયાને અટકાવવા માટે સરકારે 'ગુજરાત ટ્રાઇબલ જિનોમ સિક્વેન્સિંગ પ્રોજેક્ટ' ની જાહેરાત કરી છે. આ પ્રકારનો અત્યાધુનિક ડેટાબેઝ તૈયાર કરનાર ગુજરાત સમગ્ર ભારતમાં પ્રથમ રાજ્ય બનશે. આ પ્રોજેક્ટનો મુખ્ય ઉદ્દેશ્ય આદિવાસી સમુદાયના જનીનોનો અભ્યાસ કરી ભવિષ્યની પેઢીને આ રોગોથી મુક્ત કરવાનો છે.17 જિલ્લા અને 20 આદિવાસી સમુદાયો પર થશે સંશોધન આ મહત્વકાંક્ષી પ્રોજેક્ટ હેઠળ રાજ્યના 17 જિલ્લાઓમાં વસતા અંદાજે 20 જેટલા અલગ-અલગ આદિવાસી સમૂદાયોને આવરી લેવામાં આવશે. સંશોધન માટે આ સમુદાયોમાંથી અંદાજે 4,000 જેટલા બાયોલોજિકલ સેમ્પલ લેવામાં આવશે. આ સેમ્પલ્સનું જિનોમ સિક્વેન્સિંગ કરવામાં આવશે, જેનાથી એ જાણી શકાશે કે ચોક્કસ કયા જનીનોમાં ખામી છે અને કયા રોગો પેઢી દર પેઢી આગળ વધી રહ્યા છે. બાળપણથી જ સારવાર અને રોગો પર નિયંત્રણ આ પ્રોજેક્ટની સૌથી મોટી વિશેષતા એ છે કે જો જનીનોમાં કોઈ ખામી જણાશે, તો તેની બાળપણથી જ સારવાર શરૂ કરી શકાશે. જનીન સ્તરે રોગની ઓળખ થવાથી આવનારી પેઢીમાં આ બીમારીઓનું સંક્રમણ અટકાવી શકાશે. આ ટેકનોલોજી દ્વારા માત્ર સારવાર જ નહીં, પરંતુ નિવારણ પર પણ ભાર મૂકવામાં આવશે, જેનાથી આદિવાસી વિસ્તારોમાં આરોગ્યની સ્થિતિમાં મોટો સુધારો જોવા મળશે. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Amreli : સિંહની પજવણી કરનારા બે લોકોની પોલીસે કરી ધરપકડ
calendar_today May 11, 2026

Amreli : સિંહની પજવણી કરનારા બે લોકોની પોલીસે કરી ધરપકડ

અમરેલી જિલ્લામાં સિંહની પજવણીના મામલે વન વિભાગે કડક કાર્યવાહી હાથ ધરી છે. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા એક વીડિયોના આધારે તપાસ શરૂ કરવામાં આવી હતી, જેમાં કેટલાક લોકો દ્વારા બાઈક દોડાવીને સિંહની પજવણી કરવામાં આવી હોવાનું સ્પષ્ટ થયું હતું.ઘટના નાનીધારી ગામની હોવાનું ખુલ્યું મળતી માહિતી મુજબ વીડિયોમાં બે વ્યક્તિઓ સિંહની પાછળ ક્રૂરતાપૂર્વક બાઈક દોડાવતા જોવા મળ્યા હતા. આ ઘટના અમરેલી જિલ્લાના નાનીધારી ગામની હોવાનું ખુલ્યું છે. ઘટના સામે આવ્યા બાદ વન વિભાગે તાત્કાલિક તપાસના આદેશ આપ્યા હતા અને અલગ-અલગ ટીમો બનાવી તપાસ શરૂ કરી હતી. તપાસ દરમિયાન વન વિભાગે શિવરાજ માંજરીયા અને રણજીત માંજરીયાની ઓળખ કરી તેમની ધરપકડ કરી છે. વાઈલ્ડલાઈફ પ્રોટેક્શન એક્ટ હેઠળ ગંભીર ગુનો બંને આરોપીઓને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા બાદ તેમના બે દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે. વન વિભાગના અધિકારીઓએ જણાવ્યું છે કે સમગ્ર ઘટનાની ગંભીરતાથી તપાસ ચાલી રહી છે અને અન્ય સંડોવાયેલા લોકોની પણ ઓળખ કરવામાં આવી રહી છે. વીડિયો વાયરલ થતાં જ સ્થાનિક સ્તરે અને પર્યાવરણપ્રેમીઓમાં ભારે આક્રોશ જોવા મળ્યો હતો. સિંહ જેવા જંગલી પ્રાણીઓની પજવણી કરવી વાઈલ્ડલાઈફ પ્રોટેક્શન એક્ટ હેઠળ ગંભીર ગુનો ગણાય છે. વન વિભાગે સ્પષ્ટ કર્યું છે કે આવા કૃત્યો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે અને કોઈને પણ છોડવામાં નહીં આવે. હાલ વન વિભાગે પુરાવા એકત્ર કરવા માટે વધુ ટીમો તૈનાત કરી છે અને આ ઘટનાના તમામ પાસાઓની તપાસ ચાલુ છે. અધિકારીઓએ લોકોને અપીલ કરી છે કે જંગલી પ્રાણીઓ સાથે કોઈપણ પ્રકારની છેડછાડ કે પજવણી ન કરે અને જો આવી ઘટના જોવા મળે તો તાત્કાલિક જાણકારી આપે. આ પણ વાંચો : Dwarka જિલ્લાના ખેડૂતો દ્વારા ડેમમાં રસ્તા બાબતે આવેદનપત્ર આપ્યું

Read Full Story arrow_forward
PM મોદીની અપીલની અસર, મહારાષ્ટ્ર સરકાર ડેલિગેશનને કાન્સ નહીં મોકલે
calendar_today May 11, 2026

PM મોદીની અપીલની અસર, મહારાષ્ટ્ર સરકાર ડેલિગેશનને કાન્સ નહીં મોકલે

મિડલ ઈસ્ટમાં વધતા તણાવને ધ્યાનમાં રાખીને તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશવાસીઓને ઓછામાં ઓછા એક વર્ષ સુધી વિદેશ પ્રવાસ ટાળવાની અપીલ કરી હતી. તેમની આ અપીલને દેશની આર્થિક સ્થિતિને મજબૂત બનાવવા માટે મહત્વપૂર્ણ પગલું માનવામાં આવી રહ્યું છે, કારણ કે દેશમાં જ ખર્ચ વધવાથી સ્થાનિક અર્થતંત્રને ફાયદો થશે. શું કહ્યું આશિષ સેલારે? આ વચ્ચે મહારાષ્ટ્ર સરકાર દ્વારા એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. રાજ્ય સરકારનું એક પ્રતિનિધિમંડળ (ડેલિગેશન) કેન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં જવાનું હતું, પરંતુ હવે આ પ્રવાસ રદ કરવામાં આવ્યો છે. મહારાષ્ટ્રના સાંસ્કૃતિક કાર્યમંત્રી આશિષ સેલારે આ નિર્ણયની જાણકારી આપી છે. આશિષ શેલારે જણાવ્યું કે વડાપ્રધાન મોદીની અપીલને ધ્યાનમાં રાખીને રાષ્ટ્રીય હિતને સર્વોચ્ચ માનવામાં આવ્યું છે અને તેથી કેન્સ ફેસ્ટિવલનો પ્રવાસ રદ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. તેમ છતાં તેમણે સ્પષ્ટ કર્યું કે ફેસ્ટિવલમાં ભાગ લેનારી મરાઠી ફિલ્મ અને સંબંધિત સહયોગ માટે જરૂરી ટીમ હાજર રહેશે. 13 મેથી કાન્સ ફેસ્ટિવલ થશે શરૂ તેમણે વધુમાં જણાવ્યું કે વિભાગીય ખર્ચ ઘટાડવા માટે હવે ઓછામાં ઓછા વાહનોનો ઉપયોગ કરવામાં આવશે અને જરૂરી બેઠકોને વર્ચ્યુઅલ માધ્યમથી યોજવામાં આવશે. તેમણે તમામને સંયમપૂર્વક સંસાધનોનો ઉપયોગ કરીને દેશહિતમાં યોગદાન આપવા અપીલ કરી છે. ઉલ્લેખનીય છે કે કાન્સ ફિલ્મ ફેસ્ટિવલ દર વર્ષે ફ્રાન્સના કેન્સ શહેરમાં યોજાય છે. આ વર્ષે આ મહોત્સવ 13 મેથી શરૂ થયો છે અને 24 મે સુધી ચાલશે, જેમાં વિશ્વભરના ફિલ્મ ઉદ્યોગના પ્રતિનિધિઓ ભાગ લે છે. આ પણ વાંચો : Madhya Pradesh News: છિંદવાડા જિલ્લા જેલ બની શિક્ષણનું કેન્દ્ર, કેદીઓએ પરીક્ષાઓમાં મેળવ્યુ સારુ પરિણામ

Read Full Story arrow_forward