android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Palanpur: ટીટોડીના બચ્ચાને વાઈલ્ડ લાઈફ એક્સપર્ટે મોઢેથી સીપીઆર આપી નવજીવન આપ્યું
calendar_today May 10, 2026

Palanpur: ટીટોડીના બચ્ચાને વાઈલ્ડ લાઈફ એક્સપર્ટે મોઢેથી સીપીઆર આપી નવજીવન આપ્યું

બનાસકાંઠા જિલ્લાના ચિમનગઢ ગામમાં માનવતા અને જીવદયાની ઘટના પ્રકાશમાં આવી છે. કાળઝાળ ગરમીના કારણે જીવન-મરણ વચ્ચે ઝોલા ખાતા ટીટોડીના એક બચ્ચાને વાઈલ્ડ લાઈફ એક્સપર્ટ વિજય ડાભી દ્વારા સમયસુચકતા વાપરી નવજીવન આપવામાં આવ્યું છે.બનાસકાંઠામાં હાલ આકાશમાંથી અગનગોળા વરસી રહ્યા છે જેના કારણે માનવીઓ સાથે પશુ-પક્ષીઓ પણ ડિહાઈડ્રેશનનો શિકાર બની રહ્યા છે. ચિમનગઢ ગામે ભારે ગરમીના કારણે ટીટોડીના એક બચ્ચાને ગંભીર ડિહાઈડ્રેશન થતા તે નિષ્ક્રિય થઈ ગયું હતું. શરીરમાં ઓક્સિજનનું પ્રમાણ ઘટવાને કારણે બચ્ચું મરણતોલ હાલતમાં પહોંચી ગયું હતું. આ ગંભીર પરીસ્થિતિમાં વાઈલ્ડ લાઈફ એક્સપર્ટ વિજય ડાભીએ જરા પણ વિલંબ કર્યા વગર જીવદયાનું અનોખું ઉદાહરણ પુરું પાડયું હતું. તેમણે બચ્ચાને તાત્કાલિક મોઢેથી સીપીઆર આપી સતત ઓક્સિજન પહોંચાડવાનો પ્રયાસ કર્યો હતો. તેમની સતત મહેનત અને કુશળતાના પરીણામે ટીટોડીનું બચ્ચું ફરી જીવંત બન્યું હતું. વધતી જતી ગરમીને ધ્યાનમાં રાખીને વિજય ડાભી અને સ્થાનિકોએ લોકોને અપીલ કરી છે કે પશુ-પક્ષીઓ માટે પોતપોતાના ઘરની અગાસી કે આંગણામાં પાણીના કુંડા અને સુરક્ષાની વ્યવસ્થા કરવી અત્યંત જરૂરી છે જેથી અબોલ જીવોને ડિહાઈડ્રેશનથી બચાવી શકાય. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Patan: ઝિલીયા ગામ નજીક ટ્રક અને આઈશર વચ્ચે અકસ્માત સર્જાયો
calendar_today May 10, 2026

Patan: ઝિલીયા ગામ નજીક ટ્રક અને આઈશર વચ્ચે અકસ્માત સર્જાયો

ચાણસ્મા મહેસાણા હાઇવે રોડ પર આવેલ ઝિલીયા ગામે કેશણી તરફ્ના માર્ગ નજીક મોડી રાત્રે પસાર થતાં એક ટ્રક અને આઈશર ટ્રક વચ્ચે અકસ્માતની ઘટના બનવા પામી હતી. જેમાં આઈશર ચાલકને ઈજાઓ પહોંચતા તાત્કાલિક સારવાર માટે ધારપુર હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જેની જાણ ચાણસ્મા પોલીસને થતાં તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી અકસ્માત સર્જનાર ટ્રકને કબજે કરી ચાણસ્મા પોલીસ મથકે લવાઈ હતી. જોકે અકસ્માત દરમિયાન ઈજાગ્રસ્ત ચાલક બેભાન અવસ્થામાં હોવાથી પોલીસે પરિવારનો સંપર્ક કર્યો છે. જે આવ્યા બાદ પોલીસ ફરીયાદની તજવીજ હાથ ધરવામાં આવશે તેમ પોલીસ સુત્રોએ જણાવ્યું હતું.ચાણસ્માથી મહેસાણા હાઇવે પર ફોરલેન હાઈવેની કામગીરી દરમિયાન હાલમાં એક તરફ્ રોડ પર ગાબડાં પુરવાની કામગીરી ચાલું હોવાથી એક માર્ગીય રસ્તો બનાવવામાં આવ્યો છે. જેમાં ઝિલીયા ગામ નજીક ડાયવર્ઝન પુરો થતાં વાહનચાલકો તેમના મુખ્ય માર્ગ પર પસાર થવા ટન લેતા હોવાથી અકસ્માતની દહેશત રહેલી છે. તેવામાં આવો જ એક બનાવ ત્યાં આગળ જ બનવા પામ્યો હતો. જેમાં મહેસાણા તરફ્થી હરીયાણા પાર્સિગના એક ચાણસ્મા તરફ્ જતાં આઈશર ટ્રકને ચાણસ્મા તરફ્થી આવતી ટ્રક વચ્ચે મોડી રાત્રે અકસ્માત સર્જાયો હતો. જેમાં આઈશર ચાલકને ઈજાઓ પહોંચતા તાત્કાલિક ધારપુર હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયો હતો અને ચાણસ્મા પોલીસે અકસ્માત સર્જાનાર ટ્રકનો કબજો મેળવી ચાણસ્મા પોલીસ સ્ટેશનમાં લવાઈ હતી. જોકે અકસ્માતમાં ઈજા પામેલા આઈશર ચાલક બેભાન અવસ્થામાં હોવાથી પોલીસે તેના પરિવારનો સંપર્ક કરતાં તે હરીયાણાથી રવાના થયા છે અને આવ્યા બાદ પોલીસ ફરિયાદની તજવીજ હાથ ધરાશે તેમ જાણવા મળ્યું હતું. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Siddhapur: સેદ્રાણા નજીકથી SMC પોલીસે રૂ.7.85 લાખનો દારૂ ઝડપ્યો
calendar_today May 10, 2026

Siddhapur: સેદ્રાણા નજીકથી SMC પોલીસે રૂ.7.85 લાખનો દારૂ ઝડપ્યો

સિદ્ધપુર તાલુકાના અને કાકોશી પોલીસ સ્ટેશનના હદમાં આવેલા સેદ્રાણા ગામની નજીકથી પસાર થતી એક રાજસ્થાન તરફ્થી વિદેશી દારૂ ભરીને અમદાવાદ તરફ્ જતી ઈનોવા ગાડીમાંથી SMC પોલીસે રૂ.7.85 લાખનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી ગાડીમાં રહેલા બે શખ્સોએ ભાગવાની કોશિશ કરતાં તેમને પણ ઝડપી લીધા હતા અને તેમની પુછપરછ દરમિયાન વધું 4 શખ્સોની સંડોવણી બહાર આવતાં કાકોશી પોલીસ સ્ટેશનમાં કુલ 6 સામે નામજોગ ફરીયાદ નોંધાવી છે.સ્ટેટ મોનિટરીંગ સેલને બાતમી મળી હતી કે રાજસ્થાન તરફ્થી એક ઈનોવા ગાડીમાં વિદેશી દારૂ ભરીને અમદાવાદ તરફ્ જવાની છે. જેના SMC પોલીસે સિદ્ધપુરની કાકોશી ચોકડી નજીક પંચોને સાથે રાખીને વોચ ગોઠવી હતી. તેવામાં માહિતી મળી હતી કે વિદેશી દારૂ ભરીને આવી રહેલી ઈનોવા ગાડી આગળ પોલીસ ચેકિંગ હોવાથી તે ગ્રામ્ય વિસ્તારોના રસ્તા પર નીકળી છે. જેના આધારે SMC પોલીસે સિદ્ધપુર કાકોશી તરફ્ઉમરૂ ચોકડી નજીક પસાર થતી ઈનોવા ગાડીને રોકવાનો પ્રયાસ કરતા ગાડીના ચાલકે ગાડી સેદ્રાણા તરફ્ હંકારી મૂકી હતી અને આગળ જતા ખેતરમાં ઉતારી દીધી હતી. જ્યાં રસ્તો પૂરો થતાં ગાડી ઉભી રાખીને ગાડીમાં સવાર બે શખ્સો ઉતરીને ભાગવાનો પ્રયાસ કરતા પોલીસે તેમને ઝડપી લીધા હતા અને તેમની પૂછપરછ કરતા તેમનું નામ રડમલરામ ઉર્ફે આર.ટી ઠાકરીરામ રબારી અને પારસારામ મહેમદરામ રબારી હોવાનું જણાવતા પોલીસે બંનેની અટકાયત કરી ગાડીમાં તપાસ કરતા રૂ.7,85,812 ની કિંમતના વિદેશી દારૂની અલગ અલગ કુલ 3,974 બોટલો મળી આવી હતી. જેને લઈ પોલીસે ઈનોવા ગાડી સહિત બે નંગ મોબાઈલ ફોન મળી કુલ મુદ્દામાં રૂ.17,96,312 નો કબજે કરી ઝડપાયેલ શખ્સોની વધુ પૂછપરછ કરતા તેમણે વાસુભા ઉર્ફે ગુલાબસિંહ વાઘેલા, વાદલ ઉર્ફે કેતનસિંહ વાઘેલા તથા દિનેશ જોરાભાઈ રબારી અને મહેશ ઠાકોર નામના શખ્સોની પણ સંડોવણી હોવાની કબૂલાત કરતાં તમામની સામે કાકોશી પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધી વધું તપાસ હાથ ધરી છે. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward