android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Chotila: ચોટીલા તાલુકાના પીપળીયા ગામમાંથી પ્રતિબંધિત ગાંજા સાથે 4 શખ્સો પકડાયો
calendar_today May 10, 2026

Chotila: ચોટીલા તાલુકાના પીપળીયા ગામમાંથી પ્રતિબંધિત ગાંજા સાથે 4 શખ્સો પકડાયો

રાજકોટ સીઆઈડી ક્રાઈમની ટીમને ચોટીલામાં પ્રતીબંધીત ગાંજાની ડીલીવરીની બાતમી મળી હતી. જેમાં પીપળીયા ગામ પાસે પોલીસે વોચ રાખીને ચોટીલાના 2 અને ગુંદાના 2 સહિત 4 શખ્સોને 1050 ગ્રામ ગાંજો, મોબાઈલ, 2 ટુ વ્હીલર, રોકડ સહિત રૂપીયા 2.14 લાખની મત્તા સાથે ઝડપી લઈ આણંદપુર પોલીસ મથકે ગુનો નોંધ્યો છે.રાજકોટ સીઆઈડી ક્રાઈમના પીઆઈ જે.જે.ચૌહાણ, પીએસઆઈ કે.એમ.મહેતા સહિતની ટીમને ચોટીલાનો રજની હસુભાઈ કોરડીયા અને દીપક મેહુલભાઈ લાડવા ચોટીલાના ગુંદા ગામના મનસુખ ઉર્ફે મનો છગનભાઈ મકવાણા અને નરેશ વલ્લભભાઈ મકવાણા પાસેથી પ્રતીબંધીત ગાંજાની ડીલીવરી લેવાના હોવાની બાતમી મળી હતી. આથી પોલીસે પીપળીયા ગામ પાસે વોચ રાખી હતી. જેમાં 2 ટુવ્હીલર પર ચારેય ભેગા થતા જ પોલીસ ત્રાટકી હતી. અને ચારેયને 1050 ગ્રામ વજનનો ગાંજો કિંમત રૂપીયા 52,500, 2 ટુ વ્હીલર કિંમત રૂપીયા 1.25 લાખ, રૂપીયા 6500ના 4 મોબાઈલ અને રોકડા રૂપીયા 30 હજાર મળી કુલ રૂપીયા 2.14 લાખની મત્તા સાથે ઝડપી લીધા હતા. ચારેય આરોપીઓ સામે આણંદપુર પોલીસ મથકે એનડીપીએસ એકટ મુજબ ગુનો નોંધાતા વધુ તપાસ પીએસઆઈ બી.એન.દીવાન ચલાવી રહ્યા છે. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Ahmedabad: ગરમીથી ત્રસ્ત પરિવાર ધાબા પર સુવા ગયો અને તસ્કરોનો ઘરમાં હાથફેરો
calendar_today May 10, 2026

