Surendranagar: મૂળી - લીંબડી તાલુકામાં અકસ્માતના બે બનાવમાં 4ને ઈજા
સુરેન્દ્રનગર જિલ્લાના મૂળી તાલુકાના સરા-વી25ર રોડ અને લીંબડી હાઈવે પર એપીએમસી પાસે અકસ્માતના 2 બનાવ પોલીસ ચોપડે નોંધાયા છે. જેમાં 8 વર્ષના બાળક સહિત 3ને ઈજાઓ પહોંચી છે.મુળી તાલુકાના સડલા ગામે રહેતા રાજેશભાઈ ઠાકરશીભાઈ આકરીયા તા. 8-5ના રોજ પત્ની વર્ષાબેન અને 8 વર્ષના પુત્ર પ્રશાંત સાથે બાઈક પર મુળી તાલુકાના પલાસા ગામે લગ્ન પ્રસંગે ગયા હતા. જેમાં બપોરના સમયે જમણવાર પુર્ણ થતા ત્રણેય પરત પલાસાથી સડલા જતા હતા. ત્યારે બપોરના 1-30 કલાકે મુળીના સરાથી વી25રના રસ્તે સામેથી આવતી રિક્ષાના ચાલકે ગફલતભરી રીતે ચલાવી બાઈક સાથે અકસ્માત કર્યો હતો. જેમાં રાજેશભાઈ, વર્ષાબેન અને પ્રશાંતને ઈજા થતા સારવાર માટે સુરેન્દ્રનગરની સી.યુ.શાહ મેડિકલ કોલેજ એન્ડ હોસ્પીટલ લઈ જવાયા હતા. આ અંગે તા. 8ના રોજ મોડી સાંજે મુળી પોલીસ મથકે રિક્ષા ચાલક સામે ફરિયાદ નોંધાતા વધુ તપાસ એચસી પી.એન.ઝાલા ચલાવી રહ્યા છે. જયારે લીંબડીના મફતીયાપરામાં ભાઠીના હનુમાન મંદિર પાસે રહેતા કેશવભાઈ પરમાર રિક્ષા ચલાવે છે. તા. 7ના રોજ સાંજે તેઓ રિક્ષા લઈને લીંબડી હાઈવેથી ગામ તરફ જતા હતા. ત્યારે લીંબડી એપીએમસીના દરવાજા પાસે એક થાર કારના ચાલકે પુરઝડપે ચલાવી રિક્ષા સાથે અકસ્માત કર્યો હતો. અને થાર કારનો ચાલક ફરાર થઈ ગયો હતો. જેમાં કેશવભાઈને માથાના ભાગે ગંભીર ઈજા થતા સારવાર માટે સુરેન્દ્રનગર લઈ જવાયા હતા. આ અંગે અમનભાઈ કેશવભાઈ પરમારે લીંબડી પોલીસ મથકે ફરાર થનાર થાર કારના ચાલક સામે ફરિયાદ નોંધાવતા વધુ તપાસ એચસી કે.એસ.લકુમ ચલાવી રહ્યા છે. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો
Read Full Story arrow_forward