android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Ahmedabad News: 34 વર્ષ જૂની 'મર્ડર મિસ્ટ્રી' ઉકેલાઈ, જાણો કોણે અને કેમ કરી હતી હત્યા?
calendar_today May 9, 2026

Ahmedabad News: 34 વર્ષ જૂની 'મર્ડર મિસ્ટ્રી' ઉકેલાઈ, જાણો કોણે અને કેમ કરી હતી હત્યા?

અમદાવાદ શહેરના ક્રાઇમ બ્રાન્ચ દ્વારા એક એવો ગુનો ઉકેલી કાઢ્યો છે, જે સાંભળીને સૌ કોઈ ચોંકી ઉઠ્યા છે. વર્ષ 1992માં એટલે કે આજથી 34 વર્ષ પહેલાં વટવા વિસ્તારમાં બનેલી એક હત્યાનો ભેદ ઉકેલાયો છે. પત્નીના ચારિત્ર્ય પર શંકા રાખીને પતિએ તેના ભાઈ અને મિત્ર સાથે મળીને ગળું દબાવી હત્યા કરી હતી અને પુરાવાનો નાશ કરવા માટે મૃતદેહને ઘરના જ ખાળકુવામાં દાટી દીધી હતી.શું હતો સમગ્ર મામલો? અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચના ACP ભરત પટેલે વિગતો આપતા જણાવ્યું કે, વર્ષ 1992માં ફરજાના નામની મહિલાની હત્યા કરવામાં આવી હતી. ફરજાના દેહવ્યાપારના વ્યવસાય સાથે જોડાયેલી હતી, જે તેના પતિ સમસુદ્દીન ખેડાવાલાને પસંદ ન હતું. વારંવાર કહેવા છતાં ફરજાનાએ આ કામ બંધ ન કરતા શમ્સુદ્દીને તેના ભાઈ ઈકબાલ અને મિત્ર અબ્દુલ કરીમ સાથે મળીને તેની હત્યાનો પ્લાન ઘડ્યો હતો. ગળું દબાવી હત્યા કરી, ખાળકુવામાં દાટ્યો મૃતદેહ34 વર્ષ પહેલાં મોડી રાત્રે વટવા કુતુબનગર વિસ્તારમાં આવેલા શાલિયા બીબીના મકાનમાં ફરજાનાનું ગળું દબાવી કરપીણ હત્યા કરવામાં આવી હતી. હત્યા બાદ કોઈને ખબર ન પડે તે રીતે ઘરના જ ખાળકુવામાં મૃતદેહને દાટી દેવામાં આવી હતી. દાયકાઓ સુધી આ રાઝ દટાયેલું રહ્યું હતું, પરંતુ તાજેતરમાં ક્રાઇમ બ્રાન્ચને મળેલી ચોક્કસ બાતમીના આધારે ખોદકામ કરવામાં આવતા ખાળકુવામાંથી માનવ અંગોના અવશેષો મળી આવ્યા હતા. DNA રિપોર્ટ અને પોલીસ તપાસ પોલીસે આ કેસમાં સાયન્ટિફિક પુરાવા એકત્ર કરવા માટે મૃતક ફરજાનાના વતન ધોળકામાં તપાસ કરી હતી. ત્યાં રહેતા તેના ભાઈના DNA સેમ્પલ લેવામાં આવ્યા હતા. એફએસએલ (FSL) તપાસમાં ખાળકુવામાંથી મળેલા અંગોના DNA ફરજાનાના ભાઈ સાથે મેચ થતા હત્યાની પુષ્ટિ થઈ હતી. બે આરોપીઓની ધરપકડ આ મામલે ક્રાઇમ બ્રાન્ચે ફરિયાદ નોંધીને મુખ્ય આરોપી અને મૃતકનો પતિ સમસુદ્દીન ખેડાવાલા તથા તેના ભાઈ (જેઠ) ઈકબાલની ધરપકડ કરી છે. જ્યારે અન્ય એક આરોપીનું અવસાન થઈ ચૂક્યું હોવાનું જાણવા મળ્યું છે. 34 વર્ષ બાદ કાયદાના લાંબા હાથ આરોપીઓ સુધી પહોંચતા આ કેસ સમગ્ર અમદાવાદ શહેરમાં ચર્ચાનું કેન્દ્ર બન્યો છે. આ પણ વાંચો - Ahmedabad : 18 હાડકાં, એક ખોપરી અને 34 વર્ષનો ઈન્તજાર, વટવા હત્યા કેસમાં આખરે સત્યનો સૂર્યોદય

Read Full Story arrow_forward
Agnimitra Paul Profile: ફેશન ડિઝાઇનિંગથી લઇને મંત્રી સુધી...જાણો કોણ છે અગ્નિમિત્રા પોલ
calendar_today May 9, 2026

Agnimitra Paul Profile: ફેશન ડિઝાઇનિંગથી લઇને મંત્રી સુધી...જાણો કોણ છે અગ્નિમિત્રા પોલ

ભાજપના નેતા અગ્નિમિત્રા પોલ હાલમાં પશ્ચિમ બંગાળના રાજકારણમાં સૌથી વધુ ચર્ચિત વ્યક્તિ છે. ફેશન ઉદ્યોગમાં એક સમયે અગ્રણી વ્યક્તિત્વ ધરાવતા, તેઓ હવે બંગાળમાં સત્તાના કેન્દ્રમાં પહોંચી ગયા છે. ભાજપની ઐતિહાસિક જીત બાદ, તેમને શુભેન્દુ અધિકારી મંત્રીમંડળમાં એક મહત્વપૂર્ણ પદ આપવામાં આવ્યું છે. તેમની રાજકીય સફળતાને ભાજપ માટે એક મુખ્ય સામાજિક અને રાજકીય સંદેશ તરીકે જોવામાં આવી રહી છે. ફેશન ડિઝાઇનિંગથી કરિયરની શરૂઆત અગ્નિમિત્રા પોલનો જન્મ પશ્ચિમ બંગાળના આસનસોલમાં થયો હતો. તેમના પિતા, ડૉ. અશોક રોય, બાળરોગ નિષ્ણાત છે. પ્રાથમિક શિક્ષણ પૂર્ણ કર્યા પછી, તેમણે ફેશન ડિઝાઇનિંગની દુનિયામાં પ્રવેશ કર્યો અને ઝડપથી પોતાને સ્થાપિત કરી. તેમણે પોતાની ફેશન બ્રાન્ડ, "ઇંગા" શરૂ કરી અને બોલિવૂડ ફિલ્મો માટે પણ ડિઝાઇન કરી. કહેવાય છે કે તેમણે ઘણા અગ્રણી કલાકારો અને જાહેર હસ્તીઓ માટે પોશાક ડિઝાઇન કર્યા છે. ફેશન વીકમાં તેમની હાજરીથી તેમને રાષ્ટ્રીય ઓળખ મળી. અગ્નિમિત્રા ક્યારે જોડાયા રાજકારણમાં ? ફેશન ઉદ્યોગમાં સફળતા પ્રાપ્ત કર્યા પછી, અગ્નિમિત્રા પોલ 2019 માં રાજકારણમાં પ્રવેશ્યા અને ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા. થોડા જ સમયમાં તેમણે પાર્ટીમાં મજબૂત હાજરી સ્થાપિત કરી. પાર્ટીએ તેમને પશ્ચિમ બંગાળ ભાજપ મહિલા મોરચાના પ્રમુખ તરીકે નિયુક્ત કર્યા. આ સમય દરમિયાન તેમણે સ્વરક્ષણ શિબિરો અને મહિલાઓ માટે અનેક સામાજિક કાર્યક્રમોનું આયોજન કર્યું. બાદમાં, પાર્ટીએ તેમને રાજ્ય એકમના મહાસચિવ અને પછી ઉપપ્રમુખ તરીકે નિયુક્ત કર્યા. રાજકીય વિશ્લેષકો માને છે કે ભાજપે તેમને બંગાળમાં મહિલા નેતૃત્વમાં એક અગ્રણી વ્યક્તિ તરીકે સતત પ્રોત્સાહન આપ્યું છે. ચૂંટણી રાજકારણમાં પણ તાકાત બતાવીઅગ્નિમિત્રા પોલ પહેલી વાર 2021ની વિધાનસભા ચૂંટણીમાં પ્રસિદ્ધિ પામ્યા હતા જ્યારે તેમણે આસનસોલ દક્ષિણ બેઠક જીતી હતી. ત્યારબાદ તેમણે 2026ની વિધાનસભા ચૂંટણીમાં મજબૂત પ્રદર્શન સાથે પોતાની બેઠક જાળવી રાખી હતી. અહેવાલો અનુસાર, તેઓ મોટા માર્જિનથી જીત્યા હતા, ત્યારબાદ મુખ્યમંત્રી પદ માટે તેમનું નામ પણ ચર્ચામાં આવ્યું હતું. જોકે પાર્ટી નેતૃત્વએ તેમને સુવેન્દુ અધિકારીના મંત્રીમંડળમાં સામેલ કરીને મહત્વપૂર્ણ જવાબદારી આપી છે. એવું માનવામાં આવે છે કે મહિલા મતદારો અને શહેરી વસ્તીમાં તેમની લોકપ્રિયતા ભાજપ માટે મોટો ફાયદો સાબિત થઈ.

Read Full Story arrow_forward
Tharad News: પોલીસ પીછો કરતા દારૂ ભરેલી ગાડી પલટી, માવસરી પોલીસે ફિલ્મી ઢબે આરોપીને ઝડપ્યો
calendar_today May 9, 2026

Tharad News: પોલીસ પીછો કરતા દારૂ ભરેલી ગાડી પલટી, માવસરી પોલીસે ફિલ્મી ઢબે આરોપીને ઝડપ્યો

વાવ થરાદ જિલ્લાના સરહદી વિસ્તારમાં દારૂબંધીના કડક અમલ વચ્ચે આજે વહેલી સવારે હાઈવે પર ફિલ્મી દ્રશ્યો સર્જાયા હતા. રાજસ્થાન તરફથી ગુજરાતમાં ઘૂસી રહેલી દારૂ ભરેલી એક ગાડીનો માવસરી પોલીસે પીછો કરતા, થરાદ નજીક ગાડી ચાલકે કાબૂ ગુમાવ્યો હતો અને ગાડી પલટી મારી ગઈ હતી.વહેલી સવારે અફરાતફરીનો માહોલ સૂત્રો પાસેથી મળતી વિગતો મુજબ, માવસરી પોલીસની ટીમ પેટ્રોલિંગ પર હતી, ત્યારે રાજસ્થાન તરફથી શંકાસ્પદ ગાડી ગુજરાતમાં પ્રવેશતા તેને રોકવાનો પ્રયાસ કરાયો હતો. જોકે, ગાડી ચાલકે પોલીસને જોઈ ગાડી ઉભી રાખવાને બદલે પૂરઝડપે ભગાવી હતી. પોલીસે પણ તરત જ આ ગાડીનો પીછો શરૂ કર્યો હતો, જેના કારણે રસ્તા પર અફરાતફરીનો માહોલ જોવા મળ્યો હતો. ગાડી રોડની સાઈડમાં ખાબકી થરાદ નજીક પહોંચતા પોલીસથી બચવાના ચક્કરમાં ગાડી ચાલકે સ્ટીયરિંગ પરથી કાબૂ ગુમાવી દીધો હતો. પરિણામે, દારૂ ભરેલી આ ગાડી રોડની સાઈડમાં આવેલા ખાડામાં પલટી મારી ગઈ હતી. ગાડી પલટી જતાં અંદર રાખેલો દારૂનો જથ્થો પણ વેરવિખેર થઈ ગયો હતો. પોલીસે ચાલકને દબોચી લીધો અકસ્માત સર્જાતા જ પીછો કરી રહેલી માવસરી પોલીસે તાત્કાલિક ગાડી ચાલકને પકડી પાડ્યો હતો. પ્રાથમિક તપાસમાં આ ગાડી રાજસ્થાનથી ગુજરાતમાં દારૂ સપ્લાય કરવા માટે આવી હોવાનું ખુલ્યું છે. પોલીસે દારૂનો જથ્થો અને ગાડી કબજે કરી ગુનો નોંધવાની તજવીજ હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે, સરહદી વિસ્તારોમાં બુટલેગરો અવનવી તરકીબો વાપરી દારૂ ઘુસાડતા હોય છે, પરંતુ પોલીસની સતર્કતાને કારણે આ વખતે આખો ખેલ ઉંધો પડ્યો છે. આ પણ વાંચો - Tharad News: PSI પર મોબાઈલ ફેંકી હુમલો કરવાનો આરોપ, મહિલા કોંગ્રેસ પ્રમુખ ગીતા નાઈ સહિત 3 નેતાઓ સામે FIR

Read Full Story arrow_forward