TMCએ કર્યો દાવો, SIRથી પશ્ચિમ બંગાળના ચૂંટણી પરિણામ પર થઈ અસર, સુપ્રીમ કોર્ટે આપ્યો આ જવાબ
પશ્ચિમ બંગાળમાં મતદાર યાદીના વિશેષ ગહન પુનરીક્ષણ (SIR) મુદ્દે ચાલી રહેલા કેસમાં સુપ્રીમ કોર્ટે મહત્વપૂર્ણ ટિપ્પણી કરી છે. મુખ્ય ન્યાયાધીશ સૂર્યકાંત અને ન્યાયમૂર્તિ જોયમાલ્યા બાગચીની ખંડપીઠે જણાવ્યું કે પૂર્વ મુખ્યમંત્રી મમતા બેનર્જી સહિત સંબંધિત પક્ષો મતદાર યાદીમાંથી નામ કાપવામાં આવતા ચૂંટણી પરિણામ પર અસર થઈ હોવાના દાવા સાથે નવી અરજીઓ દાખલ કરી શકે છે.SIR દરમિયાન હજારો મતદારોના નામ હટાવાયા સુપ્રીમ કોર્ટમાં ચાલતી સુનાવણી દરમિયાન તૃણમૂલ કોંગ્રેસ તરફથી વરિષ્ઠ વકીલ કલ્યાણ બેનર્જીએ દલીલ કરી હતી કે SIR પ્રક્રિયા દરમિયાન હજારો મતદારોના નામ મતદાર યાદીમાંથી દૂર કરવામાં આવ્યા હતા, જેના કારણે ઘણા મતવિસ્તારોમાં જીત અને હારનો તફાવત અત્યંત ઓછો રહ્યો. તેમણે કહ્યું કે કેટલાક વિસ્તારોમાં જીતનો અંતર માત્ર થોડા મતનો હતો, જ્યારે હજારો નામ યાદીમાંથી હટાવવામાં આવ્યા હતા. SIR સામે દાખલ થયેલી અપીલો 35 લાખથી વધુ તેમણે વધુમાં જણાવ્યું કે રાજ્યમાં ટીએમસી અને ભાજપ વચ્ચે કુલ મતનો તફાવત લગભગ 32 લાખ હતો, જ્યારે SIR સામે દાખલ થયેલી અપીલો 35 લાખથી વધુ છે, જેના નિરાકરણમાં વર્ષો લાગી શકે છે. બીજી તરફ ચૂંટણી પંચે આ દલીલોનો વિરોધ કરતા જણાવ્યું કે આવા વિવાદો માટે કાનૂની ઉપાય તરીકે ચૂંટણી અરજી દાખલ કરવી યોગ્ય છે. આ મામલે ચૂંટણી આયોગે કહ્યું કે દરેક મુદ્દા માટે અલગ કેસ ચલાવવો યોગ્ય નથી. સુપ્રીમ કોર્ટે પણ સૂચન કર્યું કે અપીલો અને ફરિયાદોના ઝડપી નિરાકરણ માટે સિસ્ટમ વધુ મજબૂત બનાવવી જરૂરી છે. આ કેસ પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણી પહેલાં થયેલી SIR પ્રક્રિયાને પડકારતી અનેક અરજીઓ સાથે સંબંધિત છે. આ પણ વાંચો : PM મોદીની અપીલની અસર, મહારાષ્ટ્ર સરકાર ડેલિગેશનને કાન્સ નહીં મોકલે
Read Full Story arrow_forward