android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Surat News: એરપોર્ટ પર 2.80 કરોડના ગાંજા સાથે એકની ધરપકડ
calendar_today May 10, 2026

Surat News: એરપોર્ટ પર 2.80 કરોડના ગાંજા સાથે એકની ધરપકડ

સુરત એરપોર્ટ પર ડીઆરઆઇ વિભાગે કરેલી કાર્યવાહી દરમિયાન ફ્લાઈટથી ઉતરીને બહાર નીકળી રહેલા યાત્રી પાસેથી 2.80 કરોડનો ગાંજો ઝડપી પાડયો હતો. ડીઆરઆઈ વિભાગનાં સૂત્રો પાસેથી જાણવા મળેલી માહિતી મુજબ શનિવારે દિલ્હીથી સુરત આવનારી ફ્લાઈટમાં એક યાત્રી પાસે ગાંજો હોવાની બાતમી અધિકારીઓને મળી હતી.જેના આધારે અધિકારીઓએ ફ્લાઈટ પહોંચે તેની પહેલા જ એરપોર્ટથી બહાર જતા રસ્તા પર વોચ ગોઠવી દીધી હતી.બપોરે 11 કલાકે ફ્લાઇટ એરપોર્ટ પર પહોંચી ત્યારે તમામ શંકાસ્પદ યાત્રીઓની મોનિટરિંગ કરવામાં આવી રહી હતી. સુરત એરપોર્ટ પર DRIની કાર્યવાહી જે દરમિયાન એક શખ્સની હિલચાલ શંકાસ્પદ જણાતા તેને રોકીને પૂછપરછ કરવામાં આવી હતી.પરંતુ યાત્રીએ વ્યવસ્થિત જવાબ નહીં આપતા તેની ઉપરનો શક વધુ ઘેરાયો હતો અને ડીઆરઆઈના અધિકારીઓએ તેની તપાસ કરી હતી.જે દરમિયાન યાત્રી પાસે એક પોલિથીન મળી આવી હતી જેમાં લીલા રંગના પાંદડા જેવી વસ્તુ મળી આવી હતી.લેબોરેટરીમાં તપાસ કરાતા કૈનાબિસ હોવાનો ખુલાસો થયો હતો.ત્યારબાદ ડીઆરઆઈના અધિકારીઓએ યાત્રીની ધરપકડ કરી 8 કિલો ગાંજો જપ્ત કરી લીધો હતો.જેની કિંમત 2.80 કરોડ માનવામાં આવી રહી છે.આ દરમિયાન એરલાઈન્સ તેમજ સીઆઈએસએફના જવાનોએ પણ મદદ કરી હતી. 2.80 કરોડના ગાંજા સાથે એકની ધરપકડ ડીઆરઆઈએ પકડાયેલા યાત્રી સામે નાર્કોટિક ડ્રગ્સ એન્ડ સાઈકોટ્રોપિક સબ્સટેસેસ અધિનિયમ અંતર્ગત કાર્યવાહી હાથ ધરી છે.રેલવે પોલીસે પણ અગાઉ અનેકવાર રેલવેથી ગાંજા લાવનારાઓની ધરપકડ કરી છે પરંતુ હવે રેલવેની સાથે એરલાઇ ન્સમાં પણ ગાંજો લાવવાનો ખુલાસો થયા બાદ એજન્સીઓ સતર્ક બની ગઈ છે. ડીઆઈઆર વિભાગે અગાઉ પણ સુરત એરપોર્ટ પરથી દાણચોરીના અનેક કેસ ઝડપી પાડયા છે.કસ્ટમ વિભાગ તેમજ ડીઆરઆઈ દ્વારા સતત મોનીટરિંગના લીધે સુરત એરપોર્ટ પર દાણચોરીના કેસો ઘટયા છે પરંતુ તે છતાંય આ બનેલી ઘટનાના લીધે ફરીથી તપાસ એજન્સીઓ વધુ એલર્ટ બની ગઈ છે. આ પણ વાંચોઃ Ahmedabad ગ્રામ્ય પોલીસની મોટી કાર્યવાહી: 4.19 કરોડની કિંમતની 93 હજારથી વધુ દારૂની બોટલો પર બુલડોઝર ફેરવાયું

Read Full Story arrow_forward
Surat: ઓડિશામાં 3 કરોડની બેંક લૂંટ કરી સુરતમાં છુપાયેલો મુખ્ય સૂત્રધાર ‘લડુ’ ઝડપાયો, સચિન GIDC પોલીસે બિહારના આરોપીને દબોચ્યો
calendar_today May 10, 2026

Surat: ઓડિશામાં 3 કરોડની બેંક લૂંટ કરી સુરતમાં છુપાયેલો મુખ્ય સૂત્રધાર ‘લડુ’ ઝડપાયો, સચિન GIDC પોલીસે બિહારના આરોપીને દબોચ્યો

સુરતની સચિન GIDC પોલીસને એક મોટી સફળતા મળી છે. ઓડિશા રાજ્યમાં ચાર મહિના પહેલા થયેલી ₹3 કરોડની ચકચારી બેંક લૂંટનો મુખ્ય સૂત્રધાર અને વોન્ટેડ આરોપી રોશનકુમાર ઉર્ફે લડુ અખીલેશસીંગ સુરતના સચિન વિસ્તારમાંથી ઝડપાયો છે.ઓળખ છુપાવી સુરતમાં લેતો હતો આશરોમૂળ બિહારના અરવલ જિલ્લાનો વતની રોશનકુમાર લૂંટની ઘટના બાદ ફરાર થઈ ગયો હતો. તે સુરતના સચિન GIDC વિસ્તારમાં આવેલા શિવનગર ખાતે પોતાની ઓળખ છુપાવીને રહેતો હતો. પોલીસને બાતમી મળી હતી કે ઓડિશાની બેંક લૂંટનો વોન્ટેડ આરોપી સુરતમાં છુપાયો છે, જેના આધારે પોલીસે છટકું ગોઠવીને તેને ઝડપી પાડ્યો હતો.બંદૂકની અણીએ 3 કરોડની લૂંટચાર મહિના પહેલા ઓડિશાના બરબીલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલી ‘બેંક ઓફ મહારાષ્ટ્ર’માં આ ટોળકીએ ત્રાટકીને હિંસક લૂંટ ચલાવી હતી. લૂંટારુઓએ બેંકના સ્ટાફને બંદૂકની અણીએ બંધક બનાવી અંદાજે ₹3 કરોડની રોકડ અને કિંમતી સામાનની લૂંટ કરી હતી. આ કેસમાં ઓડિશા પોલીસે અન્ય આરોપીઓને અગાઉથી જ પકડી લીધા હતા, પરંતુ મુખ્ય સૂત્રધાર રોશનકુમાર હાથ આવતો નહોતો.ઓડિશા પોલીસને સોંપવાની તજવીજસચિન GIDC પોલીસે આરોપીની ધરપકડ કરી તેને કાયદાકીય પ્રક્રિયા બાદ ઓડિશાના બરબીલ પોલીસ સ્ટેશનને સોંપવા માટેની તજવીજ હાથ ધરી છે. સુરત પોલીસની આ સતર્કતાને કારણે આંતરરાજ્ય લૂંટનો આ મોટો મામલો થાળે પડ્યો છે.આ પણ વાંચો: Ahmedabad ગ્રામ્ય પોલીસની મોટી કાર્યવાહી: 4.19 કરોડની કિંમતની 93 હજારથી વધુ દારૂની બોટલો પર બુલડોઝર ફેરવાયું

Read Full Story arrow_forward
Gir Somnath: સોમનાથના દરિયાકાંઠે દેશભક્તિ અને રોમાંચનો સમન્વય, ભારતીય વાયુસેનાની પ્રખ્યાત SKAT ટીમ દ્વારા એરોબેટિક્સનું પ્રદર્શન
calendar_today May 10, 2026

Gir Somnath: સોમનાથના દરિયાકાંઠે દેશભક્તિ અને રોમાંચનો સમન્વય, ભારતીય વાયુસેનાની પ્રખ્યાત SKAT ટીમ દ્વારા એરોબેટિક્સનું પ્રદર્શન

ભગવાન સોમનાથના સાનિધ્યમાં અત્યારે 75માં પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની ભવ્ય ઉજવણી ચાલી રહી છે. આ અવસરે ભારતીય વાયુસેનાની વિશ્વવિખ્યાત 'સૂર્યકિરણ એરોબેટિક ટીમ' (SKAT) સોમનાથના આકાશમાં રોમાંચક પ્રદર્શન કરવા સજ્જ છે. લાલ અને સફેદ રંગના 6 હોક Mk-132 (Hawk Mk-132) જેટ વિમાનો આકાશમાં ગોળ ગોળ ઘૂમીને અને અવનવી રચનાઓ બનાવીને દર્શકોને મંત્રમુગ્ધ કરશે.અત્યંત જોખમી અને દિલધડક કરતબઆ એર શોની સૌથી મોટી વિશેષતા એ છે કે વાયુસેનાના આ વિમાનો હવામાં માત્ર 5 મીટરથી પણ ઓછા અંતરે એકબીજાની અત્યંત નજીક રહીને ઉડ્ડયન કરશે. આ પ્રકારના કરતબ માટે અત્યંત ચોકસાઈ અને કૌશલ્યની જરૂર હોય છે. ગ્રુપ કેપ્ટન અજય દાસારથીના નેતૃત્વમાં આખી ટીમ સોમનાથ મંદિરના આકાશમાં એરોબેટિક્સના કરતબ બતાવશે.SKAT ટીમનો ભવ્ય ઈતિહાસભારતીય વાયુસેનાની આ ટીમે વર્ષ 1996 થી અત્યાર સુધીમાં ભારત અને વિદેશમાં 800 થી વધુ સફળ શો કર્યા છે. ચીન, સિંગાપોર અને સંયુક્ત આરબ અમીરાત (UAE) જેવા દેશોમાં પણ આ ટીમે ભારતનું પ્રતિનિધિત્વ કરીને વાયુસેનાની તાકાતનો પરચો આપ્યો છે. લાલ-સફેદ રંગના આ વિમાનો જ્યારે આકાશમાં એર-સ્મોક દ્વારા તિરંગાના ત્રણ રંગો છોડશે, ત્યારે વાતાવરણ દેશભક્તિથી ગુંજી ઉઠશે.આ પણ વાંચો: Surat: ઓડિશામાં 3 કરોડની બેંક લૂંટ કરી સુરતમાં છુપાયેલો મુખ્ય સૂત્રધાર ‘લડુ’ ઝડપાયો, સચિન GIDC પોલીસે બિહારના આરોપીને દબોચ્યો

Read Full Story arrow_forward