android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Indian Railway: ગુજરાતથી તિરુપતિ જવા નવી સીધી ટ્રેનની જાહેરાત, જાણો કેટલું છે ભાડું
calendar_today May 10, 2026

Indian Railway: ગુજરાતથી તિરુપતિ જવા નવી સીધી ટ્રેનની જાહેરાત, જાણો કેટલું છે ભાડું

મુસાફરોની લાંબા સમયથી ચાલી આવતી માંગને ધ્યાનમાં રાખીને પશ્ચિમ રેલવે દ્વારા તારીખ 11 મે થી ઓખા અને તિરૂપતિ વચ્ચે નવી સાપ્તાહિક એક્સપ્રેસ ટ્રેન શરૂ કરવાની જાહેરાત કરાઈ છે. નવી ટ્રેન શરૂ થતા ગુજરાતથી દક્ષિણ ભારત તરફ પ્રવાસ કરતા યાત્રીઓ, વેપારીઓ અને તીર્થયાત્રીઓને મોટી રાહત મળશે.આ ટ્રેન દ્વારકા, રાજકોટ, અમદાવાદ, વડોદરા અને સુરત સહિત ગુજરાતના અનેક મહત્વના શહેરોને સીધી રીતે આંધ્રપ્રદેશના પ્રસિદ્ધ તીર્થસ્થળ તિરૂપતિ બાલાજી સાથે જોડશે. દર સોમવારે ઓખાથી ઉપડશે ટ્રેન નં.19560 ઓખા-તિરૂપતિ એક્સપ્રેસ દર સોમવારે ઓખાથી રાત્રે 11.35 કલાકે ઉપડશે.આ ટ્રેન બીજા દિવસે સવારે 8.00 કલાકે અમદાવાદ પહોંચશે અને બુધવારે રાત્રે 11.30 કલાકે તિરૂપતિ પહોંચશે. પરતમાં ટ્રેન નં. 19559 તિરૂપતિ-ઓખા એક્સપ્રેસ દર ગુરુવારે સવારે 8.15 કલાકે તિરૂપતિથી ઉપડશે.આ ટ્રેન શનિવારે મોડી રાત્રે 1.10 કલાકે અમદાવાદ પહોંચશે અને સવારે 11.50 કલાકે ઓખા પહોંચશે. ગુજરાતના અનેક શહેરોને સીધી કનેક્ટિવિટી આ ટ્રેન થકી ગુજરાતના અનેક શહેરોને સીધી કનેક્ટિવિટી મળી રહેશે.બંને દિશામાં આ ટ્રેન દ્વારકા, ખંભાળિયા, જામનગર, હાપા, રાજકોટ, વાંકાનેર, ભરૂચ, સુરત અને ઉધના સહિત અનેક મહત્વપૂર્ણ સ્ટેશનો પર રોકાશે. તે ઉપરાંત મહારાષ્ટ્ર, તેલંગાણા અને આંધ્રપ્રદેશના અનેક મહત્વના શહેરો સાથે પણ સીધી રેલ સેવા ઉપલબ્ધ થશે. ટ્રેનની ટિકિટની વાત કરીએ તો જનરલના 300, સ્લીપરના 810, સેકન્ડ એસી 2975 અને થર્ડ એસીની ટિકિટ 2075 છે. આ પણ વાંચોઃ Tamil Nadu Politics: TVKના 93 નેતા પહેલીવાર બન્યા MLA,40 પર ક્રિમિનલ કેસ, જાણીલો વિજયના ધારાસભ્ય અંગે

Read Full Story arrow_forward
Ahmedabad News: માંડલમાં લગ્ન પ્રસંગના લાઈવ કાર્યક્રમમાં સિંગર કાજલ મહેરિયાના પતિ પર જીવલેણ હુમલો
calendar_today May 10, 2026

Ahmedabad News: માંડલમાં લગ્ન પ્રસંગના લાઈવ કાર્યક્રમમાં સિંગર કાજલ મહેરિયાના પતિ પર જીવલેણ હુમલો