Ahmedabad: ગરમીથી ત્રસ્ત પરિવાર ધાબા પર સુવા ગયો અને તસ્કરોનો ઘરમાં હાથફેરો

વિરમગામ તાલુકાના થોરી મુબારક ગામમાં પરિવાર રાત્રી સમયે ધાબા પર જઈને સુઈ જતા નીચે ઘરમાં તસ્કર સોના,ચાંદીના દાગીના ચોરી કરી ગયાનો બનાવ ઘટયો છે. બનાવની ઘર માલિકે વિરમગામ ગ્રામ્ય પોલીસ મથકમાં અજાણ્યા તસ્કર વિરૂદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસના ચક્રોગતિમાન કર્યા છે.બનાવની વધુમાં પ્રાપ્ત વિગત અનુસાર જનકકુમાર પરસોત્તમભાઈ પટેલ હાલ પડી રહેલી કાળઝાળ ગરમી કારણે રાત્રિમાં રાહત માણવા કુદરતી ઠંડા હવામાન માં પરિવાર સાથે ઘરના ધાબા ઉપર નીંદ માણે છે.ગુરુવારની આગલી રાત્રે ઘરમાં મુખ્ય દરવાજા પર તાળુ લગાવીને પરિવાર ધાબા પર જઈને સુઈ ગયો હતો.ગુરુવારે સવારે છ કલાકે જનક ભાઈ નીચે આવતા તાળુ તુટેલું હતુ અને ઓસરી માં તથા ધરમાં અંદર માલ સામાન વેર વિખેર પડયો હતો.પેટી પલંગ તેમજ કબાટ ખુલ્લો હતો.તુરંત તેમના ધર્મ પત્નીને નીચે બોલાવ્યા હતા.તિજોરીમાં મુકેલ પત્નીનું સોનાનું ત્રણ તોલાનું મંગલસૂત્ર,દોઢ તોલાનું કડું, બીટ પારા ચાંદીના છડા, કેળનો જુડો,ઝાંઝરી,લકી, છ નંગ ચાંદીના સિક્કા વગેરે પિતાએ લગ્ન સમયે તથા પોતે આજી વિકમાં કર કસર કરી વસાવેલ દાગીનાની ચોરી થવા પામી હતી.જેથી જનક કુમારે ગ્રામ્ય પોલીસ મથકમાં કોઈ અજાણ્યા તસ્કર રાત્રી સમયમાં પોતાના ઘર માંથી કુલ 1,97,000 કિંમતના સોના,ચાંદીના દાગીના ચોરી કરી ગયા બનાવની ફરિયાદ નોંધાવી હતી. બનાવ અંગે પોલીસે વધુ તપાસના ચક્રોગતિમાન કર્યા છે. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Surendranagar: જોરાવરનગરની યુવતી સાથે કુકર્મ આચરનાર રાવણ નામનો શખ્સ ઝડપાયો
calendar_today May 10, 2026

Surendranagar: જોરાવરનગરની યુવતી સાથે કુકર્મ આચરનાર રાવણ નામનો શખ્સ ઝડપાયો

સુરેન્દ્રનગર : જોરાવરનગરમાં રહેતી યુવતીને કારમાં ખમીસાણા કેનાલ પાસે લઈ જઈ એક શખ્સે કુકર્મ કર્યાની જોરાવરનગર પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ હતી. ત્યારે આ બનાવમાં પોલીસે આરોપીને ઝડપી લઈ વધુ તપાસ હાથ ધરી છે. રતનપરના ખેરાળી રોડ પર આવેલ શિવધારા સોસાયટીમાં રહેતા હર્ષવર્ધનસિંહ ઉર્ફે રાવણ વિરેન્દ્રસિંહ ચૌહાણે એક યુવતીને વોટસએપમાં હાયનો મેસેજ લખી ચોકલેટના 100 બોકસ લેવાનું કહીને મિત્રતા કેળવી હતી. જેમાં તા. 29-12-25ના રોજ બ્લેક ફીલ્મ વાળી ઈકો કારમાં યુવતીને ફરવાના બહાને રાવણ ખમીસાણા રોડ પર આવેલ નર્મદા કેનાલના સાયફન પાસે લઈ ગયો હતો. અને યુવતી પાસે અઘટીત માંગણી કરતા યુવતીએ આપણે માત્ર ફ્રેન્ડશીપ છે તેમ કહી ના પાડી હતી. તેમ છતાં કારમાં રાવણે યુવતી સાથે કુકર્મ કર્યુ હતુ. અને આ વાત કોઈને કહીશ તો તારા ફેમીલીને મારી નાંખીશ અને તારી બધી ડીટેઈલ્સ મારી પાસે છે જે સોશીયલ મીડીયામાં વાયરલ કરી તારી સગાઈ તોડાવી નાંખીશ તેવી ધમકી આપી હતી. આ અંગે તા. 6-5-26ના રોજ મોડી સાંજે જોરાવરનગર પોલીસ મથકે હર્ષવર્ધનસિંહ ઉર્ફે રાવણ સામે ફરિયાદ નોંધાઈ હતી. આ ફરિયાદ નોંધાતા જ તા. 7ના રોજ મોડી સાંજે તપાસ અધીકારી મહિલા યુનીટના પીઆઈ વી.કે.ખાંટ સહિતની ટીમે આરોપી હર્ષવર્ધનસિંહ ઉર્ફે રાવણને દબોચી લીધો હતો. અને તેને જેલ હવાલે કરવાની વધુ કાર્યવાહી હાથ ધરાઈ છે.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward