android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Delhi હાઈએલર્ટ પર, આતંકી હુમલાની આશંકાને પગલે રાજધાનીની સુરક્ષામાં કરાયો વધારો
calendar_today May 9, 2026

Delhi હાઈએલર્ટ પર, આતંકી હુમલાની આશંકાને પગલે રાજધાનીની સુરક્ષામાં કરાયો વધારો

નવી દિલ્હીમાં સંભવિત આતંકી ખતરને ધ્યાનમાં રાખીને હાઈ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. ગુપ્તચર એજન્સીઓ પાસેથી મળેલા ઈનપુટ બાદ દિલ્હી પોલીસ અને અન્ય સુરક્ષા એજન્સીઓએ શહેરના અનેક સંવેદનશીલ વિસ્તારોમાં સુરક્ષા વધુ કડક બનાવી દીધી છે. શનિવારે મળેલી માહિતી અનુસાર, સંભવિત ખતરાને ધ્યાનમાં રાખીને રાજધાનીમાં ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.પોલીસ બંદોબસ્ત તૈનાત કરવામાં આવ્યો મળતી માહિતી મુજબ ભાજપના હેડક્વાર્ટર સહિત દીનદયાળ ઉપાધ્યાય માર્ગ પર આવેલા મહત્વપૂર્ણ સરકારી કચેરીઓ અને આસપાસના વિસ્તારોમાં વધારાનો સશસ્ત્ર પોલીસ બંદોબસ્ત તૈનાત કરવામાં આવ્યો છે. અનેક સ્થળોએ બેરિકેડિંગ વધારવામાં આવી છે અને વાહનોની સઘન ચકાસણી હાથ ધરવામાં આવી રહી છે. ભીડભાડવાળા વિસ્તારોને નિશાન બનાવવાનો પ્રયાસ સુરક્ષા એજન્સીઓને એવી માહિતી મળી છે કે મધ્ય દિલ્હીની મહત્વપૂર્ણ કચેરીઓ અને ભીડભાડવાળા વિસ્તારોને નિશાન બનાવવાનો પ્રયાસ થઈ શકે છે. સંભવિત હુમલાઓમાં આત્મઘાતી હુમલો, વાહન આધારિત IED બ્લાસ્ટ, ગોળીબાર અથવા સંકલિત હુમલાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે. મહત્વપૂર્ણ સરકારી ઈમારતો, રાજકીય કચેરીઓ, બજારો, ટ્રાન્સપોર્ટ હબ અને અન્ય જાહેર સ્થળોએ એન્ટી-સબોટેજ ચેકિંગ શરૂ કરવામાં આવ્યું છે. શહેરભરમાં સુરક્ષા એજન્સીઓ સતત નજર રાખી રહી છે. પેટ્રોલિંગમાં વધારો કરવામાં આવ્યો બોમ્બ સ્ક્વોડ, સ્નિફર ડોગ યુનિટ અને ક્વિક રિએક્શન ટીમોને પણ એલર્ટ પર રાખવામાં આવી છે. સાથે જ દિલ્હી ફાયર વિભાગને પણ કોઈપણ પરિસ્થિતિ માટે સજ્જ રહેવા સૂચના આપવામાં આવી છે. રાજધાનીમાં વધારેલી સુરક્ષાને કારણે અનેક વિસ્તારોમાં ચકાસણી અને પેટ્રોલિંગમાં વધારો કરવામાં આવ્યો છે. આ પણ વાંચો : Agni Missile Test : ભારતને મળી મોટી સફળતા, DRDOએ નવી 'અગ્નિ મિસાઈલ'નું ઓડિશામાં કર્યું સફળ પરીક્ષણ

Read Full Story arrow_forward
Gandhinagar : કોલવડામાં વિકાસના કામો મુદ્દે રાજકીય જંગ, ગામના રસ્તા અને ગટરની હાલત ખરાબ
calendar_today May 9, 2026

Gandhinagar : કોલવડામાં વિકાસના કામો મુદ્દે રાજકીય જંગ, ગામના રસ્તા અને ગટરની હાલત ખરાબ

ગાંધીનગરના કોલવડા વિસ્તારમાં વિકાસના કામોને લઈને રાજકીય માહોલ ગરમાયો છે. ગામમાં રસ્તા અને ગટર વ્યવસ્થાની સ્થિતિ મુદ્દે ભાજપ અને કોંગ્રેસ વચ્ચે તીખું વાકયુદ્ધ જોવા મળી રહ્યું છે. સ્થાનિક સ્તરે ચાલી રહેલા આ વિવાદે હવે રાજકીય રંગ ધારણ કરી લીધો છે.કોલવડા ગામમાં રસ્તાઓની હાલત અત્યંત ખરાબ કોંગ્રેસના પ્રવક્તા ફેનિલ પટેલે ભાજપ સરકારના વિકાસના દાવાઓને ભ્રામક ગણાવતાં તીખી ટીકા કરી છે. તેમનું કહેવું છે કે કોલવડા ગામમાં રસ્તાઓની હાલત અત્યંત ખરાબ છે અને ગટર વ્યવસ્થા પણ ઠપ્પ જેવી સ્થિતિમાં છે. જેના કારણે ગ્રામજનોને રોજબરોજ ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. ખાસ કરીને વરસાદી સીઝનમાં સ્થિતિ વધુ ખરાબ બનતી હોવાનો પણ તેમણે આક્ષેપ કર્યો છે. ભાજપ માત્ર દાવા કરે છે જમીની સ્થિતિ જુદી જ છે ફેનિલ પટેલે જણાવ્યું કે ભાજપના નેતાઓ માત્ર વિકાસના દાવાઓ કરે છે પરંતુ જમીન પર વાસ્તવિક સ્થિતિ જુદી જ છે. તેમણે સરકારને ગામની હાલતનું નિરીક્ષણ કરીને તાત્કાલિક સુધારણા કામ શરૂ કરવાની માંગ કરી છે. સાથે જ તેમણે ભાજપના નેતાઓને સલાહ આપી છે કે તેઓ પોતાના દાવાઓ કરતા પહેલા સ્થળ પર જઈને સ્થિતિને સમજે. ભાજપ તરફથી આ આક્ષેપોને નકારવામાં આવ્યા બીજી તરફ ભાજપ તરફથી પણ આ આક્ષેપોને નકારવામાં આવ્યા છે અને જણાવવામાં આવ્યું છે કે વિસ્તારમાં વિકાસના અનેક કામો ચાલી રહ્યા છે તથા કેટલાક પ્રોજેક્ટ પૂર્ણતાની નજીક છે. ભાજપના સ્થાનિક કાર્યકરોનું કહેવું છે કે કોંગ્રેસ રાજકીય લાભ માટે મુદ્દાને વધારી રહી છે. આ સમગ્ર વિવાદને કારણે કોલવડા વિસ્તારમાં રાજકીય તણાવ વધી ગયો છે. ગ્રામજનો વચ્ચે પણ ચર્ચા છે કે મૂળભૂત સુવિધાઓ જેવી કે રસ્તા અને ગટરનો પ્રશ્ન ઝડપથી ઉકેલાવવો જોઈએ. હાલ સ્થિતિ એવી છે કે વિકાસના મુદ્દે બંને પક્ષો વચ્ચેનો આ રાજકીય ટકરાવ આગળ પણ વધુ ગરમાઈ શકે છે. આ પણ વાંચો : Surat News: ઓલપાડના દેલાડની ગોલ્ડન ઇન્ડસ્ટ્રીયલ પાસે તસ્કરોનો હાથફેરો, બાઈક ચોરીની ઘટના CCTVમાં કેદ

Read Full Story arrow_forward
Savli News: મહીસાગર બ્રિજ પરથી જબાપુરાના 24 વર્ષીય યુવકે નદીમાં કૂદી મોત વહાલું કર્યું, આત્મહત્યાનું કારણ અકબંધ
calendar_today May 9, 2026

Savli News: મહીસાગર બ્રિજ પરથી જબાપુરાના 24 વર્ષીય યુવકે નદીમાં કૂદી મોત વહાલું કર્યું, આત્મહત્યાનું કારણ અકબંધ

સાવલીમાં મહીસાગર નદી પર આવેલા બ્રિજ પરથી આજે 24 વર્ષીય એક યુવકે અચાનક નદીના વહેતા પાણીમાં મોતની છલાંગ લગાવી હતી. પુલ પરથી યુવકને કૂદતો જોઈ આસપાસના લોકો સ્તબ્ધ થઈ ગયા હતા. જોતજોતામાં યુવક નદીના ઊંડા પાણીમાં ગરકાવ થઈ ગયો હતો. આ ઘટનાને પગલે નદી કિનારે અને બ્રિજ પર લોકોના મોટા ટોળેટોળા ઉમટી પડ્યા હતા.જબાપુરા ગામના વિજય ભોઈ તરીકે થઈ ઓળખ આત્મઘાતી પગલું ભરનાર યુવકની ઓળખ સાવલીના જબાપુરા ગામના વિજય ભોઈ (ઉંમર 24 વર્ષ) તરીકે થઈ છે. એક આશાસ્પદ યુવકે આ પ્રકારે મોત વહાલું કરી લેતા તેના પરિવારજનોમાં ભારે શોક અને આક્રંદ જોવા મળી રહ્યો છે. ઘટનાની જાણ થતા જ સાવલી પોલીસનો કાફલો અને બચાવ કામગીરી માટેની ટીમો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવી હતી. શોધખોળ ચાલુ: આત્મહત્યાનું કારણ હજુ અકબંધ સ્થાનિક તરવૈયાઓ અને બચાવ ટીમો દ્વારા નદીના પાણીમાં યુવકની શોધખોળ હાથ ધરવામાં આવી છે, જે હજુ પણ ચાલુ છે. 24 વર્ષીય વિજયે આટલું ગંભીર પગલું કયા સંજોગોમાં અને કયા કારણોસર ભર્યું તે હજુ સુધી જાણી શકાયું નથી. આત્મહત્યાનું ચોક્કસ કારણ જાણવા માટે સાવલી પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. યુવાન દીકરાના મોતના સમાચારથી સમગ્ર સાવલી પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ છે અને આ ઘટના હાલ ચર્ચાનો વિષય બની છે. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward