android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Sidhhapur: સિદ્ધપુરમાં પરણિતાનું ભેદી સંજોગોમાં મોત : પિતાનો આક્ષેપ
calendar_today May 10, 2026

Sidhhapur: સિદ્ધપુરમાં પરણિતાનું ભેદી સંજોગોમાં મોત : પિતાનો આક્ષેપ

સિદ્ધપુરની એક લઘુમતી કોમની મહિલાના લગ્ન સાડા ત્રણ વર્ષ અગાઉ મહોલ્લામાં જ રહેતાં સમાજના યુવક સાથે થયા હતા. જેમના લગ્ન જીવન દરમિયાન એક વર્ષની પુત્રી પણ છે. મહિલાને સાસરી પક્ષના પતિ સહિત સાસુ સસરા મહેણાં ટોણા મારી ઈકો ગાડીના હપ્તા ભરવા માટે તેના પિતા પાસેથી પૈસા મંગાવતા હોય અને શારિરીક માનસિક ત્રાસ આપતા હોવાથી મહિલાએ પોતાના જ ઘરમાં ગળે ફાંસો ખાઈ જીવન ટુંકાવી લીધું હોવાનું સાસરી પક્ષે મૃતકના પિતાને જણાવતા તેમણે જમાઈ સહિત વેવાઈ વેવાઈ અને વેવાણ વિરુદ્ધ સિદ્ધપુર પોલીસ સ્ટેશનમાં આત્મહત્યા દુષ્પ્રેરણાની ફરીયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.સિદ્ધપુરમાં રહેતા અને નગરપાલિકામાં ફાયર ઈનચાર્જ તરીકે ફરજ બજાવતા મુસ્તુફભાઈ હુસેનભાઈ ઝાલોરીએ સિદ્ધપુર પોલીસ સ્ટેશનમાં તેમની દિકરીના મૃત્યુ અંગે નોંધાવેલી ફરિયાદ મુજબ તેમની દિકરી કાયનાતબાનુંના લગ્ન સાડા ત્રણ વર્ષ અગાઉ મહોલ્લામાં રહેતા ફુરકાન સલીમભાઈ સિપાઈ સાથે સમાજના રીતરિવાજ મુજબ થયાં હતાં. જેને એક વર્ષની હાલમાં દિકરી પણ છે. તેઓ વહેલી સવારે વોકિંગમાં નિકળ્યા હતા તે સમયે તેમની દિકરીના ઘરમાં બુમાબુમ થતી હોવાથી તેઓ પણ ત્યાં પહોંચ્યા હતા. જ્યાં જોતાં જ દિકરી પલંગ પર પડેલી હતી અને પતિ સહિત સાસુ સસરા તથા બે દિયર પણ હાજર હતા જેમણે મૃતકના પિતાને તેમની દિકરીએ દુપટ્ટા વડે ગળા ફાંસો ખાધો હોવાનું જણાવી. મહિલાને ખાનગી વાહનમાં સિદ્ધપુર સિવિલ હોસ્પિટલમાં લઈ જવાતાં ફરજ પરના તબીબે મૃત જાહેર કરી પોસ્ટમોર્ટમ કરી મૃતદેહ પરિવારને સોંપ્યો હતો. આ અંગે સિદ્ધપુર પોલીસે પ્રથમ અકસ્માતે મોતની નોંધ કરી હતી. ત્યારબાદ મૃતક મહિલાના પિતાએ તેમના જમાઈ ફુરકાન સલીમભાઈ સિપાઈ સહિત વેવાઈ સલીમભાઈ ગુલામનબી સિપાઈ અને વેવાણ સબાનાબેન સલીમભાઈ સિપાઈ વિરુદ્ધ દિકરીના મૃત્યુ અંગે શારિરીક માનસિક ત્રાસ આપી મહેણાં ટોણા મારતા આત્મહત્યા દુષ્પ્રેરણાની ફરીયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.એક વર્ષની માસુમ બાળકીએ માં ની મમતા ગુમાવી સિદ્ધપુરની મહિલા કાયનાતબાનું ના લગ્ન મહોલ્લામાં રહેતા ફુરકાન સલીમભાઈ સિપાઈ સાથે સમાજના રીતરિવાજ મુજબ થયાં હતાં. જેમને લગ્ન જીવન દરમિયાન એક દિકરીનો જન્મ પણ થયો હતો. જે હાલમાં એક વર્ષની હોવાનું FIRમાં જણાવ્યું છે. પરંતુ કમનસીબે પિતા અને દાદા દાદીએ આક્ષેપ મુજબ માતાને શારિરીક માનસિક ત્રાસ આપતા આખરે માતાએ આત્મઘાતી પગલું ભરી મોતને વહાલું કરી લેતાં માસુમ એક વર્ષની બાળકીએ નાનપણમાં જ માં ની મમતા ગુમાવી દીધી છે. તો બીજી તરફ્ હવે પિતા અને દાદા દાદીને પણ જેલમાં જવાનો વખત આવવાનો હોવાથી તેનો ઉછેર કોણ કરશે તેવા સવાલો પણ માનસપટ પર ઉપસી રહ્યા છે.ઈકો ગાડીના લોનના હપ્તા ભરવા દિકરી પાસે પૈસા મંગાવવા દબાણ કરતા સિદ્ધપુર પોલીસ સ્ટેશનમાં મૃતક મહિલાના પિતાએનોંધાવેલી ફરિયાદમાં આક્ષેપ કર્યો છે કે તેમના જમાઈએ લોન પર ઈકો ગાડી ખરીદી હતી. જેના હપ્તા ભરવા માટે દિકરી પાસે અવારનવાર પૈસાની ઉઘરાણી કરતા પિતાએ ફોન પે દ્વારા પૈસા મોકલી આપતાં હોવાનું જણાવ્યું છે. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Palanpur: યુવતીએ કોન્ટ્રાક્ટરને ચંડીસર ઓફીસમાં બોલાવી વીડીયો ઉતારી લઈ રૂપિયા પાંચ લાખ પડાવ્યા
calendar_today May 10, 2026

Palanpur: યુવતીએ કોન્ટ્રાક્ટરને ચંડીસર ઓફીસમાં બોલાવી વીડીયો ઉતારી લઈ રૂપિયા પાંચ લાખ પડાવ્યા

પાલનપુરમાં હનીટ્રેપ કરતી ગેંગ ઘણાં સમયથી ચાલી રહી છે.અગાઉ પણ હનીટ્રેપમાં ઘણાં લોકો શિકાર બન્યા છે.અને ઘણી ફરીયાદો પણ નોંધાઈ છે.અનેક કિસ્સામાં આબરૂ જવાના ડરથી લોકો ફરીયાદ પણ કરી શકતા નથી.ત્યારે પાલનપુર શહેર પશ્વિક પોલીસ મથકે ડીસાના રાજકીય અગ્રણીને હની ટ્રેપમાં ફસાવવા બાબતે પોલીસકર્મી સહીત પાંચ સામે ગુનો નોંધાયા બાદ પાલનપુર તાલુકા પોલીસ મથકહની ટ્રેપનો ગુનો નોંધાયો છે.જેમાં આઠ વર્ષ અગાઉ ડોક્ટર તરીકે ડાંગીયામાં પ્રેક્ટીશ કરતા અને હવે તે દવાખાનુ બીજાને ચલાવવા માટે આપી દઈ અને બેટરી પ્રીન્ટીંગનો કોન્ટ્રાક્ટર તરીકે કામ કરતા શેરઅલી શરીફભાઈ ડોડીયાના મોબાઈલ પર ચારેક માસ અગાઉ વોટ્સએપ પર હાય લખીને મેસેજ આવેલ જે બાબતે તેમણે ધ્યાન આપેલ ત્યારબાદ તા. 28/04/2026ના રોજ અજાણી યુવતીએ વોટ્સએપ કોલ કરીને કહેલ કે મારે દવાઓ બાબતે વાત કરવી છે.અને મારી પાસે પાંચ કંપની છે.તમે ચંડીસર ઓફીસ પર આવો તેમ કહીને ઓફીસ પર બોલાવેલ જ્યાં ઓફીસને બ્લેક ફિલ્મ લગાવેલ હતી.અને શેરઅલી ઓફીસમાં ગયેલ જ્યાં હાજર યુવતીએ તેમને સોફામાં બેસાડી અને બેસી અડપલા કરવા લાગેલ આથી શેરઅલીએ કહેલ કે આ શુ કરો છો તેમ કહેતા હતા. તેવામાં દરવાજો ખોલી અને ચાર શખ્સો અંદર આવી ગયેલ અને ઓફીસની અંદરની બાજુએ બીજા ભાગમાં લઈ જઈ પેન્ટ ઉતરાવી લઈ અને વીડીયો બનાવી લઈ અને યુવતીને ધમકાવવા લાગેલ અને કહેલ કે આ મારા ભાભી છે.તમે કેમ દુષ્કર્મ કર્યુ છે.અમે રૂા. છ લાખ ખર્ચીને મારા ભાઈના લગ્ન કરાવેલ છે.હવે તમે લગ્ન કરી લો.અને લગ્નનો રૂા. છ લાખનો ખર્ચ આપી દો તેમ કહી અને ધમાવવા લાગેલ આથી શેરઅલી ગભરાઈ ગયેલ અને આબરૂ જવાના બીકથી આ શખ્સોએ રૂા. પાંચમાં તોડ કરવાની વાત કરી અને શેરઅલીના મિત્ર પાસેથી રૂા. પાંચ લાખ લેવાના હોઈ તેમને પાલનપુર ગુરુનાનક ચોકમાં તમના મિત્રની દુકાને લઈ જઈ અને રૂા.પાંચ લાખ લીધા હતા.જેમાંથી રૂા. દોઢ લાખ તેમની સાથે પૈસા લેવા ગયેલ યુવકે તેમની પાસેથી રૂા. દોઢ લાખ લઈ લીધેલ અને કહેલ કે તમારે રૂા. સાડા લાખ જ મળ્યા હોવાનુ કહેવાનુ છે તેમ કહીને ત્યાંથી ગાડીમાં ચડોતર લઈ જઈ મુક્ત કરેલ.અને મોબાઈલમાં જે વોટ્સએપ કોલ કરેલ તે ડીલીટ કરી દીધા હતા.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Himatnagar: ગુજરાત અને રાજસ્થાનમાંથી ચેઇન સ્નેચીંગ કરતી ગેંગના સુત્રધારને LCBએ દબોચ્યા
calendar_today May 10, 2026

Himatnagar: ગુજરાત અને રાજસ્થાનમાંથી ચેઇન સ્નેચીંગ કરતી ગેંગના સુત્રધારને LCBએ દબોચ્યા

જિલ્લા પોલીસવડા ર્ડા. પાર્થરાજસિંહ ગોહિલ તથા એલસીબીના પીઆઇ ડી.સી. સાકરીયા અને સ્ટાફના જણાવ્યા મુજબ ગત તા. 8 મેના રોજ પીએસઆઇ આર.કે. જોષીની ટીમ તેમની હદમાં પેટ્રોલીંગમાં હતી. ત્યારે એવી બાતમી મળી હતી કે, હિંમતનગરના ખેડ તસીયા રોડ પર એક મહિલાના ગળામાંથી ચેઇન સ્નેચીંગ કરનાર શખ્સ શામળાજીથી હિંમતનગર તરફ અન્ય એક શખ્સની સાથે બાઇક પર આવી રહ્યો છે. જે આધારે એલસીબીએ તેને અટકાવી તેની ઝડતી લીધી હતી. દરમિયાન તેના ખિસ્સામાંથી લગભગ ચાર તુટેલા સોનાની ચેઇનો મળી આવી હતી.જેથી પોલીસે તેની કડક પુછપરછ કરતાં પકડાયેલા દિનેશ ડાહ્યાલાલ ખરાડી તથા તેની પાછળ બેઠેલ સંજય રામદાસ સાધુ હોવાનું કબુલ્યું હતુ. વધુમાં આ બન્ને જણાએ જણાવ્યુ હતુ કે, ગત તા. 5 મેના રોજ ખેડ તસીયા રોડ પરથી પસાર થઇ રહેલ એક મહિલાના ગળામાંથી સોનાના દોરાની લુંટ કરી હતી. ઉપરાંત તેમની પાસેથી મળી આવેલ અન્ય સોનાની ચેઇનો રાજસ્થાનમાંથી ચોરી કરી હોવાનું કબુલ્યું હતુ. તથા વધુમાં બન્ને જણાએ જણાવ્યુ હતુ કે તેઓ છેલ્લા કેટલાક સમયથી ગુજરાત અને રાજસ્થાનમાં સોનાના દોરાની લુંટ કરવામાં મુખ્ય ભૂમિકા ભજવતા હતા. પકડાયેલા બન્ને વિરૂધ્ધ હિંમતનગર એ.ડિવીઝન, રાજસ્થાનના ઝોથરી તાલુકાના નવાગળા ગામે રહેતા ગોપાલ કાન્તિલાલ ડામોર, ગૌરીશંકર ડાહ્યાલાલ ખરાડી તથા રાજસ્થાનના કુવાન, બિંછીવાડા, ઘાટોલા, પીંપલખુંટ અને અમદાવાદના વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનની હદમાં સોનાના દોરાની ચોરી કરી હોવાની કબુલાત કર્યા બાદ પોલીસે તેમની પાસેથી અંદાજે રૂપિયા 6.70 લાખના સોનાના દોરા, 25 હજારના બાઇક નં.આર.જે.12.એસ.એચ.9104 તથા રૂપિયા 10 હજારનો મુદ્દામાલ કબ્જે લીધો હતો. આમ સાબરકાંઠા એલસીબીને ચેઇન સ્નેચીંગ કરી તરખાટ મચાવતી આંતરરાષ્ટ્રીય ગેંગના બન્ને સુત્રોધારોને ઝડપી લેવામાં સફળતા મળી હતી. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward