android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Ahmedabad: આંબાવાડીમાં વેપારીના પિતા પર હુમલો કરી 26 લાખની ચોરી કરનાર 3 શખ્સો ઝડપાયા
calendar_today May 10, 2026

Ahmedabad: આંબાવાડીમાં વેપારીના પિતા પર હુમલો કરી 26 લાખની ચોરી કરનાર 3 શખ્સો ઝડપાયા

શહેરના આંબાવાડી અને પ્રહલાદનગર વિસ્તારમાં રહેતા માર્બલના વેપારીના ઘરે થયેલી ચોરી અને હુમલાની ઘટનામાં ગુજરાત યુનિવર્સિટી પોલીસે ગણતરીના કલાકોમાં સફળતા મેળવી છે. પોલીસે આ ગુનામાં મુખ્ય આરોપી શંકર આગ્યાપ્રસાદ સહિત તેના બે મિત્રો આકાશ ઠાકુર અને આયાઝ અહેમદ રિયાઝ અહેમદની ધરપકડ કરી છે.પ્લાનિંગ સાથે આચરી ચોરીતપાસમાં સામે આવ્યું છે કે આરોપીઓએ ૪ મેના રોજ ચોરી કરવાનું અગાઉથી જ પ્લાનિંગ કર્યું હતું. તેઓએ અગાઉથી જ મકાનની રેકી કરી હતી. ચોરી દરમિયાન આરોપીઓએ પુરાવાનો નાશ કરવા માટે ઘરના સીસીટીવી (CCTV) પણ તોડી નાખ્યા હતા. એટલું જ નહીં, ચોરીમાં અવરોધ બનતા મકાન માલિકના પિતા પર પણ હુમલો કરવાનો પ્રયાસ કર્યો હતો.ડ્રાઈવરની સતર્કતાથી આરોપીઓ પકડાયાજ્યારે આરોપીઓ ચોરી કરીને ભાગવાની પેરવીમાં હતા, ત્યારે મકાન માલિકના ડ્રાઈવરે સમયસૂચકતા વાપરી હતી. ડ્રાઈવરને શંકા જતાં તેણે તુરંત હિલચાલ નોંધી હતી અને આ મામલે પોલીસને જાણ કરવામાં આવી હતી. ગુજરાત યુનિવર્સિટી પોલીસની ટીમે બાતમી મળતા જ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ત્રણેય આરોપીઓને કોર્ડન કરીને ઝડપી પાડ્યા હતા.મુદ્દામાલ જપ્ત અને પોલીસ તપાસપોલીસે આરોપીઓ પાસેથી ₹૨૬ લાખની કિંમતના સોના-ચાંદીના દાગીના જપ્ત કર્યા છે. ઘટનાસ્થળેથી પોલીસને અંજની કુરિયરની એક ફાટેલી ચિઠ્ઠી પણ મળી આવી હતી, જે તપાસમાં મહત્વનો પુરાવો સાબિત થઈ છે. મુખ્ય આરોપી શંકર અગાઉ દિલ્હીમાં સાયબર કાફે ચલાવતો હોવાનું પણ બહાર આવ્યું છે.આ પણ વાંચો: Banaskantha: પાલનપુરના ચડોતર ગામે ખેતરના સેઢેથી મળી આવી ત્યજી દેવાયેલી નવજાત બાળકી

Read Full Story arrow_forward
Gujarat News: આવતીકાલે સોમનાથમાં વડાપ્રધાન મોદી રોડ શો કરશે, પૂજા વિધિ બાદ જનમેદનીને સંબોધશે
calendar_today May 10, 2026

Gujarat News: આવતીકાલે સોમનાથમાં વડાપ્રધાન મોદી રોડ શો કરશે, પૂજા વિધિ બાદ જનમેદનીને સંબોધશે

