android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Surat બેંક લૂંટ અપડેટ: પોલીસ પર ગોળીબાર કરનાર શુભમસિંગ સામે 'હત્યાના પ્રયાસ'નો ગુનો દાખલ, કીમ પોલીસની કાર્યવાહી
calendar_today May 9, 2026

Surat બેંક લૂંટ અપડેટ: પોલીસ પર ગોળીબાર કરનાર શુભમસિંગ સામે 'હત્યાના પ્રયાસ'નો ગુનો દાખલ, કીમ પોલીસની કાર્યવાહી

સુરતના વરાછા વિસ્તારમાં આવેલી SBI બેંકમાં થયેલી 50 લાખની લૂંટના કેસમાં તપાસ કરી રહેલી પોલીસ ટીમ પર હુમલો કરવા બદલ આરોપી સામે વધુ એક ગુનો નોંધવામાં આવ્યો છે. કીમ પોલીસ મથકે આરોપી શુભમસિંગ વિરુદ્ધ હત્યાના પ્રયાસની કલમો હેઠળ ફરિયાદ દાખલ કરી છે. ઉલ્લેખનીય છે કે, જ્યારે પોલીસ ટીમ આરોપીને સાથે રાખીને લૂંટનો મુદ્દામાલ છુપાવેલી જગ્યાએ તપાસ કરી રહી હતી, ત્યારે આરોપીએ અચાનક બંદૂક આંચકીને PI પર સીધું ફાયરિંગ કર્યું હતું. આ હુમલાના વળતા જવાબમાં અને સ્વબચાવમાં આરોપીના પગમાં ગોળી વાગી હતી.ઘટનાસ્થળે ઉચ્ચ અધિકારીઓ અને FSLની તપાસ આ ગંભીર ઘટનાને પગલે આજે પોલીસના ઉચ્ચ અધિકારીઓ દ્વારા ઘટનાસ્થળની મુલાકાત લેવામાં આવી હતી. ફાયરિંગ જે જગ્યાએ થયું હતું તે સ્થળ (Spot) પર પહોંચીને અધિકારીઓએ ઝીણવટભરી તપાસ હાથ ધરી હતી. તપાસમાં ચોકસાઈ લાવવા માટે FSL (ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી) ની ટીમની પણ મદદ લેવામાં આવી છે. FSLની ટીમે ઘટનાસ્થળેથી લોહીના નમૂના, વપરાયેલી ગોળીના ખોખા અને અન્ય પુરાવાઓ એકત્રિત કર્યા છે, જેથી કાયદાકીય પ્રક્રિયામાં મજબૂત પુરાવા રજૂ કરી શકાય. તપાસનો ધમધમાટ અને સુરક્ષા વ્યવસ્થા લૂંટના આરોપી દ્વારા પોલીસ પર કરવામાં આવેલા સાહસિક હુમલા બાદ પોલીસ તંત્ર હરકતમાં આવ્યું છે. આરોપી હાલ પોલીસની કસ્ટડીમાં સારવાર હેઠળ છે, ત્યારે તેની પાછળ અન્ય કોઈ ગેંગ કે સહયોગીઓ સામેલ છે કે કેમ તે દિશામાં પણ તપાસ લંબાવવામાં આવી છે. ઉચ્ચ અધિકારીઓના સીધા નિરીક્ષણ હેઠળ ચાલી રહેલી આ તપાસમાં લૂંટાયેલી રકમ અને અન્ય હથિયારો રિકવર કરવાની કામગીરી પણ સમાંતર રીતે ચાલી રહી છે. આ ઘટનાને પગલે પોલીસની સુરક્ષા વ્યવસ્થા અને ગુનેગારો સામેની કડક કાર્યવાહીની ચર્ચા સમગ્ર સુરત શહેરમાં થઈ રહી છે. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Amreli News: ધારીના જીરા ગામે વાડીમાં દીપડી પુરાઈ, વન વિભાગે ટ્રાંક્વિલાઇઝર ગનથી કર્યું રેસ્ક્યુ
calendar_today May 9, 2026

Amreli News: ધારીના જીરા ગામે વાડીમાં દીપડી પુરાઈ, વન વિભાગે ટ્રાંક્વિલાઇઝર ગનથી કર્યું રેસ્ક્યુ

અમરેલી જિલ્લાના ધારી ગીર વિસ્તારમાં અવારનવાર વન્ય પ્રાણીઓ રહેણાંક કે વાડી વિસ્તારમાં ચઢી આવતા હોય છે. આવી જ એક ઘટના ધારીના જીરા ગામે સામે આવી છે, જ્યાં એક વાડીમાં દીપડી ઘૂસી આવતા મજૂરો અને ખેડૂતોમાં ફફડાટ વ્યાપી ગયો હતો. જોકે, વન વિભાગે સમયસૂચકતા વાપરી દીપડીનું સફળ રેસ્ક્યુ કર્યું છે.વાડીના ઓરડામાં દીપડી પુરાઈ ઘટનાની વિગત મુજબ, જીરા ગામના રહીશ રમેશભાઈ સેજપાલની વાડી વિસ્તારમાં અચાનક એક દીપડી ચઢી આવી હતી. વાડીમાં કામ કરી રહેલા મજૂરની નજર દીપડી પર પડતા તેણે ગભરાવાને બદલે હિંમત દાખવી હતી. દીપડી વાડીના એક ઓરડામાં ઘૂસતા જ મજૂરે સમયસૂચકતા વાપરી બહારથી દરવાજો બંધ કરી દીધો હતો, જેના કારણે દીપડી અંદર જ કેદ થઈ ગઈ હતી. વન વિભાગનું રેસ્ક્યુ ઓપરેશન વાડીમાં દીપડી પુરાઈ હોવાની જાણ થતા જ દલખાણીયા રેન્જ વન વિભાગની ટીમ કાફલા સાથે ઘટનાસ્થળે દોડી આવી હતી. દીપડીને સલામત રીતે બહાર કાઢવી પડકારજનક હતી, તેથી વન વિભાગે ટ્રાંક્વિલાઇઝર ગનનો ઉપયોગ કરવાનું નક્કી કર્યું હતું. વન વિભાગના શૂટર દ્વારા દીપડીને ટ્રાંક્વિલાઇઝર ગન વડે શૉટ આપી બેહોશ કરવામાં આવી હતી. એનિમલ કેર સેન્ટર ખસેડાઈ દીપડી બેહોશ થતા જ વન વિભાગની ટીમે તેને સાવચેતીપૂર્વક પાંજરામાં પૂરી દીધી હતી. સફળ રેસ્ક્યુ બાદ વન વિભાગ દ્વારા દીપડીને પરીક્ષણ માટે એનિમલ કેર સેન્ટર ખાતે ખસેડવામાં આવી છે. દીપડી પાંજરે પુરાતા વાડી વિસ્તારના ખેડૂતો અને મજૂરોએ હાશકારો અનુભવ્યો છે. આ પણ વાંચો - Amreli: પુત્રની નજર સામે માતાની હત્યા કરી અપહરણકારો ફરાર, LCB એ યુવકનો જીવ બચાવ્યો

Read Full Story arrow_forward
Fire Incident: સેલવાસ રિંગ રોડ પર ઉભેલા CNG ટેમ્પોમાં ધડાકા સાથે લાગી ભીષણ આગ, ટેમ્પો બળીને ખાખ
calendar_today May 9, 2026

Fire Incident: સેલવાસ રિંગ રોડ પર ઉભેલા CNG ટેમ્પોમાં ધડાકા સાથે લાગી ભીષણ આગ, ટેમ્પો બળીને ખાખ

દાદરા નગર હવેલીના મુખ્ય મથક સેલવાસમાં આજે આગની એક ગંભીર ઘટના સામે આવી છે. સેલવાસના વ્યસ્ત ગણાતા રિંગ રોડ પર પાર્ક કરેલા એક CNG ટેમ્પોમાં અચાનક આગ ફાટી નીકળતા વિસ્તારમાં ભાગદોડ મચી ગઈ હતી. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી, પરંતુ ટેમ્પો સંપૂર્ણપણે બળીને ખાખ થઈ ગયો છે.ધડાકા સાથે ફાટી નીકળી આગ પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર, રિંગ રોડ પર ઉભેલા ટેમ્પોની નીચે પહેલા બેથી ત્રણ નાના બ્લાસ્ટ થયા હતા. આ બ્લાસ્ટ બાદ તુરંત જ ટેમ્પોએ આગ પકડી લીધી હતી. ટેમ્પોમાં CNG કિટ હોવાને કારણે આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. જોતજોતામાં આખો ટેમ્પો આગની લપેટમાં આવી ગયો હતો અને આકાશમાં કાળા ધુમાડાના ગોટેગોટા જોવા મળ્યા હતા. ફાયર બ્રિગેડે મેળવ્યો કાબૂ આગ લાગવાની જાણ થતા જ સેલવાસ ફાયર બ્રિગેડની ટીમ ઘટનાસ્થળે દોડી આવી હતી. ફાયર ફાઈટરોએ સતત પાણીનો મારો ચલાવીને આગ પર સંપૂર્ણ કાબૂ મેળવ્યો હતો. જોકે, ત્યાં સુધીમાં ટેમ્પોનો મોટો હિસ્સો બળી ગયો હતો. આગને પગલે આસપાસના વાહન ચાલકો અને રાહદારીઓમાં થોડો સમય ફફડાટ જોવા મળ્યો હતો. મોટી દુર્ઘટના ટળી સદનસીબે જ્યારે આગ લાગી ત્યારે ટેમ્પોમાં કોઈ સવાર નહોતું, જેના કારણે કોઈ જાનહાનિ કે ઈજા થઈ નથી. શોર્ટ સર્કિટ અથવા ગેસ લીકેજના કારણે આ બ્લાસ્ટ થયા હોવાની આશંકા સેવાઈ રહી છે. હાલમાં સ્થાનિક તંત્ર દ્વારા આગ લાગવાનું ચોક્કસ કારણ જાણવા તપાસ હાથ ધરવામાં આવી છે. આ પણ વાંચો - Silvassa બ્લાસ્ટ કાંડ, સાંસદ ઉમેશ પટેલ એક્શનમાં, ઘાયલોની મુલાકાત લઈ ન્યાયિક તપાસની કરી માગ

Read Full Story arrow_forward