Ahmedabad News: હેરિટેજ વોકમાં સમાવિષ્ટ કેલિકો ડેમની કામગીરી પૂર્ણ, AMCની મંજૂરી બાદ લોકો માટે ખુલ્લો મુકાશે
અમદાવાદ શહેરને હવે વિશ્વમાં વર્લ્ડ હેરિટેજ સિટી તરીકેની ઓળખાણ મળી છે.શહેરમાં હેરિટેજ વારસામાં કેલિકો ડેમ સ્થાન પામ્યો છે.તેનું રિનોવેશન આખરે પાંચ વર્ષ બાદ પૂર્ણ કરવામાં આવ્યું છે.ડોમની કામગીરી પૂર્ણ થવામાં નિર્ધારિત સમય કરતા વધુ વિલંબ થયો છે પરંતુ હવે કામગીરી પૂર્ણ થતા તેને ખુલ્લો મુકવામાં આવશે.ડોમમાં પેનલો લગાવી દેવામાં આવી છે.હવે ડોમ અંગે બાબત કમિટી સમક્ષ મૂકવામાં આવશે.કમિટી દ્વારા કોઈ ફેરફાર નહીં સૂચવવામાં આવે તો તે મુલાકાતીઓ માટે ઓપન કરી દેવામાં આવશે.કેલિકો ડોમને નુકસાન થતાં કોર્પોરેશન દ્વારા તેને 2020માં રિસ્ટોરેશનની કામગીરી હાથ ધરવામાં આવી હતી. હેરિટેજ વોકમાં આ મોન્યુમેન્ટનો સમાવેશ કરવામાં આવ્યો છે.કામગીરીમાં વિલંબ અંગે તંત્રનું કહેવું છે કે મૂળ જેવો જ ડોમ તૈયાર કરવાનો હોવાથી સમયગાળો વધુ થયો છે. શું છે કેલિકો ડેમની વિશેષતાઆ ડોમ તેની અનોખી સ્થાપત્યશૈલી અને ઐતિહાસિક મહત્વ માટે જાણીતો છે.તે સંપૂર્ણપણે જીઓડેસિક સિદ્ધાંત પર આધારિત છે અને જીઓડેસિક પદ્ધતિથી બનેલો ભારતનો સૌપ્રથમ ડોમ હોવાનું ગૌરવ ધરાવે છે.તેના નિર્માણમાં અંદાજે 300 જેટલી પ્લાયવુડ પેનલ્સનો ઉપયોગ કરવામાં આવ્યો છે.જેની ખાસિયત એ છે કે તમામ પેનલ્સના માપ એકબીજાથી તદ્દન અલગ છે.આ પ્લાયવુડ પેનલ્સ પર કોપરનું મજબૂત આવરણ ચડાવવામાં આવ્યું છે.જે તેને સુંદરતાની સાથે મજબૂતી પણ બક્ષે છે.આ આકર્ષક અને ઐતિહાસિક ડોમ હેઠળ ભારતનો પહેલો ફેશન શો યોજાયો હતો જે તેને ફેશન અને આર્કિટેક્ચર બંને ક્ષેત્રે ખાસ ઓળખ અપાવે છે.કેવી રીતે બન્યો હતો કેલિકો ડોમ?ઈ.સ. 1963માં બકમીન્સ્ટર કુલર જીયોડેસિક ગુંબજોથી પ્રેસિત થઈને ગૌતમ સારાભાઈ અને ગીરા સારાભાઈએ કેલિકો ડોમ તૈયાર કર્યો હતો. જેમાં કેલિકો મિલ માટે દુકાનો હતી. અમદાવાદમાં પ્રથમ ફેશન શો પણ આ ડોમમાં યોજાયો હતો. બોલિવૂડની જાણિતી અભિનેત્રી પરવીન બાબીએ 1970માં કેલિકો ડોમમાં યોજાયેલા ફેશન શોમાં ભાગ લીધો હતો. 1990માં આ ડોમમાં રહેલી મીલ અને દુકાનો બંધ થઈ હતી. જ્યારે ગુજરાતમાં 2001માં ભૂકંપ આવ્યો ત્યારે આ ડોમનો મધ્યભાગ તૂટી પડ્યો હતો. 2003માં ભારે વરસાદને કારણે ડોમની અંદરના ભાગે નુકસાન પહોંચ્યું હતું. ત્યાર બાદ આ ડોમ સંપૂર્ણ પણે તૂટ્યો હતો. 2020માં તેનું રિનોવેશન કામ હાથ ધરાયું હતું. જે હવે પૂર્ણ થતાં શહેરના હેરિટેજ વારસામાં વધુ એક આકર્ષણ ઉમેરાયું છે. આ પણ વાંચોઃ Patan News: લઠ્ઠાકાંડના આક્ષેપ વચ્ચે SPએ આપી સ્પષ્ટતા, જાણો શું કહ્યું?
Read Full Story arrow_forward