Ahmedabad News: હવેથી ખાનગી સોસાયટીમાં ઝાડ કાપવા માટે AMC ચાર્જ વસૂલશે
થોડા સમય પહેલા કોર્પોરેશન દ્વારા નિયત ચાર્જ લઈને ખાનગી પરિસરોના વૃક્ષોનું વૈજ્ઞાનિક ઢબે ટ્રિમિંગ કરી આપવામાં આવશે તેવો નિર્ણય કરાયો હતો.જેનો અમલ હવે સત્તાવાર રીતે શરૂ કરી દેવામાં આવશે. AMC દ્વારા શહેરની ખાનગી સોસાયટીઓ અને પરિસરોમાં આવેલા વૃક્ષોના કટિંગ તેમજ ટ્રિમિંગ માટે એક નવી પોલિસી અમલમાં મૂકવાનો મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. અત્યાર સુધી AMC દ્વારા ખાનગી સોસાયટીઓની અંદર વૃક્ષ કાપવાની સેવા આપવામાં આવતી નહોતી, પરંતુ હવે તંત્ર પોતે આ કામગીરી હાથ ધરશે. કટિંગ કરાવવા માટે તંત્ર દ્વારા ચોક્કસ ફી નક્કી કરાઈઆ નવી નીતિ મુજબ, ખાનગી સોસાયટીઓ કે બંગલાઓમાં વૃક્ષોનું ટ્રિમિંગ અથવા કટિંગ કરાવવા માટે તંત્ર દ્વારા ચોક્કસ ફી નક્કી કરવામાં આવી છે. જે અંતર્ગત એક વૃક્ષ દીઠ 100 રૂપિયા અને વેસ્ટ નિકાલ માટે 150 પ્રતિ ટ્રેક્ટર ચાર્જ વસૂલવામાં આવશે. અત્યાર સુધી ખાનગી સોસાયટીઓના રહીશ કે સભ્યો વૃક્ષ કાપવા કે છાંટવા માટે ખાનગી મજૂરો રોકતા હતા. ત્યારબાદ આ મજૂરો વૃક્ષોનો લીલો કચરો કે ડાળીઓ જાહેર રસ્તાઓ, ફૂટપાથ કે અવાવરૂ જગ્યાઓ પર ફેંકી દેતા હતા. જેનાથી ગંદકી ફેલાતી હતી અને વાહનચાલકોને ભારે અડચણ ઊભી થતી હતી. ચાર્જ લઈને વૃક્ષનું વૈજ્ઞાનિક ઢબે કટિંગ કરશેઆ સમસ્યાના કાયમી ઉકેલ માટે હવે AMC પોતે નિયત ચાર્જ લઈને વૃક્ષનું વૈજ્ઞાનિક ઢબે કટિંગ કરશે અને તેમાંથી નીકળતો તમામ કચરો પણ સાથે જ લઈ જશે.કોર્પોરેશન દ્વારા શહેરમાં સતત અને મોટા પાયે કરવામાં આવેલા વૃક્ષારોપણ અને હરિયાળી વધારવાના અભિયાનને ધ્યાનમાં રાખીને આ વહીવટી નિર્ણય લેવામાં આવ્યો છે. આ નવી વ્યવસ્થાથી રસ્તાઓ પર ફેંકાતા લીલા કચરામાંથી મુક્તિ મળશે, શહેરની સ્વચ્છતા જળવાઈ રહેશે અને નાગરિકોને પણ વૃક્ષ ટ્રિમિંગ માટે યોગ્ય સત્તાવાર સુવિધા મળી રહેશે.આ પણ વાંચોઃ Patan News: લઠ્ઠાકાંડના આક્ષેપ વચ્ચે SPએ આપી સ્પષ્ટતા, જાણો શું કહ્યું?
Read Full Story arrow_forward