યાત્રાધામ સોમનાથમાં આવતીકાલે વડાપ્રધાન મોદીની જાહેર સભા યોજાશે. સદબાવના ગ્રાઉન્ડમાં વડાપ્રધાન વિશાળ જનસભાને સંબોધિત કરશે. સોમનાથ હેલિપેડથી મંદિર સુધી તેઓ ભવ્ય રોડ શો યોજશે. વડાપ્રધાનના કાર્યક્રમને લઈને ત્રણ મહાકાય ડોમ તૈયાર કરવામાં આવ્યા છે.સોમનાથ ખાતેના કાર્યક્રમમાં 60 હજારથી વધુ લોકો ઉમટી પડશે. સોમનાથ હેલીપેડ ખાતે પીએમ મોદીનું ભવ્ય સ્વાગત કરાશે. મંદિરમાં યજ્ઞની પૂર્ણાહુતિમાં PM બીડું હોમશે. ધાર્મિક વિધિ બાદ તેઓ જનસભાને સંબોધશે. અમૃત મહોત્સવને લઈને સમગ્ર દેવભૂમિ ઝગમગી ઉઠી સોમનાથમાં અમૃત મહોત્સવને લઈને સમગ્ર દેવભૂમિ ઝગમગી ઉઠી છે. વડાપ્રધાનના આગમન પૂર્વે સોમનાથમાં ભવ્ય લાઈટિંગ કરવામાં આવી છે. મંદિર પરિસર અને રોડ શો રૂટ રંગબેરંગી રોશનીથી સજ્જ કરવામાં આવ્યો છે.શંખ સર્કલ પાસે ભવ્ય મુખ્ય પ્રવેશદ્વાર આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. PMના સ્વાગત માટે તંત્ર દ્વારા ખાસ તૈયારીઓ કરવામાં આવી છે. 11મી મેના રોજ વડાપ્રધાન સવારે સોમનાથ મહાદેવની મહાપૂજા કરશે.આ દરમિયાન મંદિર બહાર ક્રેનથી વિશાળ કુંભ 90 મીટર ઊંચાઈ પર મંદિરના શિખર સુધી લઈ જવાશે.11 તીર્થોના પવિત્ર જળ ભરેલા આ કુંભથી મંત્રોચ્ચાર સાથે શિખર પર અભિષેક કરવામાં આવશે. વડાપ્રધાનના કાર્યક્રમોની પૂર્વ તૈયારીઓની સમીક્ષા નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીએ વડાપ્રધાનીના રોડ શૉ સહિત રૂટનું પગપાળા નિરીક્ષણ કરી વડાપ્રધાનના કાર્યક્રમોની પૂર્વ તૈયારીઓની સમીક્ષા કરી હતી. સાગરદર્શન ખાતે વડાપ્રધાનના કાર્યક્રમોની પૂર્વ તૈયારીઓની સમીક્ષા બેઠક યોજી નાયબ મુખ્યમંત્રીએ વડાપ્રધાનના આગમન-પ્રસ્થાન માર્ગો, સભાસ્થળ અને રૉડ શૉના કાર્યક્રમ સ્થળે કરવામાં આવેલી સુવિધાઓ, પાર્કિંગ તેમજ ટ્રાફિક નિયંત્રણ, આરોગ્ય સેવાઓ સહિતની વ્યવસ્થાઓ અંગે વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી.આ પણ વાંચોઃ Tamil Nadu Politics: TVKના 93 નેતા પહેલીવાર બન્યા MLA,40 પર ક્રિમિનલ કેસ, જાણીલો વિજયના ધારાસભ્ય અંગે

Read Full Story arrow_forward
Himatnagar:વિજયનગર પાસે જીવદયાનું અનોખું ઉદાહરણ, ખેડૂતની 25 દિવસની જહેમત બાદ અંધ શ્વાનનું દિલધડક રેસ્ક્યૂ
calendar_today May 10, 2026

Himatnagar:વિજયનગર પાસે જીવદયાનું અનોખું ઉદાહરણ, ખેડૂતની 25 દિવસની જહેમત બાદ અંધ શ્વાનનું દિલધડક રેસ્ક્યૂ

કહેવાય છે કે 'જીવદયા એ જ પ્રભુ સેવા'. આ ઉક્તિને સાબરકાંઠાના વિજયનગર તાલુકાના ટોલ ડુંગરી ગામના એક ખેડૂતે સાર્થક કરી બતાવી છે. 150 ફૂટ ઊંડા અંધારિયા કૂવામાં પડેલા એક અંધ શ્વાનને સતત 25 દિવસ સુધી જીવતું રાખીને ખેડૂતે માનવતાની મહેક પ્રસરાવી છે.25 દિવસ સુધી અબોલ જીવની સેવાથોડા દિવસો પહેલા એક અંધ શ્વાન અચાનક ગામના સીમમાં આવેલા 150 ફૂટ ઊંડા કૂવામાં પડી ગયું હતું. આ ઘટનાની જાણ એક સ્થાનિક ખેડૂતને થઈ હતી. કૂવો ઘણો ઊંડો હોવાથી શ્વાનને બહાર કાઢવું મુશ્કેલ હતું, પરંતુ ખેડૂતે હિંમત હાર્યા વગર 25 દિવસ સુધી દરરોજ કૂવામાં ખોરાક અને પાણી પહોંચાડી આ અબોલ જીવની સંભાળ લીધી હતી. ખેડૂતની આ જીવદયાની ભાવનાએ સમગ્ર પંથકમાં લોકોના દિલ જીતી લીધા છે.ફાયર વિભાગનું સફળ રેસ્ક્યૂજ્યારે આ ઘટનાની જાણ ફાયર વિભાગને કરવામાં આવી, ત્યારે ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. ઊંડા કૂવામાં ઉતરીને ભારે જહેમત બાદ અંધ શ્વાનને હેમખેમ બહાર કાઢવામાં આવ્યું હતું. ૨૫ દિવસના લાંબા સંઘર્ષ બાદ જ્યારે શ્વાન બહાર આવ્યું, ત્યારે તેણે જે રીતે લોકોનો આભાર માન્યો તે દ્રશ્ય જોઈને સૌ કોઈ ભાવુક થઈ ગયા હતા.આ પણ વાંચો: Ahmedabad: આંબાવાડીમાં વેપારીના પિતા પર હુમલો કરી 26 લાખની ચોરી કરનાર 3 શખ્સો ઝડપાયા

Read Full Story arrow_forward