Anjar News: અપહરણ થયેલી બાળકીને પશ્ચિમ બંગાળથી શોધી કઢાઈ, આરોપી વિરુદ્ધ પોક્સો હેઠળ કાર્યવાહી
અંજાર શહેરમાંથી સગીર બાળકીના અપહરણની બનેલી ઘટનામાં કચ્છ પોલીસને મોટી સફળતા મળી છે. અંજાર પોલીસ અને જિલ્લા પોલીસ વડાના માર્ગદર્શન હેઠળની ટીમોએ ટેકનિકલ સર્વેલન્સ અને બાતમીદારોની મદદથી તપાસનો ધમધમાટ તેજ કર્યો હતો. પોલીસની તપાસ છેક પશ્ચિમ બંગાળ સુધી પહોંચી હતી, જ્યાંથી અપહરણ થયેલી બાળકીને સુરક્ષિત રીતે શોધી કાઢવામાં આવી છે. બાળકીનો કબજો મેળવી તેને સહીસલામત રીતે તેના પરિવારજનોને સોંપવામાં આવતા પરિવારે રાહતનો શ્વાસ લીધો છે.પશ્ચિમ બંગાળના આરોપીની ધરપકડબાળકીનું અપહરણ કરનાર શખ્સની ઓળખ હનીફ હફીજુલ સરકાર તરીકે થઈ છે, જેની પોલીસે ધરપકડ કરી લીધી છે. આ મામલે પોલીસે અત્યંત કડક વલણ અપનાવ્યું છે. આરોપી સામે માત્ર અપહરણ જ નહીં, પરંતુ ગુનાની ગંભીરતાને જોતા પોક્સો (POCSO) અને એટ્રોસિટી એક્ટની કલમોનો ઉમેરો કરવાની તજવીજ પણ હાથ ધરવામાં આવી છે. પોલીસ આરોપીને પશ્ચિમ બંગાળથી અંજાર લાવી આગળની કાયદેસરની કાર્યવાહી કરી રહી છે. પરિવારજનો દ્વારા પોલીસનું સન્માન અને સરાહના બાળકીને સુરક્ષિત પરત મેળવ્યા બાદ તેના પરિવારજનોમાં ખુશી અને સંતોષની લાગણી જોવા મળી હતી. પોલીસની આ ત્વરિત અને સચોટ કામગીરીની સર્વત્ર પ્રશંસા થઈ રહી છે. બાળકીના પરિવારજનોએ પોલીસ સ્ટેશન પહોંચીને જિલ્લા પોલીસ વડા અને અંજાર પોલીસના અધિકારીઓનું ફૂલહાર પહેરાવી સન્માન કર્યું હતું. પરિવારે કપરા સમયમાં મદદ કરવા અને બાળકીને હેમખેમ પરત લાવવા બદલ પોલીસ તંત્રનો આભાર વ્યક્ત કર્યો હતો. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો
Read Full Story arrow_forward