android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Tamilnadu : CM પદના શપથગ્રહણ કરશે વિજય, રાજ્યપાલે સરકાર બનાવવા માટે આપી લીલીઝંડી
calendar_today May 9, 2026

Tamilnadu : CM પદના શપથગ્રહણ કરશે વિજય, રાજ્યપાલે સરકાર બનાવવા માટે આપી લીલીઝંડી

તમિલનાડુની રાજનીતિમાં મોટો રાજકીય વળાંક આવ્યો છે. અભિનેતા અને TVKને પ્રમુખ વિજય માટે મુખ્યમંત્રી બનવાનો માર્ગ હવે સંપૂર્ણ રીતે સાફ થઈ ગયો છે. VCK અને IUMLએ તેમની પાર્ટી TVKને બિનશરતી સમર્થન આપવાની જાહેરાત કરી છે. બંને પક્ષોના 2-2 ધારાસભ્યોના સમર્થન સાથે હવે વિજય પાસે કુલ 120 ધારાસભ્યોનું સમર્થન છે, જ્યારે સરકાર બનાવવા માટે 118 ધારાસભ્યોની જરૂર છે.રાજ્યપાલે TVKને સરકાર રચવા માટે મંજૂરી આપી શનિવારે સાંજે વિજયે રાજ્યપાલ રાજેન્દ્ર વિશ્વનાથ આર્લેકરને મળીને 120 ધારાસભ્યોના સમર્થનપત્ર સોંપ્યા હતા. ત્યારબાદ રાજ્યપાલે TVKને સરકાર રચવા માટે મંજૂરી આપી દીધી છે. ચાર દિવસથી ચાલતી રાજકીય અનિશ્ચિતતાનો હવે અંત આવ્યો છે. નવી સરકારનું શપથ ગ્રહણ રવિવારે સવારે 10 વાગ્યે થશે. મળતી માહિતી મુજબ વિજય શપથ ગ્રહણનો સમય બદલાવવા ઈચ્છતા હતા, પરંતુ તેમના જ્યોતિષીએ સવારે 10 વાગ્યાનો સમય શુભ ગણાવ્યો હતો. TVKને બે પાર્ટીએ આપ્યું સમર્થન આ ચૂંટણીમાં માત્ર બે વર્ષ જૂની TVKએ દ્રવિડ રાજનીતિની દિગ્ગજ પાર્ટીઓ DMK અને AIADMKને પાછળ છોડીને 108 બેઠકો જીતી હતી અને સૌથી મોટી પાર્ટી બની હતી. TVKને હવે કોંગ્રેસના 5, વામદળોના 4 અને VCK-IUMLના 2-2 ધારાસભ્યોનું સમર્થન મળતા બહુમતીનો આંકડો પાર થઈ ગયો છે. આ પણ વાંચો : Delhi હાઈએલર્ટ પર, આતંકી હુમલાની આશંકાને પગલે રાજધાનીની સુરક્ષામાં કરાયો વધારો

Read Full Story arrow_forward
Ahmedabad ગ્રામ્ય પોલીસની મોટી કાર્યવાહી: 4.19 કરોડની કિંમતની 93 હજારથી વધુ દારૂની બોટલો પર બુલડોઝર ફેરવાયું
calendar_today May 9, 2026

Ahmedabad ગ્રામ્ય પોલીસની મોટી કાર્યવાહી: 4.19 કરોડની કિંમતની 93 હજારથી વધુ દારૂની બોટલો પર બુલડોઝર ફેરવાયું

અમદાવાદ ગ્રામ્ય પોલીસ અને વહીવટી તંત્ર દ્વારા માદક પદાર્થો વિરુદ્ધની ઝુંબેશના ભાગરૂપે એક મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ધંધુકા, ધોલેરા અને બગોદરા પોલીસ સ્ટેશન હેઠળ અલગ-અલગ ગુનાઓમાં પકડાયેલા વિદેશી દારૂના જથ્થાનો આજે કાયદેસર રીતે નાશ કરવામાં આવ્યો હતો. આ પ્રક્રિયા દરમિયાન નશાબંધી અને આબકારી ખાતાના ઉચ્ચ અધિકારીઓ તેમજ સંબંધિત પોલીસ મથકોના થાણા અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા.93,000થી વધુ બોટલો પર ફરી વળ્યું બુલડોઝર ધંધુકા ખાતે આવેલી ડમ્પિંગ સાઈટ પર આ દારૂના જથ્થાનો નાશ કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. આ કાર્યવાહીમાં કુલ 93,426 વિદેશી દારૂની બોટલોને જમીન પર પાથરીને તેના પર બુલડોઝર અને રોલર ફેરવી દેવામાં આવ્યા હતા. આ સમગ્ર જથ્થાની બજાર કિંમત અંદાજે 4,19,70,573 રૂપિયા આંકવામાં આવી હતી. આટલી મોટી કિંમતના માદક પદાર્થોનો નાશ કરીને તંત્ર દ્વારા દારૂબંધીના કાયદાના કડક પાલનનો સંદેશ આપવામાં આવ્યો છે. ઉચ્ચ અધિકારીઓની દેખરેખ હેઠળ પારદર્શક પ્રક્રિયા આ સમગ્ર કાર્યવાહી આસિસ્ટન્ટ કલેક્ટર વિદ્યા સાગર અને અન્ય ઉચ્ચ અધિકારીઓની સીધી દેખરેખ હેઠળ કરવામાં આવી હતી. કાયદેસરની જોગવાઈઓ મુજબ, પોલીસ દ્વારા પકડાયેલા મુદ્દામાલનો અમુક સમય બાદ નિકાલ કરવામાં આવતો હોય છે. દારૂની તમામ બોટલો તોડી નાખ્યા બાદ તે પ્રવાહીને ખાડાઓમાં ડાટી દેવાની પ્રક્રિયા પણ પૂર્ણ કરવામાં આવી હતી. આ કાર્યવાહીને પગલે બૂટલેગરોમાં ફફડાટ વ્યાપી ગયો છે. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Gujarat Latest News Live : મહેસાણાના જગુદણ ગામે ભંગારના ગોડાઉનમાં લાગી ભીષણ આગ
calendar_today May 9, 2026

Gujarat Latest News Live : મહેસાણાના જગુદણ ગામે ભંગારના ગોડાઉનમાં લાગી ભીષણ આગ

ગુજરાત અને દેશ દુનિયાના સમાચાર સંદેશ ન્યૂઝના આ ન્યૂઝ બ્લોગ પર ક્લિક કરીને વાંચી શકશો. 07 મેના બ્રેકીંગ ન્યૂઝ વાંચવા માટે આ પેજ પર બનેલા રહો અને રિફ્રેશ કરતા રહો.

Read Full Story arrow_forward