Halvad: હળવદ શહેરમાં બનાસકાંઠા જિલ્લાના સાંસદના સમર્થનમાં કોળી સમાજ દ્વારા વિરોધ પ્રદર્શન
હળવદ : બનાસકાંઠા જિલ્લામાં કોંગ્રેસના મહિલા સાંસદ વિરુદ્ધ ભાજપ પ્રદેશ પ્રમુખ દ્વારા તાજેતરમાં કરવામાં આવેલી ટિપ્પણીના ઘેરા પ્રત્યાઘાતો મોરબી જિલ્લામાં પણ પડી રહ્યા છે. હળવદમાં ગેનીબેન ઠાકોરના સમર્થનમાં કોળી સમાજ અને ઠાકોર સમાજ મેદાને આવ્યો છે. ભાજપ પ્રદેશ પ્રમુખ જગદીશ પંચાલ દ્વારા ગેનીબેન વિશે કરવામાં આવેલા ઉચ્ચારણના વિરોધમાં શનિવારે હળવદમાં દેખાવો કરવામાં આવ્યા હતા. હળવદ ખાતે સમાજના લોકો મોટી સંખ્યામાં એકઠા થયા હતા અને ભાજપ પ્રદેશ પ્રમુખ વિરુદ્ધ ભારે રોષ વ્યક્ત કર્યો હતો. તેમજ જો તેઓ માફી નહીં માંગે તો આગામી સમયમાં મોરબી કલેક્ટર કચેરી અને મામલતદાર કચેરીએ આવેદનપત્ર અપાશે અને ઉગ્ર આંદોલન કરવાની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે. આ તકે 11 લોકોની પોલીસે અટકાયત કરી હતી.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો
Read Full Story arrow_forward