android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Rajkot : વિંછીયામાં ચોંકાવનારો બનાવ, પતિ ઘરે ન હતો અને અચાનક આવી ચઢ્યો વ્યાજખોર, મહિલાની ફરિયાદથી ખળભળાટ
calendar_today September 10, 2026

Rajkot : વિંછીયામાં ચોંકાવનારો બનાવ, પતિ ઘરે ન હતો અને અચાનક આવી ચઢ્યો વ્યાજખોર, મહિલાની ફરિયાદથી ખળભળાટ

રાજકોટ જિલ્લાના વિંછીયા તાલુકામાં વ્યાજખોરી સાથે જોડાયેલો દુષ્કર્મનો ગંભીર કિસ્સો સામે આવ્યો છે. ફરિયાદ મુજબ મહિલાના પતિએ પુત્રના લગ્ન માટે 10 ટકા વ્યાજે રૂ.1.50 લાખ લીધા હતા. આ રકમ સામે આશરે રૂ.2 લાખ ચૂકવી દીધા હોવા છતાં આરોપી દ્વારા વધુ નાણાંની ઉઘરાણી કરવામાં આવતી હોવાનો આક્ષેપ છે.પ્રૌઢ ઘરે નહોતા, ત્યારે આરોપી પહોંચી ગયોફરિયાદ મુજબ, મહિલાના પતિ ઘરે હાજર ન હતા તે દરમિયાન આરોપી રમેશ ઠાકરશી પંચાળા તેમના ઘરે પહોંચ્યો હતો. આ સમયે આરોપીએ મહિલાને ડરાવી-ધમકાવી તેની સાથે બળજબરીપૂર્વક શારીરિક સંબંધ બાંધ્યો હોવાનો ગંભીર આક્ષેપ કરવામાં આવ્યો છે. ઘટનાની જાણ થતાં વિંછીયા પંથકમાં ચકચાર મચી ગઈ હતી.રૂ.1.50 લાખના દેવા બાદ પણ ઉઘરાણીનો આક્ષેપમહિલાની ફરિયાદ મુજબ, પરિવાર દ્વારા લીધેલી રકમ સામે રૂ.2 લાખ જેટલી રકમ ચૂકવી દેવામાં આવી હતી. તેમ છતાં આરોપી વધુ નાણાંની માગણી કરતો હોવાનો આરોપ છે. આર્થિક દબાણ વચ્ચે બનેલી આ ઘટનાએ સમગ્ર મામલાને વધુ ગંભીર બનાવી દીધો છે.દુષ્કર્મ અને મની લેન્ડ એક્ટ હેઠળ ગુનોમહિલાની ફરિયાદના આધારે વિંછીયા પોલીસે આરોપી રમેશ ઠાકરશી પંચાળા વિરુદ્ધ દુષ્કર્મ અને મની લેન્ડ એક્ટ સહિતની કલમો હેઠળ ગુનો નોંધ્યો છે. પોલીસે આરોપીની ધરપકડ કરી સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે. હવે પોલીસ તપાસમાં વ્યાજખોરીની ઉઘરાણી, મહિલાના આક્ષેપો અને સમગ્ર ઘટનાની હકીકત અંગે વધુ વિગતો સામે આવવાની શક્યતા છે. આ પણ વાંચો :   Statue of Unityમાં રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર યોજાતા ઉદ્ધવ ઠાકરેને લાગ્યું મરચું, એક નિવેદનથી રાજકારણ ગરમાયું

Read Full Story arrow_forward
Gujarat Assembly: પશુ આહારમાં ભેળસેળ કરનારા સામે થશે કડક કાર્યવાહી, જાણો નવા બિલમાં શું છે જોગવાઈ?
calendar_today September 10, 2026

Gujarat Assembly: પશુ આહારમાં ભેળસેળ કરનારા સામે થશે કડક કાર્યવાહી, જાણો નવા બિલમાં શું છે જોગવાઈ?

ગુજરાતમાં પશુપાલકોના હિત અને પશુઓના આરોગ્યની સુરક્ષાને ધ્યાનમાં રાખીને વિધાનસભા ગૃહમાં ‘ગુજરાત પશુધન આહાર, મરઘા ચણ અને ખનિજ મિશ્રણ વિધેયક’ રજૂ કરવામાં આવ્યું છે. મંત્રી જીતુ વાઘાણી દ્વારા ગૃહમાં રજૂ કરવામાં આવેલા આ વિધેયકનો મુખ્ય ઉદ્દેશ્ય રાજ્યના પશુઓને શુદ્ધ, ગુણવત્તાયુક્ત અને પોષક આહાર મળી રહે તે સુનિશ્ચિત કરવાનો છે. હવેથી પશુ આહારમાં ભેળસેળ કે મિસ બ્રાન્ડિંગ કરનારા તત્વો સામે કાનૂની શિકંજો કસાશે.7 સભ્યોની નિષ્ણાત કમિટીની રચનાનવા કાયદાના અમલીકરણ અને ગુણવત્તાના ધોરણો નક્કી કરવા માટે પશુપાલન વિભાગના એડિશનલ ચીફ સેક્રેટરી (ACS) ની અધ્યક્ષતામાં 7 સભ્યોની એક ઉચ્ચ સ્તરીય નિષ્ણાત કમિટીની રચના કરવામાં આવશે. આ ઉપરાંત, પશુ આહારનું વેચાણ કે ઉત્પાદન કરવા માટે પ્રાદેશિક સંયુક્ત પશુપાલન અધિકારી લાયસન્સ આપવા માટે માન્ય સત્તાધિકારી તરીકે ગણાશે.ભ્રામક જાહેરાત અને મિસ બ્રાન્ડિંગ પર દંડપશુ આહાર વેચતી કંપનીઓ કે વેપારીઓ દ્વારા કરવામાં આવતી ભ્રામક જાહેરાતો અને મિસ બ્રાન્ડિંગ સામે કડક જોગવાઈઓ કરવામાં આવી છે. નિયમોનું ઉલ્લંઘન કરનારને રૂ. 5,00,000 નો દંડ કરવામાં આવશે. આ સાથે જ જવાબદાર ઉત્પાદક કે વેપારીનું લાયસન્સ 3 વર્ષ સુધી સસ્પેન્ડ કરવાની પણ કાયદામાં સ્પષ્ટ જોગવાઈ રાખવામાં આવી છે.પશુના મોત પર 7 વર્ષ સુધીની જેલ અને 10 લાખ દંડઆ કાયદામાં પશુઓના જીવની સુરક્ષા માટે અત્યંત સખત સજાની જોગવાઈઓ છે. જો ભેળસેળયુક્ત કે ઝેરી આહાર ખાવાથી કોઈ પશુનું મોત થશે, તો દોષિત સામે કડક પગલાં ભરીને 7 વર્ષ સુધીની કેદની સજા અને રૂ. 10,00,000 સુધીનો ભારે દંડ ફટકારવામાં આવશે.આ પણ વાંચો: Gujarat Assembly session Live: વંદે માતરમ વિવાદ પર તુષાર ચૌધરીનું નિવેદન, ઇમરાન ખેડાવાલાએ દિલગીરી વ્યક્ત કરી

Read Full Story arrow_forward
Vav-Tharad News: અપહરણના ગુનામાં અટકાયત કરાયેલા યુવકે સુઈગામ પોલીસ મથકમાં જ ખાધો ગળેફાંસો
calendar_today September 10, 2026

Vav-Tharad News: અપહરણના ગુનામાં અટકાયત કરાયેલા યુવકે સુઈગામ પોલીસ મથકમાં જ ખાધો ગળેફાંસો

વાવ-થરાદ વિસ્તારના સુઈગામ પોલીસ સ્ટેશનમાં કસ્ટોડિયલ ડેથની ગંભીર ઘટના સામે આવી છે. અપહરણના એક ગુનાની તપાસ સંદર્ભે અટકાયતમાં લેવામાં આવેલા રાતા પરમાર નામના વ્યક્તિએ પોલીસ સ્ટેશનના પરિસરમાં જ ગળેફાંસો લગાવીને આપઘાત કરી લીધો હતો. પોલીસ મથકની અંદર જ અટકાયતી વ્યક્તિએ જીવન ટૂંકાવી લેતા પોલીસ તંત્રની સુરક્ષા અને બેદરકારી સામે ગંભીર સવાલો ઊભા થયા છે અને સમગ્ર વિભાગમાં ભારે દોડધામ મચી ગઈ છે.પરિવારજનો અને સમાજના ટોળાં ઉમટ્યાઘટનાની જાણ થતાં જ મૃતકના પરિવારજનો અને સ્થાનિક સમાજના લોકોના મોટા ટોળાં સુઈગામ પોલીસ મથકે ઉમટી પડ્યા હતા અને આક્રોશ વ્યક્ત કર્યો હતો. સ્થિતિની ગંભીરતાને ધ્યાને રાખીને પ્રાંત અધિકારી (SDM) સહિત પોલીસ વિભાગના ઉચ્ચ અધિકારીઓ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. તણાવપૂર્ણ માહોલ વચ્ચે અધિકારીઓએ સ્થિતિ થાળે પાડવાના પ્રયાસો હાથ ધર્યા હતા.NHRC ની ગાઈડલાઈન મુજબ તપાસકસ્ટોડિયલ ડેથની ઘટના હોવાથી નેશનલ હ્યુમન રાઇટ્સ કમિશન (NHRC)ની ગાઈડલાઈન મુજબ તાત્કાલિક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. જિલ્લા કલેક્ટર અને SDMને લેખિત જાણ કરી ઘટનાસ્થળે પંચનામું કરવામાં આવ્યું હતું. કાયદાકીય જોગવાઈ મુજબ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ દ્વારા આ મામલે તપાસ શરૂ કરી દેવાઈ છે. મૃતદેહને વીડિયોગ્રાફી સાથે પેનલ ડોક્ટરો દ્વારા પોસ્ટમોર્ટમ (PM) કરવા માટે ધારપુર હોસ્પિટલ ખાતે મોકલવામાં આવ્યો છે.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward