android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Dwarka News: આંતરરાષ્ટ્રીય દરિયામાં ઈરાન-અમેરિકા વચ્ચે ક્રોસ ફાયરિંગ, સલાયાના વહાણ પર હુમલો, એક ખલાસીનું મોત, 17નો બચાવ
calendar_today May 8, 2026

Dwarka News: આંતરરાષ્ટ્રીય દરિયામાં ઈરાન-અમેરિકા વચ્ચે ક્રોસ ફાયરિંગ, સલાયાના વહાણ પર હુમલો, એક ખલાસીનું મોત, 17નો બચાવ

દેવભૂમિ દ્વારકા જિલ્લાના સલાયા પંથકમાં માતમ છવાઈ ગયો છે. આંતરરાષ્ટ્રીય દરિયામાં ઈરાન અને અમેરિકા વચ્ચે થયેલા અંધાધૂંધ ક્રોસ ફાયરિંગમાં સલાયાના એક વહાણના ક્રૂ મેમ્બરનું કરૂણ મોત નીપજ્યું છે. આ ઘટનાને પગલે ખલાસીના પરિવારજનો અને સ્થાનિક માછીમાર સમુદાયમાં ભારે શોક વ્યાપી ગયો છે.દુબઈથી યમન જઈ રહેલું વહાણ ઝપેટમાં આવ્યું ઘટનાની મળતી માહિતી અનુસાર, 'MSV અલ ફૈઝે નૂરે સુલેમાની-1' નામનું વહાણ દુબઈથી માલ ભરીને યમન જઈ રહ્યું હતું. આ દરમિયાન મધદરિયે ઈરાન અને અમેરિકાના સૈન્ય વચ્ચે ક્રોસ ફાયરિંગ શરૂ થયું હતું. અંધાધૂંધ ગોળીબારને કારણે આ વહાણ ક્ષતિગ્રસ્ત થયું હતું અને તેમાં પાણી ભરાતા તે ડૂબવા લાગ્યું હતું. સલાયાના યુવકનું મોત, અન્ય ખલાસીઓ સુરક્ષિત આ દુર્ઘટના સમયે એન્જિન રૂમમાં ફરજ બજાવી રહેલા સલાયાના ખલાસી અલ્તાફ તાલબ કેરને ગંભીર ઈજાઓ પહોંચતા તેમનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. જોકે, વહાણમાં સવાર અન્ય 17 ખલાસીઓનો ચમત્કારિક બચાવ થયો છે. નજીકમાંથી પસાર થઈ રહેલા અન્ય એક વહાણે આ તમામ ખલાસીઓને રેસ્ક્યુ કરી સુરક્ષિત રીતે દુબઈ પોર્ટ પર પહોંચાડ્યા છે. દેહ વતન લાવવા ભારત સરકારને રજૂઆત ઇન્ડિયન સેલિંગ વેસલ્સ એસોસિયેશનના સેક્રેટરી આદમ ભાયાએ આ અંગે ભારત સરકારને ઈમેલ મારફતે રજૂઆત કરી છે. તેમણે માગ કરી છે કે, મૃતક અલ્તાફ કેરના દેહને તાત્કાલિક વતન સલાયા લાવવામાં આવે અને દુબઈમાં રહેલા બાકીના ખલાસીઓને પણ વહેલી તકે ભારત પરત લાવવામાં આવે. આ સાથે ડેથ સર્ટિફિકેટ સહિતના દસ્તાવેજોની પ્રક્રિયા ઝડપી પૂર્ણ કરવા તંત્રને વિનંતી કરવામાં આવી છે. આ પણ વાંચો - Dwarkaના રૂપેણ બંદરમાં પોલીસ પર પથ્થરમારો, ભીડને વિખેરવા હવામાં 5 રાઉન્ડ ફાયરિંગ

Read Full Story arrow_forward
Rajkot News: વૃદ્ધ વેપારીઓને વાતોમાં ભોળવી ગલ્લામાંથી રોકડ સેરવતી ટોળકી ઝડપાઈ, 10 ગુનાનો પર્દાફાશ
calendar_today May 8, 2026

Rajkot News: વૃદ્ધ વેપારીઓને વાતોમાં ભોળવી ગલ્લામાંથી રોકડ સેરવતી ટોળકી ઝડપાઈ, 10 ગુનાનો પર્દાફાશ

રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરમાં વેપારીઓની નજર ચૂકવી ચોરી કરતી એક ટોળકીના મુખ્ય સૂત્રધાર વિકી સેખલીયા (રહે. ગારિયાધાર) અને બે સગીર સાગરીતોને ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડ્યા છે. આ ટોળકીની ચોરી કરવાની પદ્ધતિ (Modus Operandi) અત્યંત ચાલાકીભરી હતી. તેઓ ખાસ કરીને એવી દુકાનોની રેકી કરતા જ્યાં ઉંમરલાયક વેપારી એકલા બેઠા હોય. ત્યારબાદ, એક શખ્સ નાની વસ્તુ લેવાના બહાને વેપારીને વાતોમાં પરોવી દુકાનની અંદર લઈ જતો, જ્યારે બીજો સાગરીત ગલ્લા કે ટેબલ પર રાખેલી રોકડ રકમ સેરવીને પળવારમાં ફરાર થઈ જતો હતો.ભક્તિનગર પોલીસ સ્ટેશનની ફરિયાદથી ભેદ ઉકેલાયો આ ટોળકીએ ગત 1 મે, 2026ના રોજ રાજકોટના હુડકો શાક માર્કેટ પાસે જલારામ ઇમિટેશન સ્ટોર ચલાવતા 58 વર્ષીય ભરતભાઇ ગોટેયાને નિશાન બનાવ્યા હતા. આરોપીઓએ તેલની શીશી લેવાના બહાને વેપારીને વાતોમાં રાખી ટેબલ પર રાખેલું 85,000 રૂપિયાની રોકડ ભરેલું જબલું ચોરી લીધું હતું. પોલીસે સીસીટીવી ફૂટેજ અને બાતમીના આધારે આ ટોળકીને પકડી પાડી છે. તેમની પાસેથી 2.58 લાખની રોકડ અને એક વેન્યુ કાર મળી કુલ 7.58 લાખનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. તપાસમાં સામે આવ્યું છે કે મુખ્ય આરોપી વિકી વિરુદ્ધ અગાઉ પણ ચોરી અને મારામારીના ગુના નોંધાયેલા છે. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના 10 ગુનાની કબૂલાત પકડાયેલી ટોળકીએ પ્રાથમિક પૂછપરછમાં રાજકોટમાં 2, ભાવનગરના સણોસરામાં 13 હજાર, વાસદમાં બિયારણની દુકાનમાંથી 1 લાખ, નવસારી અને ચીખલીમાં અલગ-અલગ દુકાનોમાંથી હજારો રૂપિયાની ચોરી કરી હોવાની કબૂલાત આપી છે. પોલીસે વેપારીઓને અપીલ કરી છે કે દુકાનમાં એકસાથે 3-4 અજાણ્યા શખ્સો આવે ત્યારે સતર્ક રહેવું. ગલ્લા કે રોકડ રાખવાના ખાનાને હંમેશા લોક રાખવા. દુકાનમાં સીસીટીવી કેમેરા ચોક્કસ લગાવવા જેથી ગુનાનો ભેદ ઉકેલવામાં સરળતા રહે. હાલ ભક્તિનગર પોલીસે આરોપીઓનો કબજો મેળવી વધુ તપાસ હાથ ધરી છે. આ ટોળકી ઝડપાતા સૌરાષ્ટ્રના વેપારીઓએ રાહતનો શ્વાસ લીધો છે. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Gujarat Latest News Live: કપડવંજમાં કાળજું કંપાવતી ઘટના, બે પુત્રીઓ સાથે પરિણીતાએ નહેરમાં ઝંપલાવ્યું, પાછળ પતિએ પણ લગાવી છલાંગ
calendar_today May 8, 2026

Gujarat Latest News Live: કપડવંજમાં કાળજું કંપાવતી ઘટના, બે પુત્રીઓ સાથે પરિણીતાએ નહેરમાં ઝંપલાવ્યું, પાછળ પતિએ પણ લગાવી છલાંગ

ગુજરાત અને દેશ દુનિયાના સમાચાર સંદેશ ન્યૂઝના આ ન્યૂઝ બ્લોગ પર ક્લિક કરીને વાંચી શકશો. 08 મેના બ્રેકીંગ ન્યૂઝ વાંચવા માટે આ પેજ પર બનેલા રહો અને રિફ્રેશ કરતા રહો.

Read Full Story arrow_forward