Surendranagar: સુરેન્દ્રનગરમાં આગના બે બનાવોથી દોડધામ
ઉનાળાના સમયે આગ લાગવાના બનાવો ચિંતાજનક રીતે સામે આવી રહ્યા છે. દસાડા તાલુકાના વાલેવડામાં એક કંપનીમાં આગ લાગવાની ઘટનાની હજુ શાહી સુકાઈ નથી ત્યાં શુક્રવારે સાંજે સુરેન્દ્રનગર શહેરમાં 2 સ્થળે આગના બનાવોની સુરેન્દ્રનગર મનપાના ફાયર વિભાગને જાણ થઈ હતી. આ અંગે ફાયર વિભાગના દેવાંગભાઈ દુધરેજીયાએ જણાવ્યુ કે, શહેરના રતનપરમાં માંડવરાયજી સોસાયટીના ખુલ્લા પ્લોટમાં કચરામાં આગ લાગી હોવાની જાણ થતા તુરંત ફાયર ફાઈટરે દોડી જઈ પાણીનો મારો ચલાવી આગને કાબુમાં લીધી હતી. આ સમયે ઘટનાસ્થળે આ વિસ્તારના સુધરાઈ સભ્ય નીખીલભાઈ ચાંપાનેરી પણ હાજર હતા. જયારે મોડી સાંજે વઢવાણ જીઆઈડીસીમાં આવેલ વૈશાલી ઓટો એન્જનીયરીંગ કંપનીમાં જનરેટરમાં આગ ભભૂકી ઉઠી હતી. જયાં પણ આગને કાબુમાં લેવાઈ હતી. બન્ને સ્થળે કોઈ જાનહાનિ થઈ ન હતી.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો
Read Full Story arrow_forward