android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Tamil Nadu CM oath ceremony: તમિલનાડુમાં વિજય રાજ, થલાપતિએ CM પદના શપથ ગ્રહણ કર્યા
calendar_today May 10, 2026

Tamil Nadu CM oath ceremony: તમિલનાડુમાં વિજય રાજ, થલાપતિએ CM પદના શપથ ગ્રહણ કર્યા

તમિલનાડુમાં ચૂંટણીના પરિણામો જાહેર થયા બાદથી મુખ્યમંત્રીના નામને લઈને સસ્પેન્સ યથાવત હતું. પરંતુ VCK અને IUML ના સમર્થન બાદ હવે થલાપતિ વિજયની પાર્ટી TVK સરકાર બનાવવા માટે તૈયાર છે. વિજય થલાપતિએ તમિલનાડુના મુખ્યમંત્રી પદના શપથ ગ્રહણ કર્યા તમિલનાડુમાં આજે વિજય સાથે આ 9 ધારાસભ્યો પણ મંત્રી પદના શપથ લીધા. તેમાં વેંકટરામન, રાજ મોહન, અરુણ રાજ, આનંદ, આદવ અર્જુન, સેંગોટ્ટૈયન, નિર્મલ કુમાર અને પ્રભુનો સમાવેશ થાય છે.  આધવ અર્જુને પણ મંત્રી પદના શપથ લીધાTVK નેતા અને મુખ્ય રણનીતિકાર આધવ અર્જુને પણ મંત્રી પદના શપથ લીધા. તેઓ વિલ્લિવક્કમ બેઠક પરથી ધારાસભ્ય છે અને VCK ના જનરલ સેક્રેટરી રહી ચૂક્યા છે થિરુ એન. આનંદે મંત્રી તરીકે શપથ લીધાથિરુ એન. આનંદે મંત્રી તરીકે શપથ લીધા. તેઓ ત્યાગરાજ મતવિસ્તારના ધારાસભ્ય છે અને આનંદ ટીવીકેના મહાસચિવ અને પ્રવક્તા તરીકે પણ સેવા આપે છે.અરુણ રાજે પણ મંત્રી તરીકે શપથ લીધા ટીવીકેના મહાસચિવ કેજી અરુણ રાજે પણ મંત્રી તરીકે શપથ લીધા. તિરુટેનગોડ મતવિસ્તારના નવા ચૂંટાયેલા ધારાસભ્ય, અરુણ, ભૂતપૂર્વ IRS અધિકારી છેસેંગોટૈયને પણ મંત્રી તરીકે શપથ લીધા ગોબીચેટ્ટીપલયમ મતવિસ્તારના નવા ચૂંટાયેલા ધારાસભ્ય કે.એ. સેંગોટૈયન પણ મંત્રી તરીકે શપથ લીધા. નવમા કાર્યકાળના ધારાસભ્ય, સેંગોટૈયન ટીવીકેમાં જોડાતા પહેલા લાંબા સમયથી એઆઈએડીએમકેના સભ્ય હતા. વિજયના ભૂતપૂર્વ મેનેજરે મંત્રી તરીકે શપથ લીધા માયલાપોરના નવા ચૂંટાયેલા ધારાસભ્ય પી. વેંકેટરામનનએ પણ મંત્રી તરીકે શપથ લીધા. તેઓ લાંબા સમયથી વિજય સાથે જોડાયેલા છે. તેઓ 2000 માં વિજયના મેનેજર હતા.આર. નિર્મલકુમાર પણ મંત્રી બન્યા. આર. નિર્મલકુમારે પણ મંત્રી તરીકે શપથ લીધા. તેઓ અગાઉ તમિલનાડુમાં ભાજપના સોશિયલ મીડિયા વડા તરીકે સેવા આપી ચૂક્યા છે. તિરુપરંકુન્દ્રમ મતવિસ્તારના નવા ચૂંટાયેલા ધારાસભ્ય પણ એઆઈએડીએમકેના સભ્ય હતા.ટીકે પ્રભુએ પણ મંત્રી પદના શપથ લીધા. ડૉ. ટીકે પ્રભુ ટીવીકે સરકારમાં પણ મંત્રી બન્યા છે. કરાઈકુડી મતવિસ્તારના ધારાસભ્ય, પ્રભુ વ્યવસાયે ડેન્ટિસ્ટ છે. તેઓ પહેલી વાર ચૂંટાયા છે.તમિલ અભિનેતા-દિગ્દર્શક પણ મંત્રી બન્યા તમિલ અભિનેતા અને દિગ્દર્શક રાજમોહને પણ મંત્રી તરીકે શપથ લીધા. તેઓ ટીવીકેના પ્રચાર સચિવ અને એગ્મોર મતવિસ્તારના નવા ચૂંટાયેલા ધારાસભ્ય છે.

Read Full Story arrow_forward
પરંપરાગત સાઉથ ઇન્ડિયન લુકમાં છવાઇ તૃષા કૃષ્ણન
calendar_today May 10, 2026

પરંપરાગત સાઉથ ઇન્ડિયન લુકમાં છવાઇ તૃષા કૃષ્ણન

તેમણે પરંપરાગત સાઉથ ઇન્ડિયન લુક અપનાવ્યો હતો

Read Full Story arrow_forward
Banaskantha: પાલનપુરના ચડોતર ગામે ખેતરના સેઢેથી મળી આવી ત્યજી દેવાયેલી નવજાત બાળકી
calendar_today May 10, 2026

Banaskantha: પાલનપુરના ચડોતર ગામે ખેતરના સેઢેથી મળી આવી ત્યજી દેવાયેલી નવજાત બાળકી

બનાસકાંઠા જિલ્લામાં આજે જ્યારે આખું વિશ્વ માતૃત્વની વંદના કરી રહ્યું છે, ત્યારે પાલનપુરના ચડોતર ગામની સીમમાં એક નવજાત બાળકીને કોઈ અજાણી મહિલા દ્વારા ત્યજી દેવામાં આવતા માનવતા શરમાઈ છે. ખેતરના સેઢે રડતી હાલતમાં મળી આવેલી આ બાળકીને હાલ સારવાર માટે ખસેડવામાં આવી છે.ખેતરના સેઢેથી મળી માસૂમ બાળકીઘટનાની વિગતો મુજબ, ચડોતર ગામના સીમ વિસ્તારમાં એક વ્યક્તિ પોતાના ખેતરેથી પરત ફરી રહ્યો હતો, ત્યારે તેની નજર ખેતરના સેઢા પર પડેલી એક નવજાત બાળકી પર પડી હતી. બાળકી જીવિત હોવાનું જણાતા તેણે તાત્કાલિક આસપાસના લોકોને એકઠા કર્યા હતા અને પોલીસને આ અંગે જાણ કરી હતી. 'મધર્સ ડે' ના દિવસે જ આવી ઘટના બની હોવાનું જાણી લોકોમાં રોષ જોવા મળ્યો હતો.સિવિલ હોસ્પિટલમાં સારવારપાલનપુર તાલુકા પોલીસની ટીમ ઘટનાસ્થળે દોડી આવી હતી અને બાળકીનો કબજો મેળવ્યો હતો. બાળકીની તબિયતને ધ્યાનમાં રાખી તેને તાત્કાલિક પાલનપુર સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવી છે. ડોક્ટરોના જણાવ્યા અનુસાર બાળકીની હાલત હાલ સ્થિર છે અને તેને પૂરતી તબીબી સારવાર આપવામાં આવી રહી છે.આ પણ વાંચો: Mehsana: ઊંઝા હાઈવે પર ટ્રક પાછળ ટ્રક અથડાતા સર્જાયો અકસ્માત, કેબિનમાં ફસાયેલા ડ્રાઈવરને ફાયર વિભાગે 2 કલાકે સુરક્ષિત બહાર કાઢ્યો

Read Full Story arrow_forward