android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Suratના કતારગામમાં મોબાઈલ શોપમાં અચાનક ફાટી નીકળી આગ, ફાયર વિભાગે મેળવ્યો કાબૂ
calendar_today May 9, 2026

Suratના કતારગામમાં મોબાઈલ શોપમાં અચાનક ફાટી નીકળી આગ, ફાયર વિભાગે મેળવ્યો કાબૂ

સુરતના કતારગામ વિસ્તારમાં આવેલી એક મોબાઈલ શોપમાં આજે અચાનક આગ લાગવાની ઘટના બની હતી. દુકાનમાંથી ધુમાડાના ગોટેગોટા નીકળતા જોઈ આસપાસના લોકોમાં ભારે અફરાતફરી મચી ગઈ હતી. મોબાઈલ એસેસરીઝ અને ઈલેક્ટ્રોનિક આઈટમ્સને કારણે આગ ઝડપથી ફેલાઈ હતી, જેના કારણે આસપાસના વેપારીઓમાં પણ ભયનો માહોલ જોવા મળ્યો હતો.ફાયર વિભાગની ત્વરિત કામગીરી આગ લાગ્યાની જાણ થતા જ સુરત ફાયર વિભાગની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવી હતી. ફાયર ફાઈટરોએ સતત પાણીનો મારો ચલાવીને ગણતરીના સમયમાં આગ પર સંપૂર્ણ કાબૂ મેળવી લીધો હતો. ફાયર વિભાગની સમયસૂચકતાને કારણે આગ બાજુની અન્ય દુકાનોમાં ફેલાતી અટકી હતી અને મોટી હોનારત ટળી હતી. શોર્ટ સર્કિટની આશંકા અને આર્થિક નુકસાન પ્રાથમિક તપાસમાં આગ લાગવાનું કારણ શોર્ટ સર્કિટ હોવાનું મનાઈ રહ્યું છે. જોકે, આ આગમાં દુકાનમાં રહેલા નવા મોબાઈલ ફોન, ચાર્જર અને અન્ય કિંમતી સામાન બળીને ખાખ થઈ ગયો છે, જેનાથી દુકાનદારને મોટું આર્થિક નુકસાન થવાની ભીતિ છે. સદનસીબે, આ ઘટનામાં કોઈ જાનહાનિના સમાચાર પ્રાપ્ત થયા નથી. પોલીસ અને ફાયર વિભાગ દ્વારા આગના સચોટ કારણની તપાસ હાથ ધરવામાં આવી છે. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Ahmedabadના હાંસોલ સર્કલ પાસે પૂરઝડપે આવતી કારે વૃદ્ધને અડફેટે લીધા, ટક્કર વાગતા ઘટનાસ્થળે જ કરુણ મોત
calendar_today May 9, 2026

Ahmedabadના હાંસોલ સર્કલ પાસે પૂરઝડપે આવતી કારે વૃદ્ધને અડફેટે લીધા, ટક્કર વાગતા ઘટનાસ્થળે જ કરુણ મોત

અમદાવાદના હાંસોલ સર્કલ પાસે આવેલા આઈકોનિક રોડ પર એક જીવલેણ અકસ્માત સર્જાયો હતો, જેમાં પૂરઝડપે અને બેફામ રીતે આવી રહેલા એક કાર ચાલકે રસ્તો ક્રોસ કરી રહેલા એક વૃદ્ધને જોરદાર ટક્કર મારી હતી. કારની ઝડપ એટલી વધારે હતી કે વૃદ્ધ હવામાં ફંગોળાયા હતા અને તેમને શરીરે ગંભીર ઈજાઓ પહોંચી હતી. અકસ્માત સર્જીને કાર ચાલક ત્યાંથી નાસી છૂટ્યો હતો, જેના કારણે વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.વૃદ્ધનું ઘટનાસ્થળે જ નીપજ્યું મોત અકસ્માતની આ ઘટનામાં ગંભીર રીતે ઘાયલ થયેલા વૃદ્ધનું સારવાર મળે તે પહેલા જ ઘટનાસ્થળે કરુણ મોત નીપજ્યું હતું. ત્યારબાદ આસપાસના લોકોએ તાત્કાલિક આ અંગે પોલીસ અને એમ્બ્યુલન્સને જાણ કરી હતી. પરંતુ ત્યાં સુધીમાં વૃદ્ધે દમ તોડી દીધો હતો. અકસ્માત એટલો ભયાનક હતો કે કારની ટક્કરથી વૃદ્ધના શરીરમાં મલ્ટીપલ ફેક્ચર અને માથાના ભાગે ગંભીર ઈજાઓ થઈ હોવાનું પ્રાથમિક દ્રષ્ટિએ જાણવા મળ્યું છે. જી-ટ્રાફિક પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી ઘટનાની જાણ થતા જ જી-ટ્રાફિક પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો અને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખસેડ્યો હતો. પોલીસે ફરાર કાર ચાલક વિરુદ્ધ ગુનો નોંધી તેની શોધખોળ શરૂ કરી દીધી છે. આઈકોનિક રોડ પર લાગેલા સીસીટીવી ફૂટેજની તપાસ કરવામાં આવી રહી છે જેથી કારનો નંબર અને ચાલકની ઓળખ મેળવી શકાય. આ ઘટનાને પગલે સ્થાનિકોમાં રોડ સેફ્ટી અને બેફામ વાહન ચલાવતા ચાલકો સામે રોષ જોવા મળી રહ્યો છે. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Gandhinagar News: સચિવાલયમાં ઝેરી 'ખળચિતરો' સાપ નીકળતા ફફડાટ, વન વિભાગે કર્યું રેસ્ક્યુ
calendar_today May 9, 2026

Gandhinagar News: સચિવાલયમાં ઝેરી 'ખળચિતરો' સાપ નીકળતા ફફડાટ, વન વિભાગે કર્યું રેસ્ક્યુ

રાજ્યના વહીવટી મથક ગણાતા ગાંધીનગર સચિવાલય સંકુલમાં આજે એકાએક સાપ નીકળતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. સચિવાલયમાં અત્યંત ઝેરી ગણાતો 'ખળચિતરો' (Russell's Viper) સાપ દેખાતા ત્યાં હાજર કર્મચારીઓ અને મુલાકાતીઓમાં ફફડાટ વ્યાપી ગયો હતો.સચિવાલયમાં ભયનો માહોલ ગાંધીનગરના સચિવાલયમાં સામાન્ય રીતે અધિકારીઓ અને નેતાઓની ચહલપહલ હોય છે, પરંતુ આજે ત્યાં એક ઝેરી સાપ આવી ચઢ્યો હતો. ખળચિતરો સાપ તેના ઘાતક ઝેર માટે જાણીતો છે, જેને જોતા જ લોકો સુરક્ષિત અંતરે ખસી ગયા હતા. સાપ દેખાયાના સમાચાર વાયુવેગે પ્રસરતા કર્મચારીઓમાં ફફડાટ જોવા મળ્યો હતો. વન વિભાગે કર્યું સફળ રેસ્ક્યુ સાપ નીકળ્યા અંગેની જાણ તાત્કાલિક વન વિભાગને કરવામાં આવી હતી. વન વિભાગની રેસ્ક્યુ ટીમ સાધન-સામગ્રી સાથે ગણતરીની મિનિટોમાં સચિવાલય પહોંચી ગઈ હતી. વન વિભાગના નિષ્ણાતોએ ભારે જહેમત બાદ આ ઝેરી સાપને સુરક્ષિત રીતે પકડી પાડ્યો હતો. સુરક્ષિત સ્થળે ખસેડાયો વન વિભાગની ટીમે સાપનું રેસ્ક્યુ કર્યા બાદ તેને પ્લાસ્ટિકના ડબ્બામાં સુરક્ષિત રીતે કેદ કર્યો હતો. સાપને સચિવાલયના ગીચ વિસ્તારમાંથી દૂર લઈ જઈને કુદરતી વાતાવરણમાં (જંગલ વિસ્તારમાં) મુક્ત કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. સાપ પકડાઈ જતાં સચિવાલયના કર્મચારીઓએ હાશકારો અનુભવ્યો હતો. નોંધનીય છે કે, ગાંધીનગર ગ્રીન સિટી હોવાથી અને આસપાસ વનરાજી હોવાથી વારંવાર રહેણાંક અને સરકારી સંકુલમાં સાપ નીકળવાની ઘટનાઓ બનતી રહે છે. આ પણ વાંચો - Gandhinagar News: વેકેશનમાં શિક્ષકોને આભા કાર્ડની કામગીરી સોંપાતા વિરોધ, શૈક્ષણિક સંઘ લાલઘૂમ

Read Full Story arrow_forward