android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Mehsana: ખેરાલુની ટ્રાફિક સમસ્યા નિવારવા યોગ્ય પોઈન્ટ મુકવા, વ્યવસ્થા જાળવવા રજૂઆત
calendar_today May 10, 2026

Mehsana: ખેરાલુની ટ્રાફિક સમસ્યા નિવારવા યોગ્ય પોઈન્ટ મુકવા, વ્યવસ્થા જાળવવા રજૂઆત

મહેસાણા જિલ્લા પોલીસ વડા હિમાંશુ સોલંકી દ્વારા વાર્ષિક ઇન્સ્પેક્શનના ભાગરૂપે શનિવારે ખેરાલુ પોલીસ સ્ટેશનની મુલાકાત લેવામાં આવી હતી. મુલાકાત દરમિયાન પોલીસ સ્ટેશન ખાતે લોક દરબાર કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં શહેર અને તાલુકા ગ્રામ્યના પ્રજાજનોના વિવિધ પ્રશ્નોને પ્રત્યક્ષ સાંભળવામાં આવ્યા હતા. લોક દરબાર કાર્યક્રમમાં ખેરાલુ શહેર અને ગ્રામ્ય વિસ્તારના આગેવાનો તેમજ નાગરિકો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. પ્રજા દ્વારા વિવિધ સમસ્યાઓ અંગે રજૂઆત કરવામાં આવી હતી. જેમાં ખેરાલુ હાઈવે પરથી પસાર થતા ઓવરલોડિંગ આઈવા ડમ્પરો સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી હતી. ખેરાલુ શહેરમાં ટ્રાફ્કિની સમસ્યાના નિવારણ માટે યોગ્ય પોઈન્ટ મુકવા અને વ્યવસ્થા જાળવવા રજૂઆત થઈ હતી. ખેરાલુ વિસ્તારમાં વધી રહેલી કેબલ ચોરીની ફરિયાદો અંગે પણ સ્થાનિકોએ પોલીસ વડાનું ધ્યાન દોર્યું હતું.મહેસાણા જિલ્લા પોલીસ વડા હિમાંશુ સોલંકીએ પ્રજાના તમામ પ્રશ્નોને શાંતિપૂર્વક સાંભળ્યા હતા અને જણાવ્યું હતું કે પોલીસ પ્રજાની સુરક્ષા માટે કટિબદ્ધ છે. તેમણે ટ્રાફ્કિ અને ઓવર લોડિંગ વાહનો જેવી સમસ્યાઓનો શ્કાયમી ઉકેલ લાવવાશ્માટે સ્થાનિક પોલીસ અધિકારીઓને જરૂરી સૂચનાઓ આપી હતી. આ પ્રસંગે પોલીસ વિભાગના ઉચ્ચ અધિકારીઓ અને સ્ટાફ્ હાજર રહ્યો હતો, જેમાં જય કંસારા ડીવાયએસપી ખેરાલુ, પી. આર. કરેણ ખેરાલુ પીઆઈ, એ.આર. ચૌધરી પીએસઆઈ અને વાય.એચ. કઠેચિયા પીએસઆઈ સહિત સમગ્ર કાર્યક્રમમાં ખેરાલુ પોલીસ સ્ટાફ્ અને તાલુકાના અગ્રણીઓની ઉપસ્થિતિમાં લોક દરબાર સફ્ળતાપૂર્વક સંપન્ન થયો હતો. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Ahmedabadના ગોમતીપુરનો પરિવાર વિદેશમાં બન્યો બંધક, એજન્ટોએ માંગી રૂ.1 કરોડની ખંડણી
calendar_today May 9, 2026

Ahmedabadના ગોમતીપુરનો પરિવાર વિદેશમાં બન્યો બંધક, એજન્ટોએ માંગી રૂ.1 કરોડની ખંડણી

અમદાવાદના ગોમતીપુર વિસ્તારમાં રહેતું એક દંપતી અને તેમના બે પુત્રો ગત 20 એપ્રિલે દિલ્હી મારફતે વિદેશ જવા નીકળ્યા હતા. એજન્ટો દ્વારા આ પરિવારને દિલ્હી-શ્રીલંકા-દુબઈ થઈને લંડન મોકલવાનો પ્લાન સમજાવવામાં આવ્યો હતો. લંડન પહોંચ્યા બાદ પ્રતિ વ્યક્તિ 25 લાખ રૂપિયા એમ કુલ 1 કરોડ રૂપિયા ચૂકવવાનું નક્કી થયું હતું. પરિવાર દુબઈ પહોંચ્યો ત્યાં સુધી સતત સંપર્કમાં હતો, પરંતુ ત્યારબાદ અચાનક તેમનો સંપર્ક તૂટી ગયો હતો.લોહીલુહાણ ફોટા અને ધમકીભર્યા ફોનથી પરિવારમાં ફફડાટ પરિવાર ગુમ થયા બાદ વિદેશી નંબર પરથી 'બાબા ખાન' નામે ધમકીભર્યા ફોન આવવાના શરૂ થયા છે. આ ટોળકીએ પરિવાર પાસે 1 કરોડ રૂપિયાની ખંડણી માંગી છે. હદ તો ત્યારે થઈ જ્યારે એજન્ટોએ લોહીથી લથપથ યુવકનો ફોટો પરિવારને મોકલી ડરનો માહોલ ઉભો કર્યો છે. સોશિયલ મીડિયા પર એક મહિલાની ઓડિયો ક્લિપ પણ વાયરલ થઈ છે, જેમાં "એક દીકરાને મારી નાખ્યો છે" તેવી ધમકી આપી ખંડણી માંગવામાં આવી રહી છે. આ પરિવાર હાલ કેન્યા અથવા ઈથોપિયામાં બંધક હોવાની પ્રબળ આશંકા સેવાઈ રહી છે. ક્રાઈમ બ્રાન્ચ એક્શન મોડમાં: એજન્ટોની ધરપકડના ચક્રો ગતિમાન આ ગંભીર ઘટનાની જાણ થતા જ અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ સહિતના ઉચ્ચ પોલીસ અધિકારીઓ તપાસમાં જોડાયા છે. પોલીસે અમદાવાદના સ્થાનિક એજન્ટને રાઉન્ડઅપ કરી પૂછપરછ શરૂ કરી છે, જેમાં વલસાડના અન્ય એક એજન્ટનું નામ પણ ખુલ્યું છે. આંતરરાષ્ટ્રીય સ્તરનું રેકેટ હોવાથી પોલીસ વિવિધ એજન્સીઓની મદદ લઈ રહી છે. ગેરકાયદેસર રીતે વિદેશ મોકલવાના બહાને ચાલતા આ જીવલેણ ખેલમાં સંડોવાયેલા તમામ આરોપીઓને પકડી પાડવા પોલીસે તપાસ તેજ કરી છે. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Gujarat Latest News Updated : મહેસાણાના જગુદણ ગામે ભંગારના ગોડાઉનમાં લાગી ભીષણ આગ
calendar_today May 9, 2026

Gujarat Latest News Updated : મહેસાણાના જગુદણ ગામે ભંગારના ગોડાઉનમાં લાગી ભીષણ આગ

ગુજરાત અને દેશ દુનિયાના સમાચાર સંદેશ ન્યૂઝના આ ન્યૂઝ બ્લોગ પર ક્લિક કરીને વાંચી શકશો. 07 મેના બ્રેકીંગ ન્યૂઝ વાંચવા માટે આ પેજ પર બનેલા રહો અને રિફ્રેશ કરતા રહો.

Read Full Story arrow_forward