android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Kutchના દરિયાકાંઠે માદક પદાર્થો મળવાનો સિલસિલો યથાવત, કોસ્ટગાર્ડને વધુ 20 બિનવારસી પેકેટ મળ્યા
calendar_today May 9, 2026

Kutchના દરિયાકાંઠે માદક પદાર્થો મળવાનો સિલસિલો યથાવત, કોસ્ટગાર્ડને વધુ 20 બિનવારસી પેકેટ મળ્યા

કચ્છના સરહદી દરિયાઈ વિસ્તારમાં સુરક્ષા એજન્સીઓ દ્વારા સતત પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે. આ દરમિયાન ભારતીય કોસ્ટગાર્ડ (Indian Coast Guard) ને દરિયામાંથી વધુ 20 જેટલા બિનવારસી માદક પદાર્થના પેકેટ મળી આવ્યા છે. દરિયાના મોજાં સાથે તણાઈ આવેલા આ પેકેટો કોસ્ટગાર્ડે પોતાના કબજામાં લઈ વધુ તપાસ અર્થે વિવિધ એજન્સીઓને જાણ કરી છે.સતત મળી રહ્યો છે નશીલા પદાર્થોનો જથ્થો છેલ્લા કેટલાક સમયથી કચ્છના ક્રીક વિસ્તાર અને દરિયાઈ પટ્ટી પરથી ચરસ અને હેરોઈન જેવા માદક પદાર્થોના પેકેટ મળવાની ઘટનાઓ સતત વધી રહી છે. આંતરરાષ્ટ્રીય સરહદેથી દરિયાઈ માર્ગે ઘુસાડવામાં આવતા આ નશીલા પદાર્થો જ્યારે સુરક્ષા એજન્સીઓના ડરથી સ્મગલરો દ્વારા દરિયામાં ફેંકી દેવામાં આવે છે, ત્યારે તે તણાઈને કાંઠે આવતા હોય છે. કોસ્ટગાર્ડ દ્વારા આજે ઝડપાયેલા આ 20 પેકેટ પણ આ જ પ્રકારે તણાઈને આવ્યા હોવાની શક્યતા છે. સુરક્ષા એજન્સીઓ સતર્ક: તપાસનો ધમધમાટ દરિયાઈ માર્ગે થતી નશીલા પદાર્થોની હેરાફેરી રોકવા માટે કોસ્ટગાર્ડ, બીએસએફ (BSF) અને સ્થાનિક પોલીસ એલર્ટ મોડ પર છે. પકડાયેલા આ પેકેટોમાં કયો પદાર્થ છે અને તેની આંતરરાષ્ટ્રીય બજારમાં કિંમત કેટલી છે તે જાણવા માટે એફએસએલ (FSL) ની મદદ લેવામાં આવી રહી છે. કચ્છનો દરિયો ડ્રગ્સ માફિયાઓ માટે ટ્રાન્ઝિટ પોઈન્ટ ન બને તે માટે એજન્સીઓએ સર્ચ ઓપરેશન વધુ તેજ બનાવી દીધું છે. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Viramgam News: બસસ્ટેન્ડ રોડ પર વેપારીની નજર ચૂકવી 4.90 લાખની ચોરી, ત્રણ શખ્સો પાકીટ લઈને થયા ફરાર
calendar_today May 9, 2026

Viramgam News: બસસ્ટેન્ડ રોડ પર વેપારીની નજર ચૂકવી 4.90 લાખની ચોરી, ત્રણ શખ્સો પાકીટ લઈને થયા ફરાર

વિરમગામ શહેરના વ્યસ્ત ગણાતા બસસ્ટેન્ડ રોડ પર દરગાહની સામે આવેલી હોલસેલ પાન-મસાલા અને કરિયાણાની દુકાન 'અરવા ટેલિકોમ'માં ચોરીની ચોંકાવનારી ઘટના બની છે. દુકાનમાં ગ્રાહકના સ્વાંગમાં આવેલા ત્રણ શખ્સોએ વેપારી પાસે અલગ-અલગ વસ્તુઓની માંગણી કરી હતી. વેપારી જ્યારે વસ્તુઓ લેવા માટે રોકાયેલા હતા, ત્યારે તકોનો લાભ ઉઠાવી ટેબલ પર પડેલું અને રૂપિયા 4,90,000ની રોકડ ભરેલું પાકીટ સેરવીને આ શખ્સો પળવારમાં ફરાર થઈ ગયા હતા.13 થી 25 વર્ષની વયના શખ્સો હોવાની આશંકા આ ચોરીની ઘટનામાં સામેલ ત્રણેય શખ્સોની ઉંમર અંદાજે 13 થી 25 વર્ષની વચ્ચે હોવાનું મનાઈ રહ્યું છે. જે રીતે વેપારીને વાતોમાં ભોળવીને ગણતરીની મિનિટોમાં આટલી મોટી રકમની ચોરી કરવામાં આવી છે, તે જોતા આ કોઈ રીઢી ટોળકી હોવાની શક્યતા સેવાઈ રહી છે. વેપારીને ચોરી થયાની જાણ થતા જ આસપાસના વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી અને લોકોના ટોળા એકઠા થયા હતા. વિરમગામ ટાઉન પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો આ બનાવ અંગે વિરમગામ ટાઉન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. પોલીસે દુકાનદારની ફરિયાદના આધારે તપાસ હાથ ધરી છે. આસપાસના વિસ્તારમાં લાગેલા સીસીટીવી ફૂટેજની તપાસ કરવામાં આવી રહી છે જેથી આરોપીઓની ઓળખ કરી શકાય અને તેઓ કઈ દિશામાં ભાગ્યા છે તેની કડી મેળવી શકાય. ભરચક વિસ્તારમાં બનેલી આ ઘટનાને પગલે સ્થાનિક વેપારીઓમાં ફફડાટ વ્યાપી ગયો છે અને પોલીસે ટૂંક સમયમાં આરોપીઓને પકડી પાડવાની ખાતરી આપી છે. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Gujarat Latest News Live : અમદાવાદના ધંધુકા ખાતે રૂ. 4.19 કરોડના વિદેશી દારૂના જથ્થા પર ફેરવાયું રોલર
calendar_today May 9, 2026

Gujarat Latest News Live : અમદાવાદના ધંધુકા ખાતે રૂ. 4.19 કરોડના વિદેશી દારૂના જથ્થા પર ફેરવાયું રોલર

ગુજરાત અને દેશ દુનિયાના સમાચાર સંદેશ ન્યૂઝના આ ન્યૂઝ બ્લોગ પર ક્લિક કરીને વાંચી શકશો. 07 મેના બ્રેકીંગ ન્યૂઝ વાંચવા માટે આ પેજ પર બનેલા રહો અને રિફ્રેશ કરતા રહો.

Read Full Story arrow_forward