android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Vande Mataram controversy: વંદે માતરમ્ વિવાદ વચ્ચે તુષાર ચૌધરીનું નિવેદન, કોંગ્રેસના સ્ટેન્ડ વિશે કહીં મોટી વાત
calendar_today September 10, 2026

Vande Mataram controversy: વંદે માતરમ્ વિવાદ વચ્ચે તુષાર ચૌધરીનું નિવેદન, કોંગ્રેસના સ્ટેન્ડ વિશે કહીં મોટી વાત

ગુજરાત વિધાનસભામાં વંદે માતરમ્ ના ગાન દરમિયાન કોંગ્રેસના ધારાસભ્ય ઇમરાન ખેડાવાલા બેસી જવાના મુદ્દે ઊભા થયેલા વિવાદ પર કોંગ્રેસ નેતા તુષાર ચૌધરીનું નિવેદન સામે આવ્યું છે. તેમણે સ્પષ્ટતા કરતા જણાવ્યું હતું કે, આ મામલે કોંગ્રેસ પક્ષનું કોઈ સત્તાવાર સ્ટેન્ડ ન હતું.ઇમરાન ખેડાવાલાએ દિલગીરી વ્યક્ત કરીતુષાર ચૌધરીએ જણાવ્યું કે, ઇમરાન ખેડાવાલા વંદે માતરમ્ ના બે અંતરા પૂર્ણ થયા બાદ બેસી ગયા હતા. આ ઘટના બાદ તેમણે પક્ષ સમક્ષ પોતાની દિલગીરી વ્યક્ત કરી છે. જોકે, આ સમગ્ર મામલે કોંગ્રેસ પક્ષ પણ ઇમરાન ખેડાવાલા પાસેથી વિધિવત ખુલાસો માગશે.સદન માટે કોઈ ચોક્કસ આદેશ નથીવધુમાં સ્પષ્ટતા કરતા તેમણે ઉમેર્યું હતું કે, સામાન્ય રીતે કોંગ્રેસના કાર્યક્રમોમાં બે અંતરાનું જ વંદે માતરમ્ ગાવામાં આવે છે, પરંતુ વિધાનસભા, લોકસભા કે રાજ્યસભા જેવા ગૃહોમાં ચૂંટાયેલા પ્રતિનિધિઓએ બે અંતરા બાદ બેસી જવું, એવું પક્ષનું કોઈ સ્ટેન્ડ કે નિર્દેશ નથી.આ પણ વાંચો: Gujarat Assembly session Live: વંદે માતરમ વિવાદ પર તુષાર ચૌધરીનું નિવેદન, ઇમરાન ખેડાવાલાએ દિલગીરી વ્યક્ત કરી

Read Full Story arrow_forward
Bhavnagar : સનફ્લાવર તેલના કારણે પરિવારના 2 સભ્યોની તબિયત લથડી? ભેળસેળની ફરિયાદ બાદ ખુલ્લા તેલના પેકિંગનો ખેલ સામે આવ્યો
calendar_today September 10, 2026

Bhavnagar : સનફ્લાવર તેલના કારણે પરિવારના 2 સભ્યોની તબિયત લથડી? ભેળસેળની ફરિયાદ બાદ ખુલ્લા તેલના પેકિંગનો ખેલ સામે આવ્યો

ભાવનગર શહેરમાં કથિત ભેળસેળયુક્ત સનફ્લાવર તેલને લઈને ખળભળાટ મચ્યો છે. સન પ્રાઈમ કંપનીના તેલના વપરાશ બાદ પરિવારના 2 સભ્યોની તબિયત લથડી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. ફરિયાદ મળ્યા બાદ ગંગાજળિયા પોલીસે આરોગ્ય વિભાગને જાણ કરી હતી, જેના પગલે મનપા આરોગ્ય વિભાગની ટીમ સ્થળ પર પહોંચી હતી.તેલ વાપર્યા બાદ તબિયત લથડી, 112માં કરાઈ ફરિયાદઅંજુમભાઈ શેખે સન પ્રાઈમ કંપનીનું તેલ ખરીદીને ખાદ્ય વપરાશમાં લીધા બાદ પરિવારના 2 સભ્યોને આડઅસર થઈ હોવાનો આક્ષેપ કર્યો છે. તબિયત લથડતાં 112 પર ફોન કરીને ફરિયાદ કરવામાં આવી હતી. ઘટનાની જાણ થતાં ગંગાજળિયા પોલીસે આરોગ્ય વિભાગને જાણ કરી હતી.દુકાનમાં ખુલ્લા તેલનું પેકિંગ? દ્રશ્યોએ વધાર્યું સસ્પેન્સમનપા આરોગ્ય વિભાગની ટીમે સ્થળ પર પહોંચી ફરિયાદવાળા તેલના નમૂના લીધા હતા. દરમિયાન તેલ વિક્રેતાની દુકાનમાં ખુલ્લા તેલમાંથી પેકિંગ કરવામાં આવતું હોવાના દ્રશ્યો સામે આવ્યા હોવાનો દાવો કરવામાં આવ્યો છે.અલગ-અલગ કંપનીના સ્ટીકર અને સીલ મળી આવ્યા આ ઉપરાંત અલગ-અલગ કંપનીના સ્ટીકર અને સીલ મળી આવ્યા હોવાનો પણ આક્ષેપ છે. જો કે, આરોગ્ય વિભાગે માત્ર ફરિયાદ કરવામાં આવેલા તેલના ડબ્બામાંથી જ સેમ્પલ લીધા હોવાનું જાણવા મળ્યું છે.ભેળસેળ હતી કે નહીં? હવે લેબ રિપોર્ટ આપશે જવાબતેલમાં ખરેખર ભેળસેળ છે કે નહીં અને પરિવારના સભ્યોની તબિયત ખરાબ થવા પાછળ આ જ તેલ જવાબદાર છે કે કેમ, તેનો ખુલાસો લેબોરેટરી રિપોર્ટ બાદ થશે. હાલ આ અંગે કોઈ અંતિમ નિષ્કર્ષ પર પહોંચવું વહેલું છે.અગાઉ પણ કેસો? તો કાર્યવાહી ક્યાં સુધી પહોંચી?સન પ્રાઈમ કંપની સામે અગાઉ પણ ભેળસેળયુક્ત ખાદ્ય તેલના 2 કેસ નોંધાયા હોવાનો દાવો કરવામાં આવ્યો છે. આ દાવાઓની સત્તાવાર તપાસ અને વર્તમાન ફરિયાદના લેબ રિપોર્ટ બાદ જ સમગ્ર હકીકત સ્પષ્ટ થશે. આ સાથે મોટો સવાલ એ પણ છે કે કાર્યવાહી બાદ માત્ર દંડ વસૂલવામાં આવે છે કે લાઇસન્સ રદ કરવામાં આવે છે? લાઇસન્સ રદ થયા બાદ પરિવારના અન્ય સભ્યના નામે ફરી લાઇસન્સ મેળવી ધંધો શરૂ કરાતો હોવાના ગંભીર આક્ષેપોની પણ તપાસ જરૂરી બની છે.માત્ર એક ડબ્બાનું સેમ્પલ કેમ? આરોગ્ય વિભાગ સામે સવાલફરિયાદવાળા ડબ્બા સિવાય દુકાનમાં ઉપલબ્ધ અન્ય તેલના સેમ્પલ કેમ લેવામાં આવ્યા નહીં? જો ખુલ્લા તેલમાંથી પેકિંગ થતું હોવાનો દાવો છે, તો તે તેલના પણ નમૂના લેવાયા કે નહીં તે સવાલ હવે ચર્ચામાં છે. હવે લેબ રિપોર્ટ અને આરોગ્ય વિભાગની આગળની કાર્યવાહી બાદ જ તેલમાં ભેળસેળ હતી કે નહીં અને નિયમોનો ભંગ થયો હતો કે નહીં તેની હકીકત સામે આવશે.   આ પણ વાંચો  :    Statue of Unityમાં રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર યોજાતા ઉદ્ધવ ઠાકરેને લાગ્યું મરચું, એક નિવેદનથી રાજકારણ ગરમાયું

Read Full Story arrow_forward
IRCTC money laundering case: લાલુ પરિવારને મોટો ફટકો, રાબડી દેવી-તેજસ્વી સહિત 9 લોકો વિરુદ્ધ ચાર્જ ફ્રેમ કરવાનો આદેશ
calendar_today September 10, 2026

IRCTC money laundering case: લાલુ પરિવારને મોટો ફટકો, રાબડી દેવી-તેજસ્વી સહિત 9 લોકો વિરુદ્ધ ચાર્જ ફ્રેમ કરવાનો આદેશ

IRCTC money laundering case:  દિલ્હીની રાઉસ એવન્યુ કોર્ટના આદેશ બાદ લાલુ પરિવારને IRCTC મની લોન્ડરિંગ કેસમાં મોટો ફટકો પડ્યો છે. કોર્ટે લારા પ્રોજેક્ટ્સ, રાબડી દેવી, તેજસ્વી યાદવ, લાલુ પ્રસાદ યાદવ, પીસી ગુપ્તા, સરલા ગુપ્તા, સુજાતા હોટેલ્સ, વિજય કોચર અને વિનય કોચર વિરુદ્ધ મની લોન્ડરિંગના આરોપો ઘડવાનો આદેશ આપ્યો છે. કોર્ટે જણાવ્યું હતું કે લાલુ પ્રસાદ યાદવ વિરુદ્ધની તપાસ રાજકીય રીતે પ્રેરિત નહોતી. કોર્ટે વધુમાં અવલોકન કર્યું હતું કે પટનામાં ટ્રાન્સફર કરાયેલી જમીન એ ગુનાની આવક (proceeds of crime) છે. કોર્ટે આ મામલામાં અન્ય કેટલાક આરોપીઓને આરોપમુક્ત કર્યા છે.આ આદેશ સ્પેશિયલ જજ વિશાલ ગોગને આપ્યો હતો. કોર્ટે મૌખિક ટિપ્પણી કરી હતી કે રાબડી દેવી અને તેજસ્વી યાદવ સામે "હોદ્દાનો દુરુપયોગ અને ગુનાની આવક"નો મજબૂત સંદેહ છે; તેઓ પટનામાં આવેલી "દાગી જમીન" (tainted land)નો આનંદ લઈ રહ્યા છે. આ જમીન તેમને 2005 અને 2014ની વચ્ચે જ્યારે લાલુ પ્રસાદ યાદવ કેન્દ્રીય રેલવે મંત્રી હતા. તેમના કહેવાથી ટ્રાન્સફર કરવામાં આવી હતી.કોર્ટે વધુમાં નોંધ્યું હતું કે જ્યારે લાલુ પ્રસાદ યાદવ રેલવે મંત્રી હતા, ત્યારે રેલવે અધિકારીઓએ રાંચી અને પુરીમાં હોટેલ્સ લીઝ પર આપવાની ટેન્ડર પ્રક્રિયામાં હેરાફેરી કરી હતી. ત્યારબાદ હોટેલના ડિરેક્ટરોએ પટનામાં જમીનનો એક પ્લોટ લાલુ પ્રસાદ યાદવના નજીકના સહયોગી સરલા ગુપ્તાને ટ્રાન્સફર કર્યો હતો, જેમણે પછીથી તે શેર રાબડી દેવીને નજીવી રકમમાં વેચી દીધા હતા.કોર્ટે લાલુ પ્રસાદ યાદવ, રાબડી દેવી અને તેજસ્વી યાદવ સહિત નવ વ્યક્તિઓ સામે મની લોન્ડરિંગના આરોપો ઘડ્યા છે. અન્ય સાત વ્યક્તિઓને આરોપમુક્ત કરવામાં આવ્યા છે. કોર્ટે તમામ સંબંધિત આરોપીઓને 3 ઓક્ટોબરે રાઉસ એવન્યુ કોર્ટમાં હાજર રહેવાનો નિર્દેશ આપ્યો છે.આ કેસ શું છે?આ મામલો કથિત 'જમીનના બદલામાં નોકરી' (land-for-jobs) કૌભાંડ સાથે જોડાયેલા મની લોન્ડરિંગ કેસનો એક ભાગ છે. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)નો આરોપ છે કે રેલવેમાં નોકરીના બદલામાં જમીન મેળવવામાં આવી હતી અને ત્યારબાદ આ મિલકત સાથે સંકળાયેલા વ્યવહારો દ્વારા મની લોન્ડરિંગ કરવામાં આવ્યું હતું. ધારાસભ્યો પેન્શન અને અન્ય સુવિધાઓ મેળવવા માટે કેમ હકદાર છે? સુપ્રીમ કોર્ટે યુપી સરકારને નોટિસ પાઠવી; ચાર અઠવાડિયામાં જવાબ માંગ્યોસુપ્રીમ કોર્ટે ઉત્તર પ્રદેશમાં ભૂતપૂર્વ અને વર્તમાન ધારાસભ્યોને આપવામાં આવતા પેન્શન અને અન્ય લાભો પર સવાલ ઉઠાવતી અરજીના સંદર્ભમાં નોટિસ જાહેર કરી છે. 'લોક પ્રહરી' ​​નામની સ્વૈચ્છિક સંસ્થા (NGO) એ સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરીને ઉત્તર પ્રદેશમાં વિધાનસભાના સભ્યો (MLA) અને વિધાન પરિષદના સભ્યો (MLC) ને મળતી પેન્શન, ભથ્થાં અને અન્ય સુવિધાઓને પડકારી છે.આ પણ વાંચો: Jammu kashmir: સુરક્ષિત રહેઠાણ આપવામાં નહીં આવે તો કરીશું ભૂખ હડતાળ, કાશ્મીરી પંડિતોએ આપી ચેતવણી

Read Full Story arrow_forward