ગુજરાતી લોક ગાયક કાજલ મહેરિયાએ લગ્ન કર્યા બાદ વિવાદ વકર્યો હતો. તેનો પરિવાર તેના લગ્નની વિરોધમાં હતો. આ દરમિયાન થોડા સમય પહેલા જ ખુદ કાજલે સોશિયલ મીડિયામાં એક વીડિયો શેર કરીને કહ્યું હતું કે, મેં મારા ભવિષ્ય માટે જાતે જ નિર્ણય લીધો છે. મારો પહેલો અને છેલ્લો જવાબ આ જ છે. મારા પતિ અલ્પેશ અને તેના પરિવારને ધમકીઓ અપાઇ રહી છે. હવે કોઇ આ વિષય પર બોલશે તો કાયદાકીય કાર્યવાહી થશે. હવે તેના પતિ પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો છે. કાજલ મહેરિયાના પતિ પર જીવલેણ હુમલો લોકગાયિકા કાજલ મહેરિયાના પતિ પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો છે. માંડલ તાલુકાના ડઢાણા ગામમાં કાજલ મહેરિયાના પતિ પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો છે. આ હુમલાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. કાજલ મહેરિયાએ આ હુમલાને લઈને આક્ષેપ કરતાં કહ્યું હતું કે, અગાઉથી જ અમને ધમકીઓ મળતી હતી. આ હુમલાને લઈને અનેક પ્રકારની અટકળો શરૂ થઈ ગઈ છે. અગાઉ કાજલે એક વીડિયો જાહેર કર્યો હતો કાજલ મહેરિયાએ પ્રેમ લગ્ન કર્યા બાદ તેના પતિ અને સાસરીપક્ષના લોકોને સતત ધમકીઓ મળતી હોવાના ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા છે. કાજલે તેના લગ્ન બાદ એક વીડિયો સોશિયલ મીડિયામાં પોસ્ટ કર્યો હતો. જેમાં તેણે કહ્યું હતું કે, ઘણા સમયથી મારા લગ્નને લઈને વિવાદ ચાલી રહ્યો છે. ઘરની વાત ઘરમાં રહે તે માટે મેં બોલવાનું ટાળ્યું છે. મેં મારી મરજીથી પુખ્તવયે અલ્પેશ સાથે લગ્ન કર્યાં છે. કોઈ દબાણ અને ધમકીથી લગ્ન નથી કર્યા. ભારતીય બંધારણ પ્રમાણે મેં લગ્ન કર્યા છે. દોઢ વર્ષથી મારા અને અલ્પેશ વચ્ચેના સંબંધોને લઈને મારા પરિવારને જાણ કરી હતી. પરિવારને તે મંજૂર નહોતુ.આ પણ વાંચોઃ Gujarat News: આવતીકાલે સોમનાથમાં વડાપ્રધાન મોદી રોડ શો કરશે, પૂજા વિધિ બાદ જનમેદનીને સંબોધશે

Read Full Story arrow_forward
Surat:  ઓલપાડના લવાછામાં SMC ના ધામા, જુગારધામ પર દરોડો પાડી 60 લાખનો મુદ્દામાલ જપ્ત, 14 શખ્સો ઝડપાયા
calendar_today May 10, 2026

Surat: ઓલપાડના લવાછામાં SMC ના ધામા, જુગારધામ પર દરોડો પાડી 60 લાખનો મુદ્દામાલ જપ્ત, 14 શખ્સો ઝડપાયા

સુરત ગ્રામ્ય પોલીસની નાક નીચે ચાલતા ગેરકાયદેસર વ્યવસાયો પર સ્ટેટ મોનિટરિંગ સેલ (SMC) એ લાલ આંખ કરી છે. ઓલપાડ પોલીસ સ્ટેશનની હદમાં આવતા લવાછા ટેકરી વિસ્તારમાં ખુલ્લા ખેતરમાં ચાલતા મોટા જુગારધામ પર SMC એ મોડી રાત્રે ત્રાટકીને લાખો રૂપિયાનો મુદ્દામાલ ઝડપી પાડ્યો છે.મોટા પાયે ચાલતું જુગારધામબાતમીના આધારે SMC ની ટીમે જ્યારે લવાછા ટેકરી ખાતે રેડ કરી ત્યારે જુગારીઓમાં અફરાતફરી મચી ગઈ હતી. પોલીસને જોઈને અનેક જુગારીઓ પોતાના વાહનો મૂકીને અંધારાનો લાભ લઈ ભાગી છૂટ્યા હતા. જોકે, પોલીસે કોર્ડન કરીને સ્થળ પરથી ૧૪ જેટલા આરોપીઓને ઝડપી પાડ્યા હતા. આ તમામ આરોપીઓને આગળની કાર્યવાહી માટે ઓલપાડ પોલીસ મથકે સોંપવામાં આવ્યા છે.60 લાખથી વધુનો મુદ્દામાલ જપ્તદરોડા દરમિયાન પોલીસે સ્થળ પરથી ₹4,60,120 ની રોકડ રકમ કબજે કરી છે. આ ઉપરાંત, જુગારીઓના 50 જેટલા વાહનો (ટુ-વ્હીલર અને ફોર-વ્હીલર) મળીને કુલ 60 લાખથી વધુની કિંમતનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. આટલા મોટા પાયે જુગાર ચાલતો હોવા છતાં સ્થાનિક પોલીસને જાણ ન હોવાને કારણે અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે.18 શખ્સો વોન્ટેડ જાહેરપોલીસની ગાડીઓ જોઈને જે 18 જેટલા શખ્સો પોતાના વાહનો મૂકીને ભાગી ગયા હતા, તેમની ઓળખ કરવા માટે પોલીસે કવાયત હાથ ધરી છે. સ્થળ પરથી મળી આવેલા વાહનોના રજીસ્ટ્રેશન નંબરના આધારે આ તમામ આરોપીઓને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે. આગામી દિવસોમાં આ મામલે વધુ ધરપકડ થાય તેવી શક્યતા છે.આ પણ વાંચો:Godhra: રોંગ સાઈડમાં આવતી કાળમુખી સ્કોર્પિયોએ બાઈકને ઉડાવ્યું, બાઈક પર સવાર ત્રણેય મિત્રોએ જીવ ગુમાવ્યા

Read Full Story arrow_forward