android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Tamilnadu Government Formation : VCK-IUMLએ TVKને આપ્યું સમર્થન, વિજયનો સરકાર બનાવવાનો રસ્તો થયો સાફ
calendar_today May 9, 2026

Tamilnadu Government Formation : VCK-IUMLએ TVKને આપ્યું સમર્થન, વિજયનો સરકાર બનાવવાનો રસ્તો થયો સાફ

તમિલનાડુની રાજનીતિમાં મોટો રાજકીય વળાંક આવ્યો છે. અભિનેતા વિજયની પાર્ટી TVKને હવે VCK અને Indian Union Muslim League (IUML)નું સમર્થન મળતા સરકાર બનાવવાનો માર્ગ વધુ મજબૂત બન્યો છે. થોલ તિરુમાવળવનના નેતૃત્વ હેઠળની VCKએ TVKને બિનશરતી સમર્થન આપવાની સત્તાવાર જાહેરાત કરી છે. IUMLએ પણ TVKને ખુલ્લું સમર્થન આપ્યું પાર્ટી દ્વારા સમર્થન પત્ર પણ સોંપવામાં આવ્યો છે, જેના ફોટા સોશિયલ મીડિયા પર વાયરલ થયા છે. VCKના આ નિર્ણયને થલપતિ વિજય માટે મહત્વપૂર્ણ રાજકીય ટેકો માનવામાં આવી રહ્યો છે. પાર્ટીએ સ્પષ્ટ કર્યું છે કે તેમનું સમર્થન કોઈપણ પ્રકારની શરત વગરનું રહેશે. બીજી તરફ IUMLએ પણ TVKને ખુલ્લું સમર્થન આપ્યું છે. પાર્ટીએ સાંજે TVKને પોતાનો સત્તાવાર સમર્થન પત્ર સોંપ્યો હતો. આ ઘટનાએ તમિલનાડુની રાજનીતિમાં ભારે ચર્ચા જગાવી છે અને હવે વિજય સરકાર રચનાની દિશામાં આગળ વધી રહ્યા હોવાનું માનવામાં આવી રહ્યું છે. તમિલનાડુના લોકો માટે સુવર્ણ યુગની શરૂઆત: TVKના ધારાસભ્ય રેવંત ચરણ આ દરમિયાન TVKના ધારાસભ્ય રેવંત ચરણની પ્રતિક્રિયા પણ સામે આવી છે. તેમણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પોસ્ટ કરીને લખ્યું કે, “તમિલનાડુના લોકો માટે સુવર્ણ યુગની શરૂઆત થઈ ગઈ છે. ડીએમકે-એઆઈએડીએમકે અને ભાજપના ગઠબંધનનું સાચું ચહેરું હવે લોકો સામે આવી ગયું છે. લોકો સત્ય સમજી ગયા છે.” તેમણે વધુમાં જણાવ્યું કે આગામી 25 વર્ષ સુધી કોઈ પણ વિરોધી ગઠબંધન તેમના “ભાઈ સમાન” અને તમિલનાડુના ભાવિ મુખ્યમંત્રી વિજયની નજીક પણ પહોંચી શકશે નહીં. રેવંત ચરણે વિશ્વાસ વ્યક્ત કર્યો કે વિજયના નેતૃત્વ હેઠળ તમિલનાડુ નવી રાજકીય દિશામાં આગળ વધશે. આ પણ વાંચો : Agnimitra Paul Net Worth: અગ્નિમિત્રા પોલ કેટલી સંપત્તિના છે માલિક? શુભેન્દુ સરકારમાં બન્યા છે મંત્રી

Read Full Story arrow_forward
West Bengal: શુભેન્દુ અધિકારીએ શપથ લેતા મમતાએ સોશિયલ મીડિયા પર બદલી પ્રોફાઇલ, પણ Ex CM લખવાનું ટાળ્યું
calendar_today May 9, 2026

West Bengal: શુભેન્દુ અધિકારીએ શપથ લેતા મમતાએ સોશિયલ મીડિયા પર બદલી પ્રોફાઇલ, પણ Ex CM લખવાનું ટાળ્યું

શુભેન્દુ અધિકારીએ શપથ લેતાની સાથે જ મમતા બેનર્જીએ પોતાની સોશિયલ મીડિયા પ્રોફાઇલ બદલી નાખી, પરંતુ 'ભૂતપૂર્વ મુખ્યમંત્રી' એવુ લખ્યું નહીં. શુભેન્દુ અધિકારીએ પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી તરીકે શપથ લીધા છે. આવી સ્થિતિમાં, મમતા બેનર્જીએ પોતાના સોશિયલ મીડિયા પ્રોફાઇલમાંથી 'માનનીય મુખ્યમંત્રી' શબ્દ દૂર કર્યો છે. પરંતુ તેમણે 'ભૂતપૂર્વ મુખ્યમંત્રી' શબ્દ લખવાનું ટાળ્યું છે.મમતા બેનર્જીએ એક્સ સીએમ લખવાનું ટાળ્યું પશ્ચિમ બંગાળમાં ભાજપ સરકારની રચના અને શુભેન્દુ અધિકારીના મુખ્યમંત્રી તરીકે શપથ ગ્રહણ બાદ, મમતા બેનર્જીના સોશિયલ મીડિયા પ્રોફાઇલમાં ફેરફાર ચર્ચાનો વિષય બન્યા. મમતા બેનર્જીએ તેમના બાયોમાંથી "માનનીય મુખ્યમંત્રી" શબ્દ દૂર કર્યો, પરંતુ "ભૂતપૂર્વ મુખ્યમંત્રી" શબ્દનો ઉપયોગ કર્યો નહીં. આ ફેરફારથી સોશિયલ મીડિયા પર ચર્ચા શરૂ થઈ, જેમાં ઘણા વપરાશકર્તાઓએ વિવિધ પ્રતિક્રિયાઓ આપી.શુભેન્દુ અધિકારીએ આજે સીએમ પદના લીધા શપથ શનિવારે સવારે 11 વાગ્યા સુધી, સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'X' પર મમતા બેનર્જીનો બાયો "માનનીય મુખ્યમંત્રી, પશ્ચિમ બંગાળ" તરીકે સૂચિબદ્ધ હતો. જોકે, સુવેન્દુ અધિકારીના શપથ ગ્રહણ પછી, મમતા બેનર્જીએ તેમના બાયોમાંથી 'માનનીય મુખ્યમંત્રી' શબ્દ દૂર કર્યો, જોકે તેમણે તેમના નામની આગળ 'ભૂતપૂર્વ મુખ્યમંત્રી' શબ્દનો ઉપયોગ કરવાનું ટાળ્યું. મમતા બેનર્જી હવે તેમના 'X' બાયોમાં પોતાને 'પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી (15મી, 16મી અને 17મી વિધાનસભા)' તરીકે સંબોધે છે. વધુમાં, તેઓ તેમના બાયોમાં તેમનો ઉલ્લેખ તૃણમૂલ કોંગ્રેસના સ્થાપક પ્રમુખ તરીકે પણ કરે છે.મમતા બેનર્જીએ હાર છતાં રાજીનામું આપવાનો ઇનકાર કર્યો બંગાળ ચૂંટણીના પરિણામો જાહેર થયા પછી, હાર છતાં, મમતા બેનર્જીએ કહ્યું કે તેઓ રાજીનામું આપવા માટે લોકભવન જશે નહીં. પરિણામે, 7 મેના રોજ, રાજ્યપાલ આર.એન. રવિએ વિધાનસભા ભંગ કરી, મમતા બેનર્જીનો કાર્યકાળ સમાપ્ત કર્યો. આજે કોલકાતાના બ્રિગેડ પરેડ ગ્રાઉન્ડ ખાતે સુવેન્દુ અધિકારીએ બંગાળના મુખ્યમંત્રી તરીકે શપથ લીધા. વડા પ્રધાન નરેન્દ્ર મોદી, ગૃહ પ્રધાન અમિત શાહ, નીતિન નવીન, સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ અને અન્ય ઘણા વરિષ્ઠ પ્રધાનો હાજર રહ્યા હતા. NDA શાસિત રાજ્યોના અનેક મુખ્યમંત્રીઓએ પણ શપથ ગ્રહણ સમારોહમાં હાજરી આપી હતી.આ પણ વાંચો- Shani Amavasya 2026: 16મેએ શનિનું મહાગોચર, 5 રાશિની તિજોરી ભરાશે એ નક્કી !

Read Full Story arrow_forward
Yogi Cabinet Expansion : યોગી સરકારના મંત્રીમંડળનો થશે વિસ્તાર? આ નવા ચેહરાઓને મળી શકે છે એન્ટ્રી
calendar_today May 9, 2026

Yogi Cabinet Expansion : યોગી સરકારના મંત્રીમંડળનો થશે વિસ્તાર? આ નવા ચેહરાઓને મળી શકે છે એન્ટ્રી

ઉત્તરપ્રદેશની રાજનીતિમાં આગામી વિધાનસભા ચૂંટણી પહેલાં ફરી એકવાર મોટી રાજકીય ઉથલપાથલ જોવા મળી રહી છે. મળતી માહિતી મુજબ યોગી સરકારમાં કેબિનેટ વિસ્તરણ થઈ શકે છે, જેમાં મંગળવારની સાંજે ફેરફારની જાહેરાત થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. આ સમાચાર બાદ લખનઉમાં રાજકીય ગતિવિધિઓ તેજ થઈ ગઈ છે.9થી 10 નવા ચહેરાઓને સ્થાન મળી શકે મળતી માહિતી મુજબ મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથ આજે રાજ્યપાલ સાથે મુલાકાત કરી શકે છે. આ મુલાકાતને સંભવિત કેબિનેટ વિસ્તરણ સાથે જોડીને જોવામાં આવી રહી છે. ચર્ચા છે કે સરકારમાં લગભગ 9થી 10 નવા ચહેરાઓને સ્થાન મળી શકે છે, જ્યારે કેટલાક મંત્રીઓના વિભાગોમાં ફેરફાર પણ થઈ શકે છે. ભુપેન્દ્ર ચૌધરીનું નામ છે ચર્ચામાં સંભવિત નામોમાં ભુપેન્દ્ર ચૌધરી, મનોજ પાંડે અને પૂજા પાલના નામ ચર્ચામાં છે. જોકે સરકાર અથવા ભાજપ તરફથી હજુ સુધી કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી. રાજકીય વર્તુળોમાં માનવામાં આવે છે કે આ કેબિનેટ વિસ્તરણ દ્વારા સંગઠનાત્મક અને સામાજિક સમીકરણોને સંતુલિત કરવાનો પ્રયત્ન કરવામાં આવશે. લોકસભા ચૂંટણી પછી બદલાયેલા રાજકીય માહોલમાં ભાજપ રાજ્યમાં સરકાર અને સંગઠન બંનેને નવી ઢબે ગોઠવવાની રણનીતિ પર કામ કરી રહી છે. આથી આવનારી કેબિનેટ વિસ્તરણ માત્ર પ્રશાસનિક ફેરફાર નહીં, પરંતુ એક મહત્વપૂર્ણ રાજકીય સંદેશ પણ માનવામાં આવી રહ્યો છે. આગામી વર્ષે યોજાનારી વિધાનસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને નવા મંત્રીઓને સામેલ કરીને પ્રાદેશિક અને જાતિગત સંતુલન મજબૂત કરવાનો પ્રયાસ થઈ શકે છે. આ પણ વાંચો : Tamilnadu Government Formation : VCK-IUMLએ TVKને આપ્યું સમર્થન, વિજયનો સરકાર બનાવવાનો રસ્તો થયો સાફ

Read Full Story arrow_forward