android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Vijay Oath Ceremony:  આજથી તમિલનાડુમાં વિજય સરકાર, 9 મંત્રીઓ પણ લેશે શપથ
calendar_today May 10, 2026

Vijay Oath Ceremony: આજથી તમિલનાડુમાં વિજય સરકાર, 9 મંત્રીઓ પણ લેશે શપથ

તમિલનાડુના રાજકારણમાં આજે એક નવો અધ્યાય લખાવા જઈ રહ્યો છે. અભિનયની દુનિયામાં પોતાની ધાક જમાવ્યા બાદ, તમિલ વેટ્રી કઝગમ (TVK) ના વડા સી. જોસેફ વિજય આજે સવારે 10 વાગ્યે ચેન્નાઈના જવાહરલાલ નેહરુ ઇન્ડોર સ્ટેડિયમ ખાતે રાજ્યના 9મા મુખ્યમંત્રી તરીકે શપથ ગ્રહણ કરશે. આ સાથે જ તમિલનાડુમાં 'વિજય સરકાર' વિધિવત રીતે કાર્યરત થશે.નવ મંત્રીઓનું મંત્રીમંડળ અને ગઠબંધનનું ગણિત મળતી માહિતી પ્રમાણે વિજયની સાથે નવ મંત્રીઓ શપથ લે તેવી પ્રબળ શક્યતા છે. જેમાં સત્તાના સંતુલનને જાળવી રાખવા માટે કોંગ્રેસના ક્વોટામાંથી ત્રણ મંત્રીઓનો સમાવેશ કરવામાં આવે તેવી સંભાવના છે. શનિવારે વહેલી સવારે વિજયે રાજભવન ખાતે રાજ્યપાલ રાજેન્દ્ર વિશ્વનાથ આર્લેકર સાથે મુલાકાત કરી હતી અને સરકાર બનાવવા માટે જરૂરી ૧૨૧ ધારાસભ્યોના સમર્થન પત્રો સુપરત કર્યા હતા. આ સમર્થનમાં TVK ના 118 ધારાસભ્યો ઉપરાંત કોંગ્રેસના 108 (પક્ષનું કુલ સંખ્યાબળ), સીપીઆઈના 5 અને સીપીઆઈ(એમ)ના 2 ધારાસભ્યોનો ટેકો સામેલ છે. વધારામાં, VCK અને IUML એ પણ બબ્બે ધારાસભ્યોનું સમર્થન જાહેર કરતા વિજય માટે બહુમતીનો આંકડો પાર કરવો સરળ બન્યો હતો. સંઘર્ષમય પાંચ દિવસ: હાઈવોલ્ટેજ ડ્રામા જોકે, વિજય માટે મુખ્યમંત્રીની ખુરશી સુધી પહોંચવાનો માર્ગ ફૂલોની સેજ નહોતો. 4 મેના રોજ ચૂંટણી પરિણામો આવ્યા ત્યારથી ૯ મે સુધી તમિલનાડુના રાજકારણમાં ભારે ઉથલપાથલ જોવા મળી હતી. 6 મે: વિજય પાંચ કોંગ્રેસી ધારાસભ્યોના ટેકા સાથે રાજ્યપાલને મળ્યા, પરંતુ પૂરતું સંખ્યાબળ ન હોવાથી તેમને નિરાશ થવું પડ્યું. 7 મે: ડાબેરી પક્ષોના 4 ધારાસભ્યોના ટેકા સાથે તેઓ ફરી રાજ્યપાલ પાસે પહોંચ્યા, પરંતુ રાજ્યપાલે બહુમતી સાબિત કરવા માટે સ્પષ્ટ 118 ધારાસભ્યોનો ટેકો માંગ્યો. 8 મે: VCK ના સમર્થન માટે મોડી રાત સુધી ખેંચતાણ ચાલી, જેના કારણે મામલો ફરી અટવાયો હતો. 9 મે: અંતે IUML અને VCK ના સમર્થન બાદ વિજયનો માર્ગ મોકળો થયો અને રાજ્યપાલે તેમને સરકાર બનાવવા આમંત્રણ આપ્યું. સમર્થકોમાં દિવાળી જેવો માહોલ રાજ્યપાલનું આમંત્રણ મળતા જ વિજયના પ્રશંસકો અને સમર્થકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ચેન્નાઈના રસ્તાઓ પર ઉત્સવ જેવો માહોલ છે. વિજયના પરિવારજનો માટે પણ આ ગર્વની ક્ષણ છે, કારણ કે જે કલાકારને જનતાએ અત્યાર સુધી ફિલ્મી પડદે હીરો તરીકે જોયો હતો, તે હવે વાસ્તવિક જીવનમાં નીતિઓ ઘડીને રાજ્યની જનતાની સેવા કરશે. તમિલનાડુના આ નવા રાજકીય પ્રવાસ પર હવે આખા દેશની નજર ટકેલી છે. આ પણ વાંચોઃ Tamilnadu : CM પદના શપથગ્રહણ કરશે વિજય, રાજ્યપાલે સરકાર બનાવવા માટે આપી લીલીઝંડી

Read Full Story arrow_forward
Gujarat Latest News Live : રાજ્યમાં આજે હિટવેવની આગાહી, અમદાવાદમાં ગરમીનું ઓરેન્જ એલર્ટ જાહેર
calendar_today May 10, 2026

Gujarat Latest News Live : રાજ્યમાં આજે હિટવેવની આગાહી, અમદાવાદમાં ગરમીનું ઓરેન્જ એલર્ટ જાહેર

ગુજરાત અને દેશ દુનિયાના સમાચાર સંદેશ ન્યૂઝના આ ન્યૂઝ બ્લોગ પર ક્લિક કરીને વાંચી શકશો. 10 મેના બ્રેકીંગ ન્યૂઝ વાંચવા માટે આ પેજ પર બનેલા રહો અને રિફ્રેશ કરતા રહો.

Read Full Story arrow_forward
Surendranagar: સિંચાઈના પાણી સહિતના પ્રશ્નોનો તાકીદે ઉકેલ લાવો
calendar_today May 10, 2026

Surendranagar: સિંચાઈના પાણી સહિતના પ્રશ્નોનો તાકીદે ઉકેલ લાવો

વઢવાણ તાલુકામાં સિંચાઈના પાણી સહિતના નર્મદા વિભાગના વીવીધ પ્રશ્નો બાબતે ધારાસભ્યએ નર્મદાના અધીકારીઓ અને ખેડુતો સાથે બેઠક યોજી હતી. જેમાં સિંચાઈનું પુરતુ પાણી, પુરતા પ્રવાહ, પાણી વિતરણ વ્યવસ્થા સહિતની બાબતે ચર્ચા કરી ખેડૂતોને મુશકેલી ન પડે તેવુ આયોજન કરવા અધીકારીઓને સુચનો કરાયા છે. સુરેન્દ્રનગર જિલ્લામાંથી નર્મદાની મુખ્ય કેનાલ અનેક બ્રાંચ કેનાલો પસાર થાય છે. જેમાં વઢવાણ તાલુકામાંથી પસાર થતી લીંબડી, બોટાદ અને મોરબી બ્રાંચ કેનાલમાં સિંચાઈના પાણી વિતરણને લઈને ખેડૂતો પરેશાન થઈ ગયા હતા. આ અંગે નાયબ મુખ્ય દંડક અને વઢવાણના ધારાસભ્ય જગદીશભાઈ મકવાણાને રજૂઆત મળી હતી. ત્યારે તા. 9-5ને શનિવારે સવારે ધારાસભ્યએ સુરેન્દ્રનગર સરકીટ હાઉસ ખાતે નર્મદા નીગમના અધીકારીઓ સાથે બેઠક યોજી હતી. આ તકે ખેડૂતો પણ ઉપસ્થિત રહ્યા હતા. નર્મદા વિભાગની ત્રણેય બ્રાંચ કેનાલના અધીક્ષક ઈજનેર, કાર્યપાલક ઈજનેર, નાયબ ઈજનેર સાથે ધારાસભ્યએ ખેડૂતોને પડતી વિવિધ મુશ્કેલીઓ અંગે ચર્ચા કરી હતી. અને ખાસ કરીને છેવાડાના ખેતર સુધી પાણી પહોંચવામાં થતી તકલીફ, પાણીનો ઓછો પ્રવાહ, કેનાલોની જાળવણી, પાણી વિતરણ વ્યવસ્થા સહિતની બાબતો લક્ષમાં લેવા ધારાસભ્યએ સુચના આપી હતી. જયારે ખેડૂતોના પ્રશ્નો અને રજૂઆતો પણ ધ્યાનપુર્વક સાંભળી હતી. કેનાલના વિવિધ નકશાઓ સાથે પાણી કઈ રીતે છેવાડાના ખેતરો સુધી પહોંચે તે બાબતે કામગીરી કરવા જણાવાયુ હતુ.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward