android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Gujarat Assembly: સંત રવિદાસ મહારાજની 650મી જન્મજયંતિ નિમિત્તે મુખ્યમંત્રીએ 231 કરોડની સહાય અને 230 પ્રકલ્પો ઘોષિત કર્યા
calendar_today September 10, 2026

Gujarat Assembly: સંત રવિદાસ મહારાજની 650મી જન્મજયંતિ નિમિત્તે મુખ્યમંત્રીએ 231 કરોડની સહાય અને 230 પ્રકલ્પો ઘોષિત કર્યા

આજે ગુજરાત વિધાનસભામાં રાજ્યની જનતા માટે એક મહત્વપૂર્ણ અને ઐતિહાસિક રજૂઆત કરવામાં આવી હતી. સંત શિરોમણી રવિદાસ મહારાજની 650મી જન્મજયંતિની ઉજવણીનો શુભારંભ ગુરુ પૂર્ણિમાના પવિત્ર દિવસથી કરવામાં આવ્યો છે. આ પ્રસંગે મુખ્યમંત્રી દ્વારા સામાજિક સમરસતા અને જનકલ્યાણ માટે રૂ. 231 કરોડની વિશેષ સહાયની જાહેરાત કરવામાં આવી છે.કર્મથી ઓળખ અને સમરસતાનો સંદેશસંત શિરોમણી રવિદાસે સમાજમાં સમાનતા અને સમરસતા માટે આજીવન કામ કર્યું હતું. માણસ તેના જન્મથી નહીં પરંતુ તેના કર્મથી ઓળખાય છે – આ વિચારને ચરિતાર્થ કરવા માટે સરકારે અનેક વિઝન રજૂ કર્યા છે. સંત રોહિદાસ અને બાબાસાહેબ આંબેડકરના સમરસ સમાજના સપનાને પૂર્ણ કરવા માટે વડાપ્રધાનના નેતૃત્વ હેઠળ સેવાના અનેક પ્રકલ્પો પૂર્ણ કરવામાં આવી રહ્યા છે.230 સૂચિત પ્રકલ્પો અને હોસ્ટેલનું નિર્માણસરકાર દ્વારા આ ઉજવણીના ભાગરૂપે કુલ 230 સૂચિત પ્રકલ્પોની જાહેરાત કરવામાં આવી છે. આ ઉપરાંત, ઉચ્ચ શિક્ષણ મેળવતા કોલેજના વિદ્યાર્થીઓની સુવિધા માટે રૂ. 50 કરોડના ખર્ચે આધુનિક હોસ્ટેલનું નિર્માણ કરવામાં આવશે.સંતોની કુટીરનું નવીનીકરણજેમ ભૂતકાળમાં મહાત્મા ગાંધીની યાદમાં મહાત્મા મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું હતું, તે જ રીતે અનુસૂચિત જાતિના વિવિધ મહાન સંતોના સ્મૃતિ સ્થળો અને તેમની કુટીરોનું નવીનીકરણ તેમજ જીર્ણોદ્ધાર કરવામાં આવશે. આ નિર્ણયથી સામાજિક એકતા અને સાંસ્કૃતિક વારસાને વધુ મજબૂતી મળશે.આ પણ વાંચો: Gujarat Assembly session Live: વંદે માતરમ વિવાદ પર તુષાર ચૌધરીનું નિવેદન, ઇમરાન ખેડાવાલાએ દિલગીરી વ્યક્ત કરી

Read Full Story arrow_forward
Botad : 1 કરોડના કથિત ‘તોડકાંડ’ની તપાસ સ્થાનિક અધિકારીને સોંપાઇ, હવે તપાસ જ શંકાના ઘેરામાં, SITની માંગથી ખળભળાટ
calendar_today September 10, 2026

Botad : 1 કરોડના કથિત ‘તોડકાંડ’ની તપાસ સ્થાનિક અધિકારીને સોંપાઇ, હવે તપાસ જ શંકાના ઘેરામાં, SITની માંગથી ખળભળાટ

બોટાદમાં કથિત રૂ.1 કરોડના ‘તોડકાંડ’ મામલે તપાસ સોંપાયા બાદ હવે તપાસની નિષ્પક્ષતા સામે જ સવાલો ઊભા થયા છે. કોળી સમાજના આગેવાનો દ્વારા કથિત તોડકાંડ સ્થાનિક સ્તરે થયો હોવાના આક્ષેપો વચ્ચે તપાસ પણ સ્થાનિક અધિકારીને સોંપાતા સમાજમાં અસંતોષ જોવા મળી રહ્યો છે. સમગ્ર મામલે SITની રચના અથવા બાહોશ અધિકારીને તપાસ સોંપવાની માંગ કરવામાં આવી છે.SPએ તપાસ સોંપી, પણ હવે ઉઠ્યો મોટો સવાલકથિત એક કરોડ રૂપિયાના તોડકાંડ મામલે બોટાદના SP દ્વારા DySP મહર્ષિ રાવલને તપાસ સોંપવામાં આવી છે. જોકે, શ્રી જય માંધાતા ગ્રૂપ બોટાદ જિલ્લાના પ્રમુખ મયુરભાઈ જમોડે તપાસની પ્રક્રિયા સામે પ્રશ્નો ઉઠાવ્યા છે.તપાસની તટસ્થતા અંગે પ્રશ્નોતેમના જણાવ્યા મુજબ, જો ઘટના સ્થાનિક સ્તરે બની હોવાના આક્ષેપો છે અને તેની તપાસ પણ સ્થાનિક અધિકારી કરશે, તો તપાસની તટસ્થતા અંગે પ્રશ્નો ઊભા થવા સ્વાભાવિક છે.સરકાર સમક્ષ નામોની રજૂઆત, SITની પણ માંગસમાજના આગેવાનો દ્વારા મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રી સમક્ષ રજૂઆત કરવામાં આવી હોવાનું જણાવાયું છે. સમગ્ર મામલાની તપાસ માટે ગગનદીપ ગંભીર, નિર્લિપ્ત રાય અથવા પ્રેમસુખ ડેલુ જેવા બાહોશ અધિકારીને તપાસ સોંપવાની માંગ કરવામાં આવી છે. સાથે જ મામલાની નિષ્પક્ષ તપાસ માટે SITની રચના કરવાની પણ માંગ ઉઠી છે.રૂ.1 કરોડ કે આંકડો આનાથી પણ મોટો?મયુરભાઈ જમોડના જણાવ્યા મુજબ, મામલો માત્ર એક વ્યક્તિ અથવા રૂ.1 કરોડ પૂરતો સીમિત નથી. રૂ.1 કરોડથી વધુના કથિત નાણાકીય તોડકાંડની પણ ચર્ચા થઈ રહી હોવાનો તેમણે દાવો કર્યો છે. છેલ્લા એક વર્ષથી આ મામલે વાતચીત ચાલી રહી હોવાનો પણ દાવો કરવામાં આવ્યો છે.સ્થાનિક તપાસ સામે સવાલ, હવે સરકાર શું કરશે?હવે સૌથી મોટો સવાલ એ છે કે સ્થાનિક આક્ષેપોની તપાસ સ્થાનિક અધિકારી કરશે તો તપાસ ખરેખર નિષ્પક્ષ રહી શકશે? સમાજની SIT અને બાહોશ અધિકારી દ્વારા તપાસની માંગ વચ્ચે સરકાર અને પોલીસ તંત્ર શું નિર્ણય લે છે તેના પર હવે સૌની નજર છે.  આ પણ વાંચો  :    Statue of Unityમાં રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર યોજાતા ઉદ્ધવ ઠાકરેને લાગ્યું મરચું, એક નિવેદનથી રાજકારણ ગરમાયું

Read Full Story arrow_forward
Gujarat વિધાનસભામાં તંત્રની ઢીલી નીતિ પર પ્રહાર: 'ધારાસભ્યની આ સ્થિતિ, તો જનતાનું શું?' ઉમેશ મકવાણા
calendar_today September 10, 2026

Gujarat વિધાનસભામાં તંત્રની ઢીલી નીતિ પર પ્રહાર: 'ધારાસભ્યની આ સ્થિતિ, તો જનતાનું શું?' ઉમેશ મકવાણા

વિધાનસભા ગૃહમાં પશુ આહાર બિલ અંગેની ચર્ચા દરમિયાન બોટાદના ધારાસભ્ય ઉમેશ મકવાણાએ પોતાની ગંભીર વેદના વ્યક્ત કરી હતી. તેમણે ગૃહમાં સરકારી તંત્રની ઢીલી નીતિ પર પ્રહારો કરતા જણાવ્યું હતું કે, તેમણે પોતે દૂધ અને પાણીના સેમ્પલ ચકાસણી (લેબોરેટરી ટેસ્ટિંગ) માટે આપ્યા હતા. આ કામગીરી માટે તેમણે નિયમ મુજબ સરકારી ફી ભરીને પહોંચ પણ મેળવી હતી, તેમ છતાં 8 મહિનાથી વધુ સમય વિતી જવા છતાં હજુ સુધી તે સેમ્પલનો રિપોર્ટ આપવામાં આવ્યો નથી.8 મહિનાથી સેમ્પલ રિપોર્ટ ન મળ્યાનો આક્ષેપગૃહમાં વિગતવાર રજૂઆત કરતા ધારાસભ્યએ સરકારી સિસ્ટમની કામગીરી સામે મોટા સવાલો ઊભા કર્યા હતા. તેમણે કડક શબ્દોમાં આક્રોશ વ્યક્ત કરતા કહ્યું કે, જ્યારે રાજ્યના એક ચૂંટાયેલા ધારાસભ્યએ પોતે ફી ભરીને આપેલી ચકાસણીના રિપોર્ટની આવી દુર્દશા હોય અને મહિનાઓ સુધી ધક્કા ખાવા પડતા હોય, તો પછી રાજ્યની સામાન્ય જનતા કે આમ નાગરિકની અરજીઓ અને સેમ્પલોની શું સ્થિતિ થતી હશે તેની કલ્પના પણ કરવી મુશ્કેલ છે.ધારાસભ્યએ ખોલી તંત્રની પોલઉમેશ મકવાણાનું આ નિવેદન પશુ આહાર બિલ અંગેની ચર્ચા દરમિયાન આવ્યું હતું. તેમણે ઉમેર્યું હતું કે પશુપાલન અને દૂધની ગુણવત્તા જેવા મહત્વના વિષયો પર તંત્ર દ્વારા તાત્કાલિક અને ચોક્કસ કામગીરી થવી જરૂરી છે. લેબોરેટરી તપાસ અને તેના રિપોર્ટ આપવાની ધીમી પ્રક્રિયાના કારણે પશુપાલકો અને પ્રજા ભારે મુશ્કેલી ભોગવી રહી છે, તેથી સરકારે આ દિશામાં કડક પગલાં ભરીને કામગીરી ઝડપી બનાવવી જોઈએ.